વર્લ્ડ કપ વચ્ચે ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન:ચોથા સ્ટેજનું લિવર કેન્સર હતું, નોઈડાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
![]()
ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે સવારે લગભગ 4.36 વાગ્યે નિધન થયું છે. તેમને ચોથા સ્ટેજનું લિવર કેન્સર હતું. થોડા દિવસ પહેલાં તેમની તબિયત વધુ બગડી ગઈ હતી, જેના પછી તેમને ગ્રેટર નોઈડાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમની તબિયત સતત બગડતી જઈ રહી હતી.
પિતાની તબિયત બગડવાની જાણ થતાં જ રિંકુ સિંહ મંગળવારે ટીમ ઈન્ડિયાનો સાથ છોડીને ઘરે પાછા ફર્યા હતા. તે સમયે રિંકુ ટીમ સાથે ચેન્નઈમાં હતા. તેમને ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમનું પ્રેક્ટિસ સેશન છોડવું પડ્યું હતું.
25 ફેબ્રુઆરીએ રિંકુ ચેન્નઈ પાછા ફર્યા હતા અને ટીમ સાથે જોડાઈ ગયા હતા. જોકે, 26 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી સુપર-8ની મેચમાં તેઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતા. તેઓ સબસ્ટિટ્યૂટ તરીકે મેદાન પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા. પિતા ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા
ક્રિકેટર રિંકુનું બાળપણ ખૂબ જ મુશ્કેલીભર્યું રહ્યું છે. KKR ને આપેલા એક ઇન્ટરવ્યુમાં રિંકુએ પોતાના જીવન વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું- પરિવારમાં 5 ભાઈઓ છે. પપ્પા સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. અમે પાંચેય ભાઈઓ પાસેથી પણ કામ કરાવતા. અમે બધા ભાઈઓ બાઇક પર 2-2 સિલિન્ડર રાખીને હોટલો અને ઘરોમાં ડિલિવરી કરવા જતા હતા. બધાએ પપ્પાને પણ સપોર્ટ કર્યો અને જ્યાં પણ મેચ થતી ત્યાં બધા ભાઈઓ એકસાથે રમવા જતા હતા. મોહલ્લામાં 6-7 બીજા છોકરાઓ હતા, જેમની સાથે પૈસા ભેગા કરીને બોલ લાવતા હતા.
રિંકુને રમવા માટે હંમેશા ના પાડતા હતા રિંકુએ જણાવ્યું હતું કે તેણે ટેનિસ અને લેધર બોલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેણે યુપીના અલીગઢમાં મોડર્ન સ્કૂલમાંથી પણ ક્રિકેટ રમ્યો હતો. ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં તેણે 32 બોલમાં 54 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. શરૂઆતમાં ક્લબ ક્રિકેટ રમવા માટે પૈસા નહોતા, તેથી તે સરકારી સ્ટેડિયમમાં કાર્ડ બનાવીને પ્રેક્ટિસ કરતો હતો. રિંકુએ જણાવ્યું હતું- મેચ રમવા માટે પૈસા લાગતા, ઘરવાળાઓ પાસેથી માંગો તો કહેતા હતા કે ભણવાનું કરો. પપ્પા રમવા માટે હંમેશા ના પાડતા હતા, મમ્મી થોડો સપોર્ટ કરતી હતી. શહેરની પાસે એક ટુર્નામેન્ટ થઈ, તેના માટે પૈસા જોઈતા હતા. મમ્મીએ દુકાનમાંથી એક હજાર રૂપિયા ઉધાર લઈને આપ્યા હતા. વર્લ્ડ કપની 5 મેચમાં 24 રન જ બનાવી શક્યા રિન્કુ રિન્કુ સિંહ ભારતીય ટીમમાં છઠ્ઠા કે સાતમા નંબરે બેટિંગ કરે છે. તેમને ટીમ ફિનિશર તરીકે ઉપયોગ કરે છે. જોકે, વર્તમાન વર્લ્ડ કપ રિન્કુ માટે સારો રહ્યો નથી. તેઓ આ ટુર્નામેન્ટમાં 5 મેચમાં 24 રન જ બનાવી શક્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં તેઓ ખાતું પણ ખોલી શક્યા ન હતા. ટુર્નામેન્ટમાં તેમનો સ્કોર 6, 1, 11, 6 અને 0 રહ્યો છે. રિન્કુ પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે અણનમ રહ્યા હતા.
Source link