વાવ-થરાદમાં સર્જાયેલા દારૂ ભરેલી કાર અકસ્માતમાં નવો વળાંક; કરબુણના યુવકના મોતે અનેક સવાલો ઊભા કર્યા- New twist in car accident involving transporting liquor at Vav-Tharad death of youth from Karbun raises many questions | બનાસકાંઠા


Last Updated:

કરબુણ-પીલુડા હાઇવે પર દારૂ ભરેલી કારના અકસ્માતમાં યુવાન પિન્ટુભાઈ ભીલના મોત બાદ પરિવારના આક્ષેપો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસની માગ ઉઠી છે. સ્કોર્પિયો કાર દ્વારા પીછો અને ટક્કર અંગે ચિંતાઓ છે, પોલીસ તંત્રએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી.

News18
News18

વાવ-થરાદ: કરબુણ-પીલુડા હાઇવે ઉપર 2-4 દિવસ પહેલાં સર્જાયેલા એક ગંભીર અકસ્માતે હવે નવો વળાંક લીધો છે. આ અકસ્માતમાં કરબુણ ગામના યુવાનના મોતે અનેક સવાલો ઊભા કર્યા છે. શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી સુનિયોજિત કાવતરું? તેવા પ્રશ્નો લઈ મૃતકના પિતાના ગંભીર આક્ષેપો સાથે સીસીટીવી ફૂટેજના આધારે તપાસની માગ કરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, વાવ-થરાદ પંથકમાં કરબુણ-પીલુડા હાઇવે પર ગત 18મી તારીખે વહેલી સવારે 4થી 5 વાગ્યાના અરસામાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પીલુડા-કરબુણ રોડ પર દારૂ ભરેલી એક ‘ક્રેટા’ કારને અકસ્માત નડ્યો હતો, જેમાં કરબુણ ગામના યુવાન પિન્ટુભાઈ ભીલ સહિત બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે દારૂ ભરેલી તે ‘ક્રેટા’ કારનો પીછો એક એંગલવાળી ‘સ્કોર્પિયો’ કાર કરી રહી હતી. પરિવારનો આરોપ છે કે સ્કોર્પિયો સવારે સતત ક્રેટાનો પીછો કરી રહી હતી અને પાછળથી ટક્કર મારીને આ અકસ્માત સર્જવામાં આવ્યો હોવાની પૂરેપૂરી શક્યતા છે. પરિવાર હવે માગ કરી રહ્યો છે કે માત્ર અકસ્માતનો ગુનો નોંધીને તપાસ સમેટી લેવાને બદલે, ટેકનિકલ પુરાવા અને સીસીટીવીના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *