વોડાફોન-આઈડિયાના શેરમાં તોફાની તેજી, આ સમાચારથી કૂદવા લાગ્યા શેર – vodaphone idea share price jumped over 10 percent after agr petition hearing | વેપાર


Last Updated:

Vodafone Idea Share Price: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના શેરમાં 10 ટકાથી વધારેની તેજી નોંધાઈ હતી. વોડાફોન-આઇડિયાના શેરમાં આ ઉછાળો સરકારના સુપ્રીમ કોર્ટમાં અપાયેલા એક નિવેદન બાદ આવ્યો હતો.

વોડાફોન-આઈડિયાના શેરમાં તોફાની તેજીવોડાફોન-આઈડિયાના શેરમાં તોફાની તેજી
વોડાફોન-આઈડિયાના શેરમાં તોફાની તેજી

Vodafone Idea Share Price: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના શેરમાં 10 ટકાથી વધારેની તેજી નોંધાઈ હતી. વોડાફોન-આઇડિયાના શેરમાં આ ઉછાળો સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપાયેલા એક નિવેદન બાદ આવ્યો હતો. જેમાં સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તે કંપનીની AGR સંબંધિત અરજીનો વિરોધ નથી કરી રહી. આ સાથે સરકારે જણાવ્યું હતું કે, તે આ મુદ્દે સમાધાન પર ભાર આપી રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ટેલિકોમ કંપનીના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી.

26 સપ્ટેમ્બરે ફરી થશે સુનાવણી

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, વોડાફોન આઇડિયાની અરજીનો વિરોધ કર્યા વિના કેટલાક સમાધાનની જરૂર છે. સરકાર પણ કંપનીની ઇક્વિટીહોલ્ડર છે. સરકારે આગળ જણાવ્યું કે, કોર્ટની મંજૂરીને આધીન કેટલાક સમાધાનની જરૂર પડી શકે છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી.આર. ગવઈ, જસ્ટિસ વિનોદ ચંદ્રન અને એન.વી. અંજારિયાની બેન્ચે બંને પક્ષના વકીલોની દલીલો ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ અરજી પરની સુનાવણી 26 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે.

શું છે સમગ્ર મામલો?

દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપનીએ 8 સપ્ટેમ્બરે AGR પર રાહત માટે નવી અરજી દાખલ કરી હતી. કંપનીએ આ અરજીમાં AGRની બાકી રકમ પર વ્યાપક પુનર્મૂલ્યાંકન અને સમાધાન કરવા માટે નિર્દેશ આપવાની માગણી કરી છે. નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2020માં કોર્ટે વોડાફોન આઇડિયાને લગભગ 93,520 કરોડની બાકી રકમની ચૂકવણી માટે 10 વર્ષનો સમય આપ્યો હતો, જેમાંથી 10 ટકા રકમ 31 માર્ચ 2021 સુધી જમા કરવાની હતી. બાકીની રકમ 31 માર્ચ 2031 સુધી વાર્ષિક હપ્તામાં ચૂકવવાની હતી.

8 ટકા વધારા સાથે થયું ક્લોઝિંગ

નોંધનીય છે કે, શુક્રવારે વોડાફોન આઇડિયાના શેર ઇન્ટ્રાડેમાં 10 ટકા સુધી ઉછળીને 8.82 રૂપિયાના સ્તર સુધી પહોંચ્યા હતા. પરંતુ તેનું ક્લોઝિંગ લગભગ 8 ટકાના વધારા સાથે 8.46 રૂપિયાના સ્તર પર થયું હતું. છેલ્લા એક મહિના દરમિયાન આ શેરે શાનદાર પ્રદર્શન કર્યું છે અને 28 ટકાનો વધારો હાંસલ કર્યો છે. જ્યારે, 6 મહિના દરમિયાન 13 ટકાથી વધુની તેજી જોવા મળી છે. વર્ષ 2025માં આ શેર 5 ટકાથી વધુ વધ્યો છે, જોકે એક વર્ષ દરમિયાન રોકાણકારોને 18.5 ટકાનું નુકસાન થયું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *