શેરબજારના રોકાણકારોને સેબીએ આપી ચેતવણી, આવી ટેક્સ નોટિસ આવે તો ન કરી દેતા ચૂકવણી- SEBI warns stock market investors, do not pay if such tax notices come |
કઈ રીતે છેતરપિંડી થઈ રહી છે?- SEBIએ ચેતવણી આપી છે કે, કેટલાક ઠગો SEBIના અધિકારીઓની ઓળખની નકલ કરે છે અથવા SEBIના લોગો, સીલ, લેટરહેડનો દુરુપયોગ કરે છે. આવા લોકો SEBIના નામે જાળી પત્ર, ઈમેલ અથવા નોટિસ મોકલીને નિર્દોષ રોકાણકારોને ફેક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહે છે, જેના કારણે રોકાણકારોને નાણાકીય નુકસાન થાય છે. તેથી, લોકોમાં અપીલ છે કે, તેઓ સાવધાની રાખે અને SEBIના નામે આવતા કોઈ પણ પત્ર/નોટિસની સત્યતા ચકાસે.
