શ્રીનગરમાં વાયુ પ્રદૂષણ 7 વર્ષમાં સૌથી ખરાબ:શ્વાસ લેવો 4 સિગારેટ પીવા બરાબર, દિલ્હીમાં પણ AQI 390ના ખતરનાક સ્તરે
![]()
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરનું વાયુ પ્રદૂષણ 7 વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયું છે. બુધવારે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI-308 નોંધાયો હતો. એર મોનિટરિંગ ડેટા અનુસાર, જાન્યુઆરીમાં શહેરની હવાની ગુણવત્તા ઘણી ખરાબ રહી છે. શ્રીનગરનું વર્તમાન સરેરાશ PM2.5 કન્સન્ટ્રેશન 115 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે, જે WHO દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું વધારે છે. આ સ્તરે સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્યનું જોખમ સંકળાયેલું છે, જે એક દિવસમાં ચારથી વધુ સિગારેટ પીવા બરાબર છે. વર્ષ 2019 પછી 2026 શ્રીનગરનું સૌથી પ્રદૂષિત વર્ષ રહ્યું છે, જેનો સરેરાશ AQI-159 રહ્યો. તેનાથી વિપરીત, 2023માં છેલ્લા સાત વર્ષમાં સૌથી સ્વચ્છ હવા નોંધાઈ હતી, જેનો સરેરાશ AQI-49 રહ્યો. જ્યારે દિલ્હીમાં હવાની ગુણવત્તા બુધવારે પણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી. શહેરનો AQI-339 નોંધવામાં આવ્યો. જહાંગીરપુરીમાં AQI 390 રહ્યો. સાંજે હવાનું પ્રદૂષણ વધે છે AQI ડેટા મુજબ શ્રીનગરમાં દરરોજ સાંજે પ્રદૂષણનું સ્તર ઝડપથી વધે છે. સવારે હવા સ્વચ્છ રહે છે. સાંજે સરેરાશ AQI-228 સુધી પહોંચી જાય છે. છેલ્લા 7 દિવસનો AQI જો જોવામાં આવે તો 100 થી ઉપર જ રહ્યો છે. જ્યારે 16 જાન્યુઆરીએ શ્રીનગરનો AQI સૌથી ખરાબ 415 નોંધવામાં આવ્યો. ખરાબ AQI ની હેલ્થ પર શું અસર થઈ રહી છે? હવાને પ્રદૂષિત કરવામાં પાર્ટિક્યુલેટ મેટર એટલે કે PM 2.5 અને PM 10 જવાબદાર હોય છે. આ જ માનવ શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. 2.5 માઇક્રોન કે તેનાથી ઓછા કદના કણોને PM 2.5 કહેવાય છે. 2.5 થી 10 માઇક્રોન કદના કણો PM 10 કહેવાય છે. આ એટલા નાના હોય છે કે જે આપણા શરીરમાં રહેલા એલ્વિઓલર બેરિયરને પાર કરીને ફેફસાં સુધી પહોંચી જાય છે. ત્યારબાદ તે બ્લડસ્ટ્રીમમાં ભળીને આખા શરીરને નુકસાન પહોંચાડે છે.
Source link