સરકાર ઘોડાને ગઘેડો અને ગઘેડાને ઘોડો બનાવવા પણ સક્ષમ: વરૂણ પટેલે કયા મુદ્દે રોકડું પરખાવ્યું – Patidar leader Varun Patel spoke openly in a special podcast on News18 Gujarat | અમદાવાદ


Last Updated:

“આ મામલે પણ સમાજ આક્રોશિત છે. કારણ કે, જ્યારે સરકારે એક વાર વચન આપ્યું હોય અને તે પૂરું ન કરે તો તે છેતરપિંડી થઈ.” ન્યૂઝ18 ગુજરાતના સ્પેશિયલ પોડકાસ્ટમાં પાટીદાર નેતા વરુણ પટેલે ખુલીને વાત કરી.

ભાગેડુ લગ્ન મામલે સરકારે શું વચન આપ્યું છે?
ભાગેડુ લગ્ન મામલે સરકારે શું વચન આપ્યું છે?

અમદાવાદ: ભાગેડુ લગ્ન મામલે સરકારે શું વચન આપ્યું છે? શું સરકારે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરી શકે છે? પાટીદાર નેતા વરુણ પટેલે સમાજની માગ અને સરકારના વચન વિશે ચોખ્ખા શબ્દોમાં વાત માંડી. ન્યૂઝ18 ગુજરાતના સ્પેશિયલ પોડકાસ્ટમાં પાટીદાર નેતા વરુણ પટેલે ખુલીને વાત કરી.

ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર નેતા વરુણ પટેલે કહ્યું કે, “પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં નક્કી કર્યા પછી ભાગેડુ લગ્નના પ્રશ્નને લઇને સમગ્ર પાટીદાર સમાજ ગુજરાતમાં અલગ-અલગ રીતે સરકારને રજૂઆત કરી રહ્યો છે.”

“થોડા સમય પહેલા સરકારે વચન આપ્યું હતું”

લગ્ન નોંઘણીના કાયદામાં ફેરફારની માગ સાથે સરકારને કરાયેલી રજૂઆત અંગે વરુણ પટેલે જણાવ્યું કે, “થોડા સમય પહેલા સરકારે વચન આપ્યું હતું કે, આવનારા દિવસોમાં કાયદો બનાવી આપીશું અને આ કાયદો સુધારો થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી સરકારે પોતાનું વચણ પુરું કર્યું નથી. તેને લઇને સમાજ ચિંતિત છે કે, જ્યારે સરકારે આપણને કીધેલું છે તેમ છતાં પણ સરકારે આ વાત કેમ પૂરી કરી નથી. એટલે સરકાર ભાગેડુ લગ્નના કાયદામાં સુધારો લાવે.”

“….તો તે છેતરપિંડી થઈ”

વરુણ પટેલના જણાવ્યા અનુસાર, સરકારે લગ્ન નોંધણીના કાયદામાં સુધારાનું વચન આપ્યું છે. સરકાર વહેલામાં વહેલી તકે તે માગ પૂરી કરે. આ મામલે પણ સમાજ આક્રોશિત છે. કારણ કે, જ્યારે સરકારે એક વાર વચન આપ્યું હોય અને તે પૂરું ન કરે તો તે છેતરપિંડી થઈ.

સરકાર આવું કરવા માટે સક્ષમ છે? બંધારણીય રીતે કોઈ રસ્તો ખરો?

આ પ્રશ્નના જવાબમાં વરુણ પટેલે કહ્યું કે, “100 ટકા. સરકાર ઘોડાને ગઘેડો બનાવવા સક્ષમ છે. સરકારે ગઘેડાને ઘોડો બનાવવા પણ સક્ષમ છે. દેશમાં તમામ પાવર સરકાર પાસે હોય.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *