સુરત: એકે દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો ને બાદમાં ચાર નરાધમોએ દોઢ વર્ષ સુધી યુવતીને પીંખી – man committed rape and record video after other four men does gangrape for one and half years | સુરત


Last Updated:

સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ કુલ 5 લોકોએ દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. દોઢ વર્ષ સુધી બ્લેકમેઇલ કરી શારીરિક શોષણ અને લૂંટ કરાઈ હોવાની ફરિયાદ મળતા પોલીસે બેની ધરપકડ કરી છે.

News18
News18

સુરત: શહેરના વરાછા વિસ્તારમાંથી એક ગંભીર અને ચોંકાવનારી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટનાની મળતી માહિતી મુજબ, એક પરિણીત યુવકે પીડિત યુવતીને સૌપ્રથમ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું અને આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરીને આરોપી આ કાંડ કરતો હતો, આટલું જ નહીં આરોપીના અન્ય ચાર મિત્રોએ પણ આ વીડિયોને આધારે પીડિત યુવતીને બ્લેકમેલ કરી પોતાની હવસ સંતોષી હતી. જેથી પોલીસે હાલ આ મામલે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી લીધી છે અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ સામૂહિક દુષ્કર્મની ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની છે. જેમાં આરોપી અશોક કાઠી દરબાર નામના યુવક, જે પોતે પરિણીત છે, તેણે વર્ષ 2024માં પીડિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધી તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે તે 2024થી અત્યાર સુધી યુવતીને બ્લેકમેઇલ કરી આરોપી અશોક દરબાર સહિત તેના અન્ય ચાર મિત્રોએ પણ આ યુવતી સાથે દુષ્કર્મ આચરતા હતા.

છેલ્લા દોઢથી બે વર્ષના લાંબા સમયગાળામાં સતત ધમકી અને શોષણથી કંટાળીને અંતે પીડિત યુવતીએ હિંમત ભેગી કરી વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે પોલીસ ફરિયાદમાં પીડિત યુવતીએ મુખ્ય આરોપી તરીકે અશોક કાઠી દરબાર સહિત તેના મિત્રો લાલો, ભવદીપ આહિર, રણજીત આહિર અને અર્જુન આહિરના નામનો ઉલ્લેખ કર્યો છે. આ પાંચેય નરાધમોએ સાથે મળીને સતત દોઢથી બે વર્ષ સુધી યુવતીનું જુદા જુદા શારીરિક શોષણ કર્યું હતું.

આટલું જ નહીં, આ કેસમાં મુખ્ય આરોપી અશોક દરબારે તો પીડિત યુવતી પાસેથી અંદાજે 1 તોલાની સોનાની બુટ્ટી લૂંટી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ કેસમાં દુષ્કર્મ, બ્લેકમેઇલ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. ત્યારે આ ઘટના પ્રકાશમાં આવતા સુરત શહેરમાં ફરી એકવાર કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, આ કેસમાં પાંચ આરોપીઓમાંથી હાલ બે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. રણજીત આહિર અને અર્જુન આહિરને પોલીસે દબોચી લીધા છે, સાથે આ કેસમાં ફરાર અન્ય ત્રણ આરોપીઓને પકડવા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ ઘટનાએ સુરતમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા જગાવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *