સુરત: રૂપિયાની લેતી-દેતીમાં વેપારીનું અપહરણ, પોલીસે કાર સાથે ચાર આરોપીઓને દબોચ્યા-Surat Textile trader Diwakar Tiwari kidnapped police nab four accused along with Scorpio car | સુરત


સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારી દીવાકર તિવારીનું પિયુષ અગ્રવાલ સહિત પાંચ લોકો દ્વારા રૂપિયાની લેતી-દેતીના વિવાદમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસની ઝડપી કાર્યવાહીથી વેપારીને સલામત મુક્ત કરાવી આરોપીઓની ધરપકડ કરી છે.

Rapid Read

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, રૂપિયાની લેતી-દેતીના વિવાદને કારણે વેપારીનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે ગોડાદરા પોલીસની ઝડપી કાર્યવાહીથી વેપારીને સલામત મુક્ત કરાવી મુખ્ય આરોપી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

News18

વિગતે વાત કરીએ તો, આ ઘટનામાં ફરિયાદી દીવાકર તિવારી અને આરોપી પિયુષ અગ્રવાલ ટેક્સટાઇલ પેકેજિસના ધંધા સાથે સંકળાયેલા છે. બંને વચ્ચે વ્યવસાયિક લેવડ-દેવડના રૂપિયા અંગે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી. આ જ વિવાદે ગંભીર વળાંક લેતા ગત 19મી ફેબ્રુઆરીના રોજ દીવાકર તિવારીને ગોડાદરા વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પહેલેથી હાજર પિયુષ અગ્રવાલ સહિત 6થી 7 લોકોએ મળીને તેમનું અપહરણ કર્યું હતું.

અપહરણકારોએ તેમને જબરદસ્તી સ્કોર્પિયો કારમાં બેસાડી અજાણ્યા સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી અને શોધખોળ શરૂ કરી હતી, ત્યારે પોલીસની ઝડપી કામગીરીના પગલે અપહરણકારોને ડીંડોલી વિસ્તારના મધુરમ સર્કલ નજીક રોકવામાં સફળતા મળી હતી, જ્યાંથી પોલીસે વેપારીને સુરક્ષિત મુક્ત કરાવી ઘટનાસ્થળેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે હાલ આ કેસમાં અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર જપ્ત કરી ચારેક જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ પિયુષ અગ્રવાલ, વિવેક, સંજય, લક્કી અને સુકુમા તરીકે થઈ છે. જેમાં મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલની ભૂમિકા અંગે વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સમગ્ર કાવતરું રૂપિયા વસૂલવાના હેતુથી રચાયું હતું.

હાલ પોલીસે કેસમાં સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ રાખી છે. ત્યારે આ બનાવે ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતા ફેલાવી છે. પોલીસે વેપારીઓને નાણાકીય વ્યવહારોમાં કાયદેસર દસ્તાવેજીકરણ અને સુરક્ષા બાબતે સાવચેત રહેવા અપીલ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *