સુરત વેસુ Happy Elegance બિલ્ડિંગમાં પતિ પત્ની અને દીકરીનું મોત, આપઘાત તપાસ ચાલુ | સુરત


Last Updated:

સુરતના બાલ મુકુંદ પ્રકાશ ખેંતના પરિવારના સામૂહિક આપઘાત દરમિયાન સાસુ-સસરા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. સાસુ-સસરાને એક સુસાઇડ નોટ મળી હતી. જે બાદ વેસુ પોલીસને જાણ કરવામાં આવી હતી. 

વેસુનો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વેસુનો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત: શહેરના વેસુ વિસ્તારમાં એક કરુણ ઘટના ઘટી છે. શહેરનો પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આવેલી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કરુણ પગલા બાદ એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં પતિ, પત્ની અને બે દીકરીઓ સહિત કુલ 4 લોકોએ ઝેરી દવા પીધી હતી. જેમાં પતિ, પત્ની અને એક બાળકીનું એમ કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક બાળકીની સારવાર ચાલી રહી છે. વેસુનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારના ચાર લોકોએ જીવન ટૂંકાવ્યું

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના ચાર સભ્યોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ કરુણ ઘટનામાં પતિ, પત્ની અને બે દીકરીઓ સહિત કુલ 4 લોકોએ ઝેરી દવા પીધી હતી. જેમાં સારવાર દરમિયાન બાલ મુકુંદ પ્રકાશ ખેંત, તેમના પત્ની પ્રિયંકા અને દીકરીના મોત નીપજ્યા છે. જ્યારે એક દીકરીનો આબાદ બચાવ થયો છે. ભોગ બનનાર બંને દીકરીઓની ઉંમર આશરે પાંચથી સાત વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.

સાસુ-સસરાને એક સુસાઇડ નોટ મળી હતી

સામૂહિક આપઘાત દરમિયાન સાસુ-સસરા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. સાસુ-સસરાને એક સુસાઇડ નોટ મળી હતી. જે બાદ વેસુ પોલીસને જાણ કરવામાં આવી હતી.

વૈભવ રુંગટાને કારણે આપઘાત કર્યો?

માહિતી એવી પણ મળી રહી છે કે, પોલીસને ત્રણ પાનની સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં વૈભવ રૂંઘટા માનસિક ત્રાસ આપતો હોવાનું ઉલ્લેખવામાં આવ્યું છે. વૈભવ રૂંઘટા નામનો વ્યક્તિ આ પરિવારને રૂપિયા બાબતે માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વ્યક્તિ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો. તેણે પરિવારનું ટુવ્હિલર પણ પડાવી લીધું હોવાનું જણાવ્યું છે. આ પરિવારનું ક્રેડિટ કાર્ડ પણ પડાવી તેના પર ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે. વેસુ પોલીસ સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં થોડા દિવસ પહેલા પણ ઘટી હતી આવી ઘટના

સુરતમાં થોડા દિવસ પહેલા પણ આવી કરુણ ઘટના સામે આવી હતી. શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતા પરિવારના 3 સભ્યોના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા. આ અંગે લાલગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, આ પરિવાર થોડા દિવસ પહેલાં જ સાઉદી અરેબિયાની યાત્રા પૂર્ણ કરીને સુરત પરત ફર્યો હતો. મૃતકોની ઓળખ ફૈઝ અહેમદ (ઉંમર 36), તેમની પત્ની મુબીના અહેમદ (ઉંમર 32) અને તેમના પુત્ર નોમાન અહેમદ (ઉંમર આશરે 12થી 13 વર્ષ) તરીકે કરવામાં આવી છે. પરિવાર હરિપુરાની સોય શેરીમાં રહેતો હતો અને સામાન્ય જીવન જીવતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *