સોનાથી બનેલું અદ્ભૂત ચિત્ર – A wonderful picture made of gold | સુરત


Last Updated:

સુરતમાં રાજસ્થાનની 400થી 500 વર્ષ જૂની મિનિએચર પેઇન્ટિંગ કલા જીવંત બની ઊભરી આવી છે. જયપુરના પ્રખ્યાત મિનિએચર આર્ટિસ્ટ હરિનારાયણ મારોટીયા પોતાની પેઢીગત પરંપરાગત કળાને આજે પણ શુદ્ધ સોના અને પ્રાકૃતિક રંગોથી સંવારી રહ્યા છે. નાનકડા કાગળ પર અદભૂત સૌંદર્ય ઊભું કરતી આ કલા ભારતના સાંસ્કૃતિક વારસાની અનમોલ ઓળખ બની ગઈ છે.

+

સોનાથી

સોનાથી બનેલું અદ્ભૂત ચિત્ર

સુરત: રાજસ્થાનની ધરતી પર જન્મેલી મિનિએચર પેઇન્ટિંગ કલા માત્ર ચિત્રકામ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસાની જીવંત ઓળખ છે. જયપુરના પ્રખ્યાત મિનિએચર પેઇન્ટિંગ આર્ટિસ્ટ હરિનારાયણ મારોટીયા આ પરંપરાગત કલાને પેઢી દર પેઢી આગળ ધપાવી રહ્યા છે. જ્યારે તેઓ સુરત આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ કલા આશરે 400 થી 500 વર્ષ જૂની છે અને વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ધરાવે છે.

રાજસ્થાની મિનિએચર પેઇન્ટિંગનું સ્થાન તે જ રીતે વિશેષ છે જેમ બિહારની મધુબની આર્ટ અને ગુજરાતની કચ્છની પરંપરાગત કળાઓનું છે. નાનામાં નાનાં આકારમાં પણ અદભૂત વિગત અને સૌંદર્ય તૈયાર કરવું એ મિનિએચર પેઇન્ટિંગની ખાસિયત છે. હરિનારાયણ મારોટીયાના પરદાદા, દાદા અને પિતા પણ આ જ કલા સાથે જોડાયેલા હતા. હાલ તેઓ અને તેમના બે ભાઈઓ આ પરંપરાને જાળવી રાખી રહ્યા છે. પરિવારને આ ક્ષેત્રમાં નેશનનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, જે તેમની મહેનત અને પ્રતિભાનું પ્રતિબિંબ છે. આ મિનિએચર પેઇન્ટિંગમાં એનિમલ, બર્ડ, ફ્લાવર, લેન્ડસ્કેપ, ભગવાન અને પર્યાવરણ જેવા વિવિધ વિષયો આવરી લેવાય છે. દરેક ચિત્રમાં સૂક્ષ્મ રેખા, બ્રાઇટ કલર અને જીવંત અભિવ્યક્તિ જોવા મળે છે.

ખાસ વાત એ છે કે આ ચિત્રોમાં પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ થાય છે. પહાડી વિસ્તારોમાંથી મળતા પથ્થરોને પીસીને રંગ તૈયાર કરવામાં આવે છે. સાથે સાથે બાવળના ઝાડમાંથી મળતા પ્રાકૃતિક ગુંદરનો ઉપયોગ રંગને કાગળ પર સ્થિર રાખવા માટે થાય છે. ગોલ્ડન ટચ માટે કલાકારો શુદ્ધ સોનાનો ઉપયોગ કરે છે. શુદ્ધ સોનાને ખાસ પ્રક્રિયા દ્વારા તૈયાર કરીને ચિત્રમાં સૂક્ષ્મ રીતે લગાવવામાં આવે છે. રાજસ્થાની લોક વાદ્યોના મિનિએચર આકારો પણ સોનાથી બનાવવામાં આવ્યા છે, જે આ કલાને વધુ અનોખી બનાવે છે.

એક મિનિએચર કૃતિ તૈયાર કરવામાં ઓછામાં ઓછો એક મહિનો અને કેટલીક વખત એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આજના આધુનિક સમયમાં પણ આ પરંપરાગત કલા જીવંત રહે તે માટે કલાકારો સતત પ્રયત્નશીલ છે. આ અંગે જયપુરના મિનિએચર પેઇન્ટિંગ આર્ટિસ્ટ હરિનારાયણ મારોટીયાએ જણાવ્યું હતું કે, મિનિએચર પેઇન્ટિંગ આર્ટ રાજસ્થાનની અને ભારત દેશની વર્ષો જૂની આર્ટ છે. જે રીતે બિહારની મધુબની, ગુજરાતની કચ્છી આર્ટવર્ક છે તે રીતે આ રાજસ્થાનની આર્ટ વર્ક છે. જે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. તે 400 થી 500 વર્ષ જૂની આર્ટ છે.

આ પણ વાંચો: નોકરી છોડીને બનાવ્યા કેમિકલમુક્ત સાબુ, યુવાને બનાવેલા આ સાબુની માંગ વધુ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ આર્ટફોર્મમાં એનિમલ, બર્ડ, ફ્લાવર, લેન્ડસ્કેપ, ભગવાન, જ્વેલરી અને પર્યાવરણના વિષય પર હોય છે. તેમાં પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે. પહાડી વિસ્તારમાંથી મળેલા સ્ટોનમાંથી કલર બનાવીને બાવળના ઝાડ પરથી મળતા પ્રાકૃતિક ગુંદરનો ઉપયોગ કરીને આ મિનિએચર પેઇન્ટિંગ બનાવવામાં આવે છે. એટલું જ નહીં ગોલ્ડન કલર માટે શુદ્ધ સોનાનો ઉપયોગ કરીએ છીએ. જેમાંથી રાજસ્થાની ફોક ઇન્સ્ટ્રુમેન્ટના મિનિએચર સોનામાંથી તૈયાર કર્યા છે. જેને બનાવવામાં ઓછામાં ઓછા એક મહિનાથી લઈને એક વર્ષ સુધીનો સમય લાગે છે. મિનિએચરની કિંમત 500 રૂપિયાથી શરૂ કરીને 10 લાખ સુધી જાય છે. તેને તૈયાર કરવામાં લાગતા સમય અને વસ્તુ અનુસાર કિંમત નક્કી થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *