સોના-ચાંદીના ભાવ આજે કેટલા વધ્યા?:કિલો ચાંદીનો ભાવ રુ. 2.62 લાખે પહોંચ્યો, જાણો ખરીદતી વખતે શું ધ્યાન રાખશો?




સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 3,515 રૂપિયા વધીને 1,55,593 રૂપિયા થયો છે. આ પહેલાં એ 1,52,078 રૂપિયા પર હતો. ચાંદી 16,826 રૂપિયા વધીને 2,61,755 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આ પહેલાં એ 2,44,929 રૂપિયા પર હતી. ઝવેરીબજારમાં સોનાએ 29 જાન્યુઆરીએ 1,76,121 અને ચાંદી 3,85,933 રૂપિયા ઓલટાઈમ હાઈ પર પહોંચી હતી. સસ્તા ભાવે ખરીદી કરી રહ્યા છે લોકો છેલ્લા ત્રણ કારોબારી સત્રોમાં સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન સોનું લગભગ 15% સુધી સસ્તું થયું હતું. હવે ભાવ સ્થિર થતાં જ રોકાણકારોએ નીચલા સ્તરે ખરીદી શરૂ કરી દીધી છે, જોકે નિષ્ણાતોનું કહેવું છે કે હાલ સોના-ચાંદીમાં એકસાથે પૈસા રોકવાનું ટાળવું જોઈએ. એના બદલે ધીમે ધીમે રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે. 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘાં સોનું ખરીદતી વખતે આ 2 બાબતનું ધ્યાન રાખો 1. પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક, એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે એની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *