સોમવારથી શેરબજારની કેવી રહેશે ચાલ? કયા-કયા ફેક્ટર્સ કરશે અસર? જાણી લો – movement from monday which factors will have an impact find out everything | સ્ટોક માર્કેટ સમાચાર
Last Updated:
Stock Market: 9 ફેબ્રુઆરી 2026થી શરૂ થતા અઠવાડિયામાં શેરબજારમાં હલચલ વધી શકે છે. સ્ટોક માર્કેટની ચાલ અનેક મહત્વના પરિબળો (ફેક્ટર્સ) પર નિર્ભર રહેશે. મોંઘવારીના આંકડા અને Q3 કંપનીઓના પરિણામો સહિત અનેક મહત્વના આંકડા જાહેર થવાના છે. જાણો કઈ-કઈ બાબતોની બજાર પર અસર જોવા મળી શકે છે.
Stock Market: 9 ફેબ્રુઆરી 2026થી શરૂ થતા અઠવાડિયામાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ મોંઘવારીના આંકડા, વિદેશી રોકાણકારોની ટ્રેડિંગ ગતિવિધિઓ અને વૈશ્વિક સંકેતો દ્વારા નક્કી થશે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ ઉપરાંત ભૂ-રાજકીય ઘટનાઓ અને ત્રીજા ત્રિમાસિકના પરિણામો એટલે કે Q3 Results પણ બજારની દિશા નક્કી કરશે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ભારતમાં રોકાણકારોની 12 ફેબ્રુઆરીએ જાહેર થનારા રિટેલ મોંઘવારીના આંકડા પર ખાસ નજર રહેશે. આ આંકડાઓથી શેરની કિંમતોના રુઝાનનો સંકેત મળશે. આ સાથે 13 ફેબ્રુઆરીએ આવી રહેલો વિદેશી ચલણનો ડેટા પણ મહત્વનો રહેશે, જેનાથી દેશના બાહ્ય સેક્ટરની સ્થિતિ સમજી શકાશે.
Religare Broking Ltdના SVP અને રિસર્ચ હેડ અજિત મિશ્રાના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયું ઘરેલુ અને વૈશ્વિક બંને સ્તરે અનેક મહત્વના ટ્રિગર્સથી ભરેલું છે. તેમણે કહ્યું કે, અર્નિંગ સીઝન હજુ પણ સક્રિય છે અને Titan Company તથા Mahindra and Mahindra જેવી મોટી કંપનીઓના પરિણામો આવવાના છે, જેનાથી આ કંપનીઓના શેરમાં ભારે હલચલ જોવા મળી શકે છે.
વૈશ્વિક સ્તરે રોકાણકારોની નજર અમેરિકાના ભારે આર્થિક ડેટા કેલેન્ડર પર રહેશે. આ ઉપરાંત તાજેતરના ઘટાડા પછી Nasdaq Compositeના પ્રદર્શન પર પણ બજાર સહભાગીઓની નજર રહેશે. મિશ્રાએ એમ પણ કહ્યું કે, ભૂ-રાજકીય ઘટનાઓ અને તેની કોમોડિટી બજાર પર પડતી અસરને પણ નજીકથી જોવામાં આવશે.
Q3 અર્નિંગ્સના મોરચે આ અઠવાડિયે Ashok Leyland, ONGC, Bajaj Electricals અને Eicher Motors જેવી કંપનીઓ પોતાના નાણાકીય પરિણામો જાહેર કરશે, જેનાથી બજારમાં હલચલ વધી શકે છે.
ભારત અને અમેરિકાએ શનિવારે એક અંતરિમ વેપાર કરાર (India US Trade Deal)ના ફ્રેમવર્ક પર સંમતિ દર્શાવી છે. આ અંતર્ગત બંને દેશો પરસ્પર વેપાર વધારવા માટે અનેક વસ્તુઓ પર આયાત શુલ્ક (Import duty) ઘટાડશે. અમેરિકા ભારતીય વસ્તુઓ પર ટેરિફને હાલના 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે. તો સમયે ભારત અમેરિકાના તમામ ઔદ્યોગિક ઉત્પાદનો અને અનેક ખાદ્ય તથા કૃષિ ઉત્પાદનો પર આયાત શુલ્ક (Import duty) ખતમ કરશે અથવા ઘટાડશે.
Enrich Moneyના CEO પોનમુદિ આરનું કહેવું છે કે, યુનિયન બજેટ 2026 અને RBIના મોનેટરી પોલિસીના નિર્ણયો હવે બજારમાં ઘણી હદ સુધી સમાવિષ્ટ થઈ ગયા છે. તે પછી ભારતીય શેરબજાર એક કન્સોલિડેશન ફેઝમાં પ્રવેશી ગયું છે, જ્યાં રોકાણકારોનું ધ્યાન હવે કેપેક્સ અને વાસ્તવિક ખર્ચની ગતિ પર છે. તેમણે કહ્યું કે, કુલ મળીને બજારની ભાવના હાલ સતર્ક પરંતુ સકારાત્મક બની રહી છે. આવનારા સમયમાં બજારની ચાલ ગ્લોબલ સંકેતો, મૂડી પ્રવાહ અને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી ભૂ-રાજકીય ઘટનાઓ પર નિર્ભર રાખશે.
આપને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે BSE સેન્સેક્સમાં 2,857.46 પોઈન્ટ એટલે કે 3.53 ટકાની તેજી આવી હતી, જ્યારે NSE નિફ્ટીમાં 868.25 પોઈન્ટ એટલે કે 3.49 ટકાનો વધારો નોંધાયો હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Mumbai,Maharashtra
