સ્મૃતિ મંધાના, શેફાલી વર્માની ઝલક જોવા ચાહકોની ભીડ:દિલ્હી, મુંબઇ અને બેંગલુરૂની ટીમ વડોદરા પહોંચી, પુત્ર સાથે વિદેશી ક્રિકેટરે સૌનું ધ્યાન ખેંચ્યું: કાલથી WPLની મેચ શરૂ




વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલથી વુમન્સ પ્રીમિયર લીગની મેચો રમાશે. જેને લઈને તમામ ટીમો વડોદરા આવી રહી છે. આજે દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ વડોદરા એરપોર્ટ આવી પહોંચી હતી. ચાર ખેલાડીઓની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. આવતીકાલે પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. દિલ્હી, મુંબઇ અને બેંગલુરુની ટીમ વડોદરા પહોંચી
વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી. શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બાકીની 11 મેચ હવે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાશે. 3 ફેબ્રુઆરીના એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચમાં પણ સામેલ છે. આ તમામ મેચ રમવા માટે આજે વડોદરા એરપોર્ટ પર દિલ્હી કેપિટલ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ પહોંચી હતી. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાની મનપસંદ ખેલાડીઓને જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી તમામ ટીમો હોટલ ઉપર જવા રવાના થઇ હતી. મહિલા કિક્રિકેટરની ઝલક જોવા ચાહકોની ભીડ
આ ક્રિકેટરોમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડરીક, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, વડોદરાની રાધા યાદવ સહિતની ક્રિકેટરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વિદેશી ક્રિકેટરો પણ વડોદરા પહોંચ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સની એક વિદેશી ક્રિકેટર તો પોતાના પુત્ર સાથે પહોંચી હતી. જેને સૌ કોઈ લોકોને ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદ પણ પહોંચ્યા હતા. ‘મને મારી ફેવરિટ પ્લેયર શૈફાલી વર્મા અહીં મળી ગઈ’: વૈશાલી રાજપૂત
ક્રિકેટરસિક વૈશાલી રાજપૂતે જણાવ્યું હતું કે, હું તો અહીં મારા મિત્રને મૂકવા આવી હતી. હું તાજેતરમાં જ પુરીથી આવી છું એટલે જગન્નાથ બાબાના આશીર્વાદ હતા. એટલે મને મારી ફેવરિટ પ્લેયર શૈફાલી વર્મા અહીં મળી ગઈ. અહીં 3 ટીમો જોવા મળી. હું એટલું જ કહીશ કે ટીમ ઈન્ડિયાના જે મહિલા પ્લેયર્સ છે, એમને અમે બહુ સારી રીતે ઓળખીએ છીએ. આજે જ્યારે અમે તેમને મળ્યા ત્યારે બધાએ જે રીતે પ્રતિસાદ આપ્યો, એમને બધાએ ‘હાય’ કર્યું, તે જોઈને અમે ખૂબ જ આનંદિત અને ગ્રેડફુલ અનુભવીએ છીએ. ઓટોગ્રાફ લેવા માટે આવ્યો હતો: પ્રેમ સોલંકી
ક્રિકેટરસિક પ્રેમ સોલંકીએ જણાવ્યું હતું કે, હું અહીં મહિલા ક્રિકેટરોને જોવા માટે અને તેમનો ઓટોગ્રાફ લેવા માટે આવ્યો હતો. જોકે, રૂબરૂ મળવાનું તો ન થયું પણ તેમને જોઈ શકાયા. મારા ફેવરિટ ક્રિકેટર સ્મૃતિ મંધાના છે. મેં એમને નજીકથી જોયા હતા. મેં તેમને પહેલીવાર જોયા છે અને મને ખૂબ જ સારું લાગ્યું છે. આ પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમ ગઈકાલે વડોદરા આવી પહોંચી હતી. આજે દિલ્હી કેપિટલ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો વડોદરા આવી પહોંચી છે અને આવતીકાલે સોમવારે યુપી વોરિયર્સની ટીમ પણ વડોદરા આવશે. ફાઇનલ સહિતની 11 મેચ વડોદરામાં યોજાશે
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વુમન્સ પ્રીમિયર લીગની મેચો વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેના સારા આયોજન બાદ આ વર્ષે ફરી વડોદરાને વુમન્સ પ્રીમિયર લીગની મેચોનું આયોજન કરવાની તક મળી છે. આ વર્ષે ફાઇનલ સહિતની 11 મેચ વડોદરામાં યોજાશે. હાલમાં ચાલી રહેલી WPL 2026ના નવી મુંબઈ તબક્કાના સમાપન પછી, ગુજરાત જાયન્ટ્સ આ સીઝનમાં તેમની બાકીની મેચ રમવા માટે શનિવારે રાત્રે વડોદરા પહોંચી હતી. જુઓ PHOTOS…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *