હાર્દિકે ફિફ્ટી ફટકાર્યા બાદ માહિકાને ફ્લાઇંગ કિસ આપી, VIDEO:ભારતે બીજો સૌથી મોટો ટોટલ બનાવ્યો, એક ઈનિંગમાં હાઈએસ્ટ સિક્સર પણ ફટકારી; મેચ મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
![]()
ગુરુવારે ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ સાથે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં બંને ટીમોએ મળીને 440 રન બનાવ્યા. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 256 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વેએ પણ દમ દેખાડ્યો, પરંતુ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 184 રન જ બનાવી શકી. ભારતે 72 રનથી મેચ પોતાના નામે કરી. ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિકે માહિકાને ફ્લાઈંગ કિસ આપી જેવી હાર્દિકે પોતાની ફિફ્ટી પૂરી કરી, તેણે તરત જ બેટ ઉંચુ કરીને સ્ટેન્ડમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા તરફ જોયું અને તેને ફ્લાઈંગ કિસ આપી હતી. આ દરમિયાન માહિકા પણ સ્ટેન્ડમાં હાર્દિકને ખૂબ જ ઉત્સાહથી ચીયર કરતી જોવા મળી હતી અને તેણે પણ સામે હાર્દિકને ફ્લાઈંગ કિસ આપીને અભિવાદન ઝીલ્યું હતું. મેચ દરમિયાન હાર્દિકને ચીયર કરતી માહિકા વાંચો IND Vs ZIM મેચના ટોપ રેકોર્ડ્સ… 1. ભારતે ટી-20 વર્લ્ડ કપનો બીજો સૌથી મોટો ટોટલ બનાવ્યો ભારતે ટી-20 વર્લ્ડ કપનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. ટીમે 4 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા. ભારતથી આગળ માત્ર શ્રીલંકા છે, જેણે 2007માં કેન્યા સામે 260 રન બનાવ્યા હતા. 2. ભારતે એક ટી-20 વર્લ્ડ કપ ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારી ભારતે 17 સિક્સર ફટકારી, જે કોઈ એક વર્લ્ડ કપ ઇનિંગમાં ટીમની સૌથી વધુ સિક્સર છે. આ પહેલા ભારતે 2024માં ઓસ્ટ્રેલિયા સામે 15 સિક્સર ફટકારી હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધીમાં 63 છગ્ગા ફટકાર્યા છે, જે કોઈ એક એડિશનમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. આ મામલે માત્ર વેસ્ટ ઈન્ડિઝ (66) ભારતથી આગળ છે. 3. ભારતે ટી-20 વર્લ્ડ કપમાં 5મી વખત 200+નો કુલ સ્કોર બનાવ્યો ભારતે ઝિમ્બાબ્વે સામે 256 રન બનાવીને ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં 5મી વખત 200+ના સ્કોરનો આંકડો પાર કર્યો. આ યાદીમાં ભારત બીજા સ્થાને છે, જ્યારે સાઉથ આફ્રિકા 6 વખત 200+નો કુલ સ્કોર બનાવીને ટોચ પર છે. 4. ટી-20 વર્લ્ડ કપનો બીજો સૌથી વધુ એગ્રીગેટ સ્કોર બન્યો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે કુલ 440 રન બન્યા, જે ટી-20 વર્લ્ડ કપ ઇતિહાસનો બીજો સૌથી મોટો મેચ એગ્રીગેટ છે. આ યાદીમાં ટોચ પર 2016માં વાનખેડેમાં રમાયેલી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડની મેચ છે, જેમાં 459 રન બન્યા હતા. રસપ્રદ વાત એ છે કે 2007ના પહેલા વર્લ્ડ કપમાં પણ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 418 રન બન્યા હતા, જે આજે પણ ટોપ હાઈ-એગ્રીગેટ મેચોમાં સામેલ છે. 5. હાર્દિક નંબર-5 કે તેથી નીચે સૌથી વધુ ફિફ્ટી ફટકારનાર ખેલાડી મિડલ-ઓર્ડર અને ફિનિશર રોલમાં ભારતના હાર્દિક પંડ્યાનો રેકોર્ડ ટી-20 વર્લ્ડ કપમાં ખૂબ જ શાનદાર રહ્યો છે. નંબર-5 કે તેનાથી નીચે બેટિંગ કરતા તેણે 4 ફિફ્ટી ફટકારી છે, જે આ પોઝિશન પર કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ છે. તે પહેલા ડેવિડ મિલર, શોએબ મલિક અને માર્કસ સ્ટોઇનિસે 3-3 ફિફ્ટી ફટકારી હતી. 6. ઝિમ્બાબ્વે સામે સૌથી મોટો પાવરપ્લે ટોટલ બન્યો ઝિમ્બાબ્વે સામે ટી-20 વર્લ્ડ કપમાં સૌથી મોટો પાવરપ્લે સ્કોર બન્યો છે. ભારતે શરૂઆતની 6 ઓવરમાં 80 રન બનાવ્યા. આ ઓવરઓલ ભારતનો વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી મોટો પાવરપ્લે ટોટલ પણ છે. આ જ વર્લ્ડ કપમાં નામિબિયા સામે 86/1 રન બનાવીને ભારતે શ્રેષ્ઠ પાવરપ્લે ટોટલ નોંધાવ્યો હતો. 7. રઝા ટી-20માં 3 હજાર રન અને 100 વિકેટ લેનારા બીજા ખેલાડી ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાએ T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. તેઓ 3000થી વધુ રન બનાવનાર અને 100થી વધુ વિકેટ લેનાર દુનિયાનો બીજો ખેલાડી બની ગયો છે. તેમની પહેલા આ કારનામું મલેશિયાના વીરનદીપ સિંહ કરી ચૂક્યા છે. 8. નગારવા ઝિમ્બાબ્વે માટે એક સ્પેલમાં સૌથી વધુ રન આપનાર બોલર રિચાર્ડ નગારવા ઝિમ્બાબ્વે માટે ટી-20 ઇન્ટરનેશનલના સૌથી મોંઘા બોલર સાબિત થયા. તેમણે પોતાની 4 ઓવરમાં 62 રન આપ્યા. આ કોઈપણ ઝિમ્બાબ્વે બોલર દ્વારા એક ઇનિંગ્સમાં આપવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ મપોફુના નામે નોંધાયેલો હતો. 9. મપોસા વર્લ્ડ કપના ડેબ્યૂ ઓવરમાં બીજો સૌથી મોંઘો બોલર ઝિમ્બાબ્વેના ટિનોટેન્ડા મપોસાએ પોતાની ટી-20 વર્લ્ડ કપની પ્રથમ ઓવર ખૂબ જ મોંઘી નાખી. તેમણે ભારત સામે 23 રન ખર્ચ કર્યા, જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં કોઈ બોલરની ડેબ્યૂ ઓવરમાં બીજા સૌથી વધુ રન છે. આ યાદીમાં તેમની આગળ માત્ર કેન્યાના સ્ટીવ ટિકોલો છે, જેમણે 2007 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે પોતાની એકમાત્ર ઓવરમાં 25 રન આપ્યા હતા. ——————————————————- જો ક્રિકેટનો કીડો છે તો આ સુપર ક્વિઝ સોલ્વ કરો
શું તમે તમારી જાતને ક્રિકેટના સુપર ફેન માનો છો? આખા T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન દિવ્ય ભાસ્કરની ખાસ ગેમ ‘SUPER ઓવર’માં રોજ ક્રિકેટ સંબંધિત 6 પ્રશ્નો તમારા ક્રિકેટ જ્ઞાનની ચકાસણી કરશે. જેટલો જલ્દી સાચો જવાબ આપશો તેટલા વધુ રન બનશે. જેટલા વધુ રન બનશે, લીડરબોર્ડમાં તેટલા જ ઉપર આવશો. તો રોજ રમો અને ટુર્નામેન્ટના ટોપ સ્કોરર બનો. અત્યારે રમો SUPER ઓવર…
Source link