1 શેર પર 70 રૂપિયાનું ડિવિડન્ડ જોઈતું હોય તો છેલ્લો મોકો, 10 નવેમ્બરે ખરીદી લેજો આ શેર- If you want a dividend of Rs 70 on 1 share, this is the last chance, buy this share on November 10 | વેપાર


Last Updated:

નુવામા વેલ્થ મેનેજમેન્ટના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર શુક્રવારે, 7 નવેમ્બરે BSE પર 7296.70 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીનું માર્કેટ કેપ 26,300 કરોડ રૂપિયાથી વધુ છે.

10 નવેમ્બરે ખરીદી લેજો આ શેર
10 નવેમ્બરે ખરીદી લેજો આ શેર

નવી દિલ્હીઃ નુવામા વેલ્થ મેનેજમેન્ટ તેના શેરહોલ્ડર્સને નાણાકીય વર્ષ 2026 માટે 70 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડન્ડ આપશે. આ માટે રેકોર્ડ તારીખ 11 નવેમ્બર 2025 છે. આ તારીખ સુધી જેમના નામ કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડ્સમાં શેરોના લાભાર્થી માલિક તરીકે નોંધાયેલા હશે, તેઓ ડિવિડેન્ડ મેળવવા પાત્ર હશે. કંપની સપ્ટેમ્બર 2023માં શેરબજારોમાં લિસ્ટ થઈ હતી.

નુવામા વેલ્થ મેનેજમેન્ટના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર શુક્રવારે, 7 નવેમ્બરે BSE પર 7296.70 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીનું માર્કેટ કેપ 26,300 કરોડ રૂપિયાથી વધુ છે. સપ્ટેમ્બર 2025ના અંત સુધી પ્રમોટર્સ પાસે 54.65 ટકા હિસ્સેદારી હતી.

Nuvama Wealth Managementનો શેર 2 વર્ષમાં 165% વધ્યો

નુવામા વેલ્થ મેનેજમેન્ટનો શેર 6 મહિનામાં 22 ટકા મજબૂત થયો છે. 2 વર્ષમાં કિંમત 165 ટકા વધી છે. BSE પર શેરનું 52 સપ્તાહનું ઉચ્તમચ સ્તર 8,510 રૂપિયા છે, જે 30 જૂન 2025ના રોજ સર્જાયું હતું. 52 સપ્તાહનું નીચુ સ્તર 4567.80 રૂપિયા 7 એપ્રિલ 2025ના રોજ જોવા મળ્યુ હતુ. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે શેર માટે ‘બાય’ રેટિંગ સાથે 9100 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે.

લિસ્ટિંગ પછી ચોથી વાર ડિવિડેન્ડ આપી રહી છે કંપની

કંપની લિસ્ટ થયા પછી ચોથી વાર ડિવિડેન્ડ આપી રહી છે. આ પહેલા તે 69 રૂપિયા, 63 રૂપિયા અને 81.50 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડેન્ડ આપી ચૂકી છે. નુવામા વેલ્થ મેનેજમેન્ટનો જુલાઈ-સપ્ટેમ્બર 2025 ક્વાર્ટર ગાળામાં શુદ્ધ સ્ટેન્ડઅલોન નફો 46.35 કરોડ રૂપિયા રહ્યો છે. આ દરમિયાન સ્ટેન્ડએલોન રેવન્યુ 187.73 કરોડ રૂપિયા નોંધાયું છે. નાણાકીય વર્ષ 2025માં સ્ટેન્ડએલોન રેવન્યુ 1,354.38 કરોડ રૂપિયા અને શુદ્ધ નફો 597.71 કરોડ રૂપિયા રહ્યો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *