29 km of road built in 24 hours on Bengaluru-Vijayawada Expressway | બેંગલુરુ-વિજયવાડા એક્સપ્રેસવે પર 24 કલાકમાં 29 કિમી રોડ બન્યો: 10,675 મેટ્રિક ટન ડામર પાથરવામાં આવ્યો; NHAIએ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા
વિજયવાડા2 કલાક પેહલા
- કૉપી લિંક

NHAIએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું.
NHAIએ આંધ્ર પ્રદેશમાં બેંગલુરુ-કડપ્પા-વિજયવાડા ઇકોનોમિક કોરિડોર (NH-544G) પર બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. રાજપથ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 24 કલાકમાં 28.95 (14.5 કિમી ડબલલેન) કિલોમીટર રોડ બનાવવામાં આવ્યો. આ સાથે 10,675 મેટ્રિક ટન બિટુમિનસ કોંક્રિટ (ડામર) પથરવામાં આવ્યો.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા X પર આ અંગે પોસ્ટ કરી. મુખ્યમંત્રીએ તેને ભારત અને આંધ્ર માટે ગર્વની ક્ષણ ગણાવી.
આ પ્રોજેક્ટ ભારતમાલા ફેઝ-2 હેઠળ શરૂ થયો હતો. તેમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંને પ્રકારના રસ્તાઓ બની રહ્યા છે. આનાથી આ રૂટ પર મુસાફરી કરનારાઓને ભીડભાડવાળા શહેરો અને જૂના હાઈવે પર જવું પડશે નહીં.
વર્લ્ડ રેકોર્ડ સંબંધિત 2 તસવીરો…

NHAI એ 24 કલાકમાં રોડ બનાવીને બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા.

NHAIના કામને આંધ્ર સીએમએ પણ બિરદાવ્યું.
624 કિમી લાંબો છે એક્સપ્રેસવે
એક્સપ્રેસવેની કુલ લંબાઈ 624 કિલોમીટર છે. તેમાં ગ્રીનફિલ્ડ ભાગ કોડિકોંડાથી અડંકી/મુપ્પાવરમ સુધી લગભગ 342 કિમીનો છે. બ્રાઉનફિલ્ડમાં બેંગલુરુ-કોડિકોંડા (73 કિમી, NH-44 પર) અને અડંકી-વિજયવાડા (113 કિમી, NH-16 પર) નો સમાવેશ થાય છે. તેનો ખર્ચ 19,320 કરોડ રૂપિયા છે.
આ માર્ગ ગુંટુર, પ્રકાશમ, કુર્નૂલ અને કડપ્પા જિલ્લાઓમાંથી પસાર થશે. આનાથી અમરાવતીથી બેંગલુરુની મુસાફરી 11-12 કલાકથી ઘટીને 6 કલાક થઈ જશે. મુસાફરો અને માલસામાનની હેરફેર ઝડપી બનશે.
શું છે ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ?
ભારતમાલા પરિયોજનામાં ગ્રીનફિલ્ડનો અર્થ છે બિલકુલ નવી જગ્યાએ નવો માર્ગ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું. તેમાં પહેલાથી કોઈ માર્ગ કે માળખું હોતું નથી. ખાલી જમીન પર નવો હાઈવે બનાવવામાં આવે છે.
જ્યારે બ્રાઉનફિલ્ડનો અર્થ છે પહેલાથી બનેલા માર્ગો અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવું. તેમાં જૂના માર્ગને પહોળો કરવો અથવા અપગ્રેડ કરવો સામેલ છે, જેમ કે 4 લેન માર્ગને 6 લેનમાં બદલવો.
————
આ સમાચાર પણ વાંચો…
ફાસ્ટેગથી પાર્કિંગથી લઈને પેટ્રોલ સુધીનું પેમેન્ટ થશે:માર્ગ પરિવહન મંત્રાલય લાવી રહ્યું છે યોજના; 6 મહિનાનો ટ્રાયલ સફળ રહ્યો
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ફાસ્ટેગને મલ્ટિપર્પસ બનાવવાની તૈયારીમાં છે. આ અંતર્ગત હવે પાર્કિંગથી લઈને પેટ્રોલ સુધીનું પેમેન્ટ ફાસ્ટેગથી કરી શકાશે. આ માટે છ મહિનાથી ચાલી રહેલો ટ્રાયલ સફળ રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય છે કે ફાસ્ટેગનો ઉપયોગ માત્ર ટોલ ચુકવણી પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ યાત્રા દરમિયાન રસ્તા સિવાય મળતી સુવિધાઓની ચુકવણીમાં પણ થાય.