34°C in Rajasthan-Jharkhand; Sikkim Snowfall Traps Tourists
નવી દિલ્હી/દેહરાદૂન/ભોપાલ/જયપુર/લખનઉ2 મિનિટ પેહલા
- કૉપી લિંક

દેશમાં ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં 3 પ્રકારનું હવામાન ચાલી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ધુમ્મસની અસર છે. મેદાની રાજ્યોમાં દિવસનું તાપમાન 34નો આંકડો પાર કરી ગયું છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમના 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે.
રાજસ્થાનના બાડમેર, ઝારખંડના સરાયકેલા અને ચાઈબાસામાં ફેબ્રુઆરીમાં જ પારો 34 ડિગ્રીનો આંકડો પાર કરી ગયો છે. આ તરફ, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર બનેલા લો પ્રેશર એરિયાને કારણે 23 ફેબ્રુઆરીએ 10 રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
નોર્થ ઈસ્ટમાં સિક્કિમમાં રવિવારે ભારે હિમવર્ષા થઈ. આને કારણે રાજ્યના શેરેથાંગ વિસ્તારમાં જવાહરલાલ નેહરુ રોડ પર સિપ્સુ અને 16મી માઈલ વચ્ચે ત્સાંગુ પાસે લગભગ 350 પ્રવાસી વાહનો ફસાયેલા છે.
બાળકો સહિત લગભગ 46 પ્રવાસીઓને થોડા સમય માટે રહેવા અને સુરક્ષા માટે 17મી માઈલ પર આર્મી ટ્રાન્ઝિટ કેમ્પમાં મોકલી દેવામાં આવ્યા છે. સેનાએ સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારમાં વાહનોની અવરજવર રોકી દીધી છે.
હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, વિદર્ભ, બંગાળ, કેરળ, તમિલનાડુ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
બરફવર્ષાની તસવીરો…

સિક્કિમમાં સિપ્સુ અને ત્સાંગુ (ચાંગુ) વચ્ચે લગભગ 150 વાહનો ફસાયા છે.

ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે પોલીસ, સેના, GREF (જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ) ઓપરેશન ચલાવી રહી છે.

પિથોરાગઢના ધારચુલામાં હિમવર્ષાને કારણે અનેક ફૂટ સુધી બરફ જામી ગયો છે.

કેદારનાથમાં પણ રવિવારે બરફવર્ષા થઈ. અહીં 22 એપ્રિલથી યાત્રા શરૂ થવાની છે.
આગામી બે દિવસ હવામાન કેવું રહેશે…
- 24 ફેબ્રુઆરી: હિમાચલ પ્રદેશમાં હવામાન સ્વચ્છ રહેશે, ઉત્તરાખંડમાં હિમવર્ષાની શક્યતા, મેદાની વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.
- 25 ફેબ્રુઆરી: મેદાની અને નીચાણવાળા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે, ધુમ્મસ ન્યૂનતમ રહેશે.
