3×3 Hoopers League 2025 concluded with a great performance in Ahmedabad | અમદાવાદમાં 3×3 હૂપર્સ લીગ 2025નું શાનદાર પ્રદર્શન સાથે સમાપન થયું: ત્રીજી સીઝનમાં વયજુથ પ્રમાણે અને ઓપન કેટેગરીમાં 74 ટીમે ભાગ લીધો
1 કલાક પેહલા
- કૉપી લિંક

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત 3×3 હૂપર્સ લીગની ત્રીજી આવૃત્તિ 20 અને 21 ડિસેમ્બર, 2025ના રોજ બે દિવસની તીવ્ર સ્પર્ધા પછી, પાલડીના રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ટુર્નામેન્ટમાં આઠ સ્પર્ધાત્મક કેટેગરીઓમાં 74 ટીમે ભાગ લીધો હતો.
અમદાવાદ, ગુજરાતના અન્ય ભાગો અને શહેરોની ટીમે બોય્ઝ અને ગર્લ્સ માટે અંડર-12, અંડર-15 અને અંડર-18 કેટેગરી તે જ અંડર-23 બોય્ઝ અને મેન્સ વિભાગોમાં ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટ વિનર્સ અને રનર્સ-અપ
અંડર-12 બોય્ઝ: વિનર- અનમય | રનર્સ-અપ- એપલ ગ્લોબલ સ્કૂલ
અંડર-12 ગર્લ્સ: વિનર- અદાણી – A | રનર્સ-અપ- XUBC
અંડર-15 બોય્ઝ: વિનર- રિવરસાઇડ સ્કૂલ | રનર્સ-અપ- Rizzlers
અંડર-15 ગર્લ્સ: વિનર- સેન્ટ ઝેવિયર્સ લોયોલા બ્લુ | રનર-અપ- અદાણી સ્ટોર્મ્સ
અંડર- 18 બોય્ઝ: વિનર- જાવરા બાસ્કેટબોલ ક્લબ (મધ્યપ્રદેશ) | રનર-અપ- અદાણી શૂટર્સ
અંડર-18 ગર્લ્સ: વિનર- હૂપસ્ટર્સ | રનર-અપ- સેન્ટ ઝેવિયર્સ લોયોલા બ્લુ
અંડર-23 બોય્ઝ: વિનર- મેક્સા ક્લબ | રનર-અપ- શોડાઉન (સુરત)
મેન્સ: વિનર- મેક્સા ક્લબ | રનર-અપ- ધ એથ્લીટ મેન્ટાલિટી ક્લબ

