5 કૂતરાઓએ બાળકને ફાડી ખાધું:શરીરના અંગે-અંગમાં બચકાં ભર્યાં, પિતાએ છોડાવ્યો; જલંધરમાં માતા સાથે ખેતરે ગયું હતું




જલંધરમાં 5 કૂતરાના ટોળાએ 6 વર્ષના બાળકને ફાડી ખાધું. તે માતા સાથે ખેતરમાં પિતાને જમવાનું આપવા ગયો હતો. જ્યાં બાળક શૌચ કરવા માટે ખેતરમાં ગયો. આ દરમિયાન રખડતા કૂતરાના ટોળાએ તેને ઘેરી લીધો અને તેના પર હુમલો કર્યો. આ દરમિયાન કૂતરાઓએ તેના માથા પર સૌથી વધુ બચકાં ભર્યા, આ ઉપરાંત શરીરના અન્ય ભાગો પર પણ કરડ્યા. પુત્રની ચીસો સાંભળીને માતા-પિતા દોડી આવ્યા અને પુત્રને કૂતરાઓના પંજામાંથી છોડાવ્યો. ત્યારબાદ તેઓ તરત જ બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો. મૃતકની ઓળખ 6 વર્ષીય ઇતવારી તરીકે થઈ. બાળકના મૃત્યુ પહેલાની PHOTOS… પુત્ર માતા સાથે પિતાને જમવાનું આપવા ગયો હતો મૃતક બાળકના પિતા મુનેજરે જણાવ્યું કે તેઓ ખેતરોમાં બટાકા વાવી રહ્યા હતા. બપોરે પત્ની સાથે દીકરો જમવાનું આપવા આવ્યો હતો. ત્યારબાદ દીકરાએ શૌચાલય જવા માટે કહ્યું અને તે ખેતરમાં ગયો, ત્યાં દીકરા પર 5થી 6 કૂતરાના ટોળાએ હુમલો કર્યો. આ દરમિયાન કૂતરાઓએ તેના શરીરના દરેક અંગ પર કરડ્યા, દીકરાની ચીસો સાંભળીને તેઓ ભાગ્યા અને દીકરાને કૂતરાઓના પંજામાંથી બચાવ્યો. બાળક લોહીલુહાણ હતું અને બેહોશ થઈ ગયું હતું. ગંભીર હાલતમાં દીકરાને તાત્કાલિક સારવાર માટે જલંધર સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *