5 OTT Platforms Blocked for Porn Content in India


નવી દિલ્હી42 મિનિટ પેહલા

  • કૉપી લિંક

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB) એ મંગળવારે 5 ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ (OTT) ને બ્લોક કરી દીધા છે. જે પ્લેટફોર્મ પર કાર્યવાહી થઈ તેમાં મૂડએક્સવીઆઈપી, કોયલ પ્લેપ્રો, ડિજી મૂવીપ્લેક્સ, ફીલ અને જુગ્નુનો સમાવેશ થાય છે.

સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મ પર અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યું હતું. આ કન્ટેન્ટ આઈટી એક્ટ 2000, આઈટી નિયમ 2021, આઈપીસીની કલમ 292 અને મહિલાઓને ખોટી રીતે દર્શાવવા સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરતું જણાયું હતું.

આ પહેલીવાર નથી જ્યારે સરકારે OTT પ્લેટફોર્મને બ્લોક કર્યા હોય. ગયા વર્ષે જુલાઈમાં Ullu-ALTT સહિત 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ALTT એપ એપ્રિલ 2017માં ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરે લોન્ચ કરી હતી. જ્યારે ULLu એપ IIT કાનપુરથી ગ્રેજ્યુએટ વિભુ અગ્રવાલે 2018માં બનાવી હતી.

આ પહેલા માર્ચ 2024માં સરકારે અશ્લીલ કન્ટેન્ટને લઈને 18 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સાથે જ 19 વેબસાઈટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ બ્લોક કરી દીધા હતા.

ચાર કાયદા હેઠળ OTT એપ્સ પર પ્રતિબંધ

  • IT એક્ટ, 2000 (કલમ 67)- ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવી કે ફેલાવવી કાનૂની ગુનો છે.
  • IT એક્ટ, 2000 (કલમ 67A)- ઇન્ટરનેટ પર જાતીય પ્રવૃત્તિ સંબંધિત વીડિયો કે સામગ્રી પોસ્ટ કરવી ગેરકાનૂની છે.
  • BNS 2023 (કલમ 294)– જાહેર સ્થળોએ અશ્લીલ હરકત કરવી કે ગંદા શબ્દોનો ઉપયોગ કરવો દંડનીય ગુનો છે.
  • મહિલાઓનું અશ્લીલ (પ્રતિબંધ) અધિનિયમ 1986 (કલમ 4)- કોઈપણ માધ્યમથી મહિલાઓને અશ્લીલ કે અપમાનજનક સ્વરૂપમાં દર્શાવવી કાનૂની ગુનો છે.

લોકડાઉનમાં ALTT અને Ullu એપ ના દર્શકો વધ્યા

2020ના લોકડાઉન દરમિયાન જ્યારે OTT પ્લેટફોર્મ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું, ત્યારે ALTT અને Ullu એપ જેવા OTT પ્લેટફોર્મ્સ પર અશ્લીલ કન્ટેન્ટ વધુ પ્રસારિત થવા લાગ્યું.

મીડિયા રિપોર્ટ અનુસાર, જુલાઈ 2020માં એક એડલ્ટ કોમેડી શો માટે સૌથી વધુ સ્ટ્રીમિંગ (1.1 કરોડ) એક દિવસમાં ઓનલાઈન OTT પ્લેટફોર્મ MX પ્લેયર પર કરવામાં આવ્યું હતું.

આ રિપોર્ટ અનુસાર, ALTTની મે 2020ની વ્યુઅરશિપમાં 2019ની સરખામણીમાં 60%નો વધારો થયો. 2020માં તેના માસિક સક્રિય યુઝર્સ પણ 21% વધ્યા. આ OTT પર એડલ્ટ કન્ટેન્ટ વધુ છે.

ઓનલાઈન કન્ટેન્ટને લઈને સરકારની વર્તમાન ગાઈડલાઈન

ભારત સરકારે 2021માં ‘ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ’ બનાવ્યા હતા. તેને 6 એપ્રિલ, 2023ના રોજ અપડેટ કરવામાં આવ્યું. 30 પાનાની ગાઇડલાઇનમાં સોશિયલ મીડિયા, ફિલ્મ અને વેબ સિરીઝ માટેના નિયમો જણાવવામાં આવ્યા છે.

પેજ નંબર-28 પર ફિલ્મ, વેબ સિરીઝ અને એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ માટે જનરલ ગાઇડલાઇન્સ છે. તેમાં ટાર્ગેટ ઓડિયન્સના આધારે કેટેગરી નક્કી કરવી જરૂરી છે. એ ચેતવણી આપવી પણ જરૂરી છે કે તમે કઈ કન્ટેન્ટ બતાવી રહ્યા છો.

ગાઇડલાઇન્સ મુજબ, OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ગ્રીવાન્સ ઓફિસર રાખવા પડશે. કન્ટેન્ટ કાયદા મુજબ હોવી જોઈએ. તેમાં સેક્સ ન હોય, એન્ટી નેશનલ ન હોય અને બાળકો-મહિલાઓને નુકસાન પહોંચાડનારું ન હોય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *