7 vehicles collided in Indore, pickup truck crashed into car | ઇન્દોરમાં 7 વાહન અથડાયાં, કાર પર ચઢી પિકઅપ: 2 કિમીનો ઢાળ હતો, પૂરપાટ ઝડપે ટ્રક બેકાબૂ થઈ અને સામેના વાહનમાં ઘૂસી ગઈ
મ્હોઉ52 મિનિટ પેહલા
- કૉપી લિંક

ઢાળ પર એક પછી એક ગાડીઓ ટકરાતી ગઈ.
ઇન્દોરના મહુમાં 7 વાહનો એકબીજા સાથે અથડાયાં. ટ્રક અને ગેસ-ટેન્કર કાર પર ચડી ગયાં. આ અકસ્માત શનિવારે સવારે માનપુર ભેરુ ઘાટ પર થયો હતો. મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે.
નજરે જોનારે જણાવ્યું હતું કે ઘાટ સેક્શનમાં જ્યાં અકસ્માત થયો ત્યાં લગભગ બે કિલોમીટર સુધી ઢાળ છે. ઢાળ પરથી પૂરપાટ ઝડપે એક ટ્રક પસાર થઈ રહી હતી, જે બેકાબૂ થઈ ગઈ અને આગળ ચાલી રહેલા આઈસર વાહનમાં ઘૂસી ગઈ. આઈસરને ટક્કર લાગી તો એ આગળ કાર સાથે અથડાઈ ગયો. પછી એક કાર અને પિકઅપમાં ટક્કર થઈ.
માનપુર પોલીસ સ્ટેશનના પ્રભારી લોકેન્દ્ર હિહોરે જણાવ્યું હતું કે વાહનોમાં ટક્કર થઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી.
અકસ્માત પછીની 4 તસવીરો જુઓ…

હાઈવે પર 7 વાહન એકબીજા સાથે અથડાયાં.

ટ્રક અને ગેસ-ટેન્કર કાર પર ચડી ગયાં.

આઈસરને ટક્કર લાગી તો એ આગળ કાર સાથે અથડાઈ ગઈ.

ટ્રકની બ્રેક ફેલ થવાથી થયો અકસ્માત
ઇન્દોરથી હૈદરાબાદ જઈ રહેલા ટ્રક-ડ્રાઈવર મોહમ્મદ આરિફે જણાવ્યું હતું કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. સાઈડમાં જામ લાગ્યો હતો. એક સાઈડ બધી કારો હતી, બાળકો હતાં. તો ટ્રક બીજી સાઈડ વાળી લીધી, ત્યાં ટ્રેલર સાથે ટકરાઈ. પહેલા અમે પોતાને પણ બચાવ્યા અને પબ્લિકને પણ બચાવ્યા.
રાજસ્થાનના કાર-ડ્રાઈવર રઘુવીરે જણાવ્યું હતું કે બે લાઈનમાં જામ લાગ્યો હતો. અમે તો જામમાં ઊભા હતા. સેકન્ડ લાઈનથી ટ્રક આવી. તેણે પિકઅપને ટક્કર મારી દીધી.એ પલટીને કાર પર આવી પડ્યો. કારમાં અમે બે લોકો સવાર હતા. અમે બંને લોકો સુરક્ષિત છીએ.
કારની એરબેગ ખૂલવાથી બચી ગયા
બીજી કારમાં સવાર જયદીપે જણાવ્યું હતું કે હું ઉજ્જૈનથી ત્ર્યંબકેશ્વર દર્શન માટે જઈ રહ્યો હતો. આગળ જામ લાગ્યો હતો. હું જેવો ઊભો રહ્યો, સર્વિસ લેન તરફ ગાડી રોકી દીધી. મુશ્કેલીથી બે મિનિટ થઈ હશે અને પાછળથી મારી ગાડીને ટક્કર લાગી, ત્યાર બાદ આગળની ગાડીઓમાં ટક્કર થઈ ગઈ. ટ્રક અનિયંત્રિત થઈ ગઈ હતી, બધી ગાડીઓ તેની ઝપેટમાં આવી ગઈ. મારી કારમાં 8 લોકો સવાર હતા, જેમાં 4 બાળકો હતાં. બધાં સુરક્ષિત છે. કોઈને પણ કોઈ ઈજા થઈ નથી. અમારી ગાડીની એરબેગ ખૂલી ગઈ હતી, અમે બધા સુરક્ષિત છીએ.