ક્રિકેટર શિખર ધવન ફરી લગ્ન માટે તૈયાર!:આઇરિશ ગર્લફ્રેન્ડ સોફી સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ પોસ્ટ કર્યા; લખ્યું- સંગીત નાઈટ, Almost the Dhawans
![]()
શિખર ધવનના ઘરે શરણાઈઓ વાગવાની છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની થનારી દુલ્હન સોફી શાઈન સાથે સંગીત નાઈટની તસવીર શેર કરી છે. ફેન્સ શિખર ધવનની આ જાહેરાત જોઈને ખુશીથી ઝૂમી ઊઠ્યા છે. ક્રિકેટપ્રેમીઓ જેમને ‘ગબ્બર’ના નામથી બોલાવે છે તે શિખર ધવન ફરી એકવાર ચર્ચામાં છે. એવા ન્યૂઝ છે કે તે પોતાની લોંગ-ટાઇમ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ક્રિકેટરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની મંગેતર સોફી સાથે તસવીરો શેર કરી છે. પોસ્ટમાં તેણે કંઈક એવું લખ્યું છે, જે વાંચીને તેના ચાહકો સરપ્રાઈઝ થઈ ગયા છે. શું શિખર ધવન બીજીવાર લગ્ન કરી રહ્યો છે?
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોમાં શિખર ધવન ઓફ-વ્હાઇટ કલરના ઇન્ડિયન આઉટફિટમાં જોવા મળ્યો છે. સોફીએ ગોલ્ડન કલરનો શિમરી લહેંગો પહેર્યો છે. આ કપલ એકબીજામાં ખોવાયેલું જોવા મળી રહ્યું છે. શિખર પોતાની થનારી હમસફરનો હાથ પકડીને ખુલ્લા આકાશ નીચે ચાલતો દેખાય છે. કપલના ચહેરા પર એક મોટું સ્મિત છે. ક્રિકેટરે પોતાના પ્રેમ સાથે ફોટો શેર કરતાં લખ્યું, “સંગીત નાઈટ. Almost the Dhawans”. કેપ્શન વાંચીને ફેન્સમાં હલચલ મચી ગઈ છે. ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે ક્રિકેટર લગ્ન કરવા જઈ રહ્યા છે. કેપ્શન તેના જીવનની નવી શરૂઆતની સાક્ષી આપી રહ્યું છે, જોકે તેણે સત્તાવાર રીતે લગ્ન અંગે કંઈ કહ્યું નથી. કોણ છે સોફી શાઇન?
સોફી શાઇન આયર્લેન્ડની રહેવાસી છે અને હાલમાં UAEમાં રહે છે. તેના લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તે અમેરિકાની ફાઇનાન્શિયલ સર્વિસ કંપની નોર્ધર્ન ટ્રસ્ટ કોર્પોરેશનમાં સેકન્ડ વાઇસ- પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ કન્સલ્ટન્ટ)ના પદ પર કાર્યરત છે. તેણે આયર્લેન્ડની લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. પ્રારંભિક શિક્ષણ તેણે કેસલરોય કોલેજમાંથી પૂર્ણ કર્યું. સોફી, ધવનના ઇન્સ્ટાગ્રામ પર આવતા ઘણા મજેદાર વીડિયોમાં પણ જોવા મળે છે. રિપોર્ટ્સ મુજબ, બંનેની મુલાકાત UAEમાં થઈ હતી શિખરના પહેલા લગ્ન 2012માં ઓસ્ટ્રેલિયાની આયશા મુખર્જી સાથે થયા હતા. ત્યાર બાદ બંને પુત્ર જોરાવરનાં માતા-પિતા બન્યાં હતાં. પરસ્પર મતભેદોને કારણે 2023માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયાં હતાં. ચાહકો શિખર ધવનના બીજા લગ્નને લઈને ખૂબ જ ખુશ છે. તલાક બાદ મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો ધવન ફેબ્રુઆરી 2025માં શિખર ધવને પોતાના તલાક બાદના મુશ્કેલ સમય વિશે ખૂલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે લાંબા સમયથી પોતાના પુત્ર જોરાવરને મળી શક્યો નથી અને સંપર્ક પણ તૂટી ગયો છે. ધવન અને તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીના ઓક્ટોબર 2023માં સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા. બંનેનાં લગ્ન 2011માં થયાં હતાં અને આ સંબંધ લગભગ 11 વર્ષ ચાલ્યો હતો. આયેશાને પહેલાંના લગ્નથી બે દીકરી છે. છૂટાછેડાના નિર્ણય દરમિયાન દિલ્હીની અદાલતે કહ્યું હતું કે ધવનને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો અને તેને ઘણાં વર્ષો સુધી તેના એકમાત્ર પુત્રથી દૂર રાખવામાં આવ્યો હતો, જોકે કોર્ટે ધવનને કાયમી કસ્ટડી આપી ન હતી, પરંતુ મળવા અને વીડિયો કોલ કરવાની મર્યાદિત પરવાનગી આપી હતી. ધવનનું કહેવું છે કે બાદમાં તેને પુત્ર સાથે વર્ચ્યુઅલ વાતચીત કરતાં પણ રોકવામાં આવ્યો હતો. ઘરના સભ્યોની ના હોવા છતાં શિખરે લગ્ન કર્યા હતા ઓસ્ટ્રેલિયન નાગરિક આયેશાનો જન્મ ભારતમાં થયો હતો. તેના પિતા ભારતીય અને માતા બ્રિટિશ મૂળનાં છે. શિખર કરતાં 10 વર્ષ મોટી આયેશા કિક બોક્સર છે અને નેશનલ તેમજ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકી છે. આયેશાના પહેલા લગ્ન એક ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન સાથે થયા હતા. આ લગ્નથી આયેશાને બે દીકરી આલિયા અને રિયા થઈ હતી. શિખરે આયેશાને પહેલીવાર ફેસબુક પર જોઈ હતી અને ત્યાંથી જ પ્રેમની શરૂઆત થઈ હતી. આ લવસ્ટોરીમાં હરભજન સિંહ મીડિએટર હતો. ધવનના ઘરના સભ્યો આયેશા સાથેના લગ્નની વિરુદ્ધમાં હતા. તેઓ નહોતા ઇચ્છતા કે શિખર એક છૂટાછેડા લીધેલી અને 10 વર્ષ મોટી સ્ત્રી, જેને બે દીકરી પણ છે, તેની સાથે લગ્ન ન કરે, જોકે પાછળથી પરિવારે આ સંબંધને મંજૂરી આપી દીધી હતી. 2012માં શીખ પરંપરા મુજબ લગ્ન થયા હતા. શિખરની જાનમાં વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરો સામેલ થયા હતા. શિખર ધવને 2022માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી શિખર ધવને 2010માં T20 અને 2011માં ભારત માટે વન-ડે ડેબ્યૂ કર્યું હતું, જોકે ટીમમાં જગ્યા બનાવવા માટે તેને 3 વર્ષનો સમય લાગ્યો હતો. 2013માં તેણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને ત્યારથી તે ત્રણેય ફોર્મેટમાં ફિક્સ થઈ ગયો હતો. તેણે 10 ડિસેમ્બર 2022 સુધી ભારત માટે 167 વન-ડે, 68 ટી-20 અને 34 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 24 સદી અને 55 ફિફ્ટી સામેલ છે.
Source link