Kerala Womans Stomach Mystery: Surgical Tool Found 5 Years Post-Op


  • Gujarati News
  • National
  • Kerala Womans Stomach Mystery: Surgical Tool Found 5 Years Post Op | Negligence Alleged

અલાપ્પુઝા26 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સર્જરીના 5 વર્ષ પછી મહિલાના પેટમાં સર્જિકલ ટૂલ (આર્ટરી ફોર્સેપ્સ) મળવાનો કિસ્સો સામે આવ્યો છે. કેરળના અલાપ્પુઝાના પુન્નપ્રા ગામની રહેવાસી ઉષા જોસેફ (51)ના પેટમાંથી ટૂલ મળ્યું છે.

ઉષાના પુત્ર શિબિને જણાવ્યું કે માતાની મે 2021માં અલાપ્પુઝા મેડિકલ કોલેજમાં ગર્ભાશયની ગાંઠની સર્જરી થઈ હતી. આ પછી તેઓ ઘરે આવી ગયા હતા, પરંતુ તેમના પેટમાં સતત દુખાવો રહેતો હતો.

શિબિનના કહેવા મુજબ માતાના પેટના દુખાવાની સારવાર સતત ચાલી રહી હતી. અમને લાગ્યું કે ક્યાંક કિડનીમાં સ્ટોન તો નથી ને, તેથી તેમનો એક્સ-રે કરાવ્યો. તેમના પેટમાં આર્ટરી ફોર્સેપ્સ (નાની રક્તવાહિનીઓને પકડવાનું ટૂલ) દેખાયું.

શિબિને કહ્યું કે અમે એક્સ-રે રિપોર્ટ લઈને મેડિકલ કોલેજ પહોંચ્યા. ત્યાંના ડોકટરોએ માતાના પેટમાંથી સર્જરી કરીને ટૂલ કાઢવાની વાત કહી. પરંતુ હવે માતાને કોચીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મેડિકલ કોલેજે વળતર આપવાનો ઇનકાર કર્યો

શિબિને જણાવ્યું કે મેડિકલ કોલેજના ડોકટરોએ આ મામલે વળતર આપવાનો ઇનકાર કર્યો છે. હું હવે પોલીસમાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ FIR નોંધાવીશ. મેડિકલ કોલેજના સર્જન ડો. લલિતામ્બિકા (હાલમાં નિવૃત્ત)એ માતાની સર્જરી માટે પૈસા પણ લીધા હતા.

અલાપ્પુઝા મેડિકલ કોલેજની નિવૃત્ત સર્જન ડો. લલિતામ્બિકા.

અલાપ્પુઝા મેડિકલ કોલેજની નિવૃત્ત સર્જન ડો. લલિતામ્બિકા.

નિવૃત્ત સર્જને કહ્યું- મેં સર્જરી કરી નથી

આ મામલે નિવૃત્ત સર્જન ડો. લલિતામ્બિકાએ કહ્યું છે કે તેમણે ઉષાની સર્જરી કરી ન હતી. આ સર્જરી તેમની નિવૃત્તિના બરાબર પહેલા થઈ હતી, જ્યારે તેઓ હોસ્પિટલના સર્જરીના મોટા કેસમાં સામેલ પણ ન હતા. હું તે સમયે યુનિટ હેડ હતી, તેથી મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ડો. લલિતામ્બિકાએ કહ્યું કે ઓપરેશન પહેલા અને પછી ફ્લોર નર્સ સાધનોની ગણતરી કરે છે. આ નિષ્ફળતા માટે તે જ જવાબદાર છે. મેં દર્દીઓ પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લીધી નથી.

આરોગ્ય મંત્રીએ કહ્યું- અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે

મામલે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે જે પણ અધિકારી-કર્મચારી આ સર્જરીમાં સામેલ હતા અને આજે પણ સરકારી સેવામાં છે. તેમની સામે તપાસ થશે. બેદરકારી જણાશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે સ્ક્રેબ નર્સ વગર સર્જરી કેવી રીતે કરી શકાય? જો આવી સર્જરી થાય છે, તો તે પોતે જ ઉલ્લંઘન હશે. આ મામલાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ હેલ્થ એજ્યુકેશન ડિરેક્ટરને સોંપવામાં આવ્યો છે.

હવે આ મામલાની તપાસ માટે વરિષ્ઠ ડોકટરોની એક નિષ્ણાત સમિતિ બનાવવામાં આવી છે. તેના રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *