BCBએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી:ખેલાડીઓને 4 ગ્રેડમાં વહેંચ્યા, ગ્રેડ D ખેલાડીઓને માત્ર 1.5 લાખ રૂપિયા મળશે




બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2026 સુધી મેન્સ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જ્યાં 2025માં 22 ખેલાડીઓ કોન્ટ્રાક્ટમાં સામેલ હતા, ત્યાં 2026 માટે આ સંખ્યા વધારીને 28 કરવામાં આવી છે. BCB એ ખેલાડીઓને કેટેગરી A, B, C અને Dમાં વિભાજિત કર્યા છે. તસ્કીન અહેમદ A+ ગ્રેડમાંથી આ વખતે A ગ્રેડમાં આવી ગયો ફાસ્ટ બોલર તસ્કીન અહેમદ, જે ગયા વર્ષે એકલા A+ ગ્રેડમાં હતો, તે આ વખતે A ગ્રેડમાં આવી ગયો છે. ફેબ્રુઆરીમાં એચિલીસની ઈજાને કારણે તે 2025માં કોઈ ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો, પરંતુ વ્હાઇટ-બોલ ક્રિકેટમાં એક્ટિવ હતો. તેણે 6 વન-ડેમાં 8 વિકેટ અને 13 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 24 વિકેટ લીધી. કુલ મળીને તસ્કીને 17 ટેસ્ટમાં 49 વિકેટ, 83 વનડેમાં 117 વિકેટ અને 86 T20માં 106 વિકેટ લીધી છે. ગ્રેડ Aમાં નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાજ, લિટન દાસ અને તસ્કીન અહેમદનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને દર મહિને 8 લાખ બાંગ્લાદેશી ટાકા (લગભગ ₹ 6 લાખ) મળશે. ગ્રેડ Bમાં 11 ખેલાડીઓને રાખવામાં આવ્યા છે જ્યારે, અનુભવી ખેલાડી મુશફિકુર રહીમ ગયા વર્ષે માર્ચમાં વન-ડેમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે B ગ્રેડમાં આવી ગયો છે. તેની સાથે મોમિનુલ હક, તૈજુલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન, તૌહીદ હૃદય, હસન મહમૂદ, નાહિદ રાણા, શાદમાન ઇસ્લામ, તન્ઝીદ હસન તમીમ, રિશાદ હુસૈન અને શાક મહેદી હસનને પણ B ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. આ ગ્રુપના ખેલાડીઓને દર મહિને 6 લાખ ટાકા (લગભગ ₹ 4.5 લાખ) મળશે. 4 ખેલાડીઓને B ગ્રેડમાં પ્રમોશન મળ્યું શાદમાન ઇસ્લામ, તન્ઝીદ હસન તમીમ, રિશાદ હુસૈન અને શાક માહેદી હસનને શાનદાર પ્રદર્શનના કારણે B ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે. તન્ઝીદ હસન 2025માં T20માં બાંગ્લાદેશના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો. જેણે 27 મેચમાં 775 રન બનાવ્યા. જ્યારે, રિશાદ હુસૈને ગત સિઝનમાં વન-ડે અને T20 બંનેમાં સૌથી વધુ વિકેટ લીધી. તેણે 25 T20માં 33 અને 7 વન-ડેમાં 17 વિકેટ ઝડપી. ગ્રેડ Dના ખેલાડીઓને ₹ 1.5 લાખ ગ્રેડ Cમાં સૌમ્ય સરકાર, ઝાકેર અલી અનિક, શરીફુલ ઇસ્લામ, તન્ઝીમ હસન સાકિબ, નાસુમ અહેમદ અને સૈયદ ખાલિદ અહેમદનો સમાવેશ થાય છે. તેમનો માસિક પગાર 4 લાખ ટાકા (લગભગ ₹ 2.9 લાખ) હશે. ગ્રેડ Dમાં સૈફ હસન, પરવેઝ હુસૈન એમોન, તનવીર ઇસ્લામ, નઈમ હસન, હસન મુરાદ, શમીમ હુસૈન અને કાઝી નુરુલ હસન સોહનનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને 2 લાખ ટાકા (લગભગ ₹ 1.5 લાખ) પ્રતિ માસ મળશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *