Team India Asia Cup Win: Squad Arrives Ahmedabad Start West Indies Test Series | એશિયા કપ જીત્યા પછી ટીમ ઈન્ડિયા સીધી અમદાવાદ આવશે: આવતીકાલે દુબઈથી વહેલી સવારે એરપોર્ટ પર ઉતરશે; હોટલ ટીમના વેલકમ કરવા માટે કંઈક સરપ્રાઇઝ આપી શકે


સ્પોર્ટ્સ ડેસ્ક31 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલમાં કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને 5 વિકેટે ધૂળ ચટાડી છે. દુબઈમાં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું. હવે ટીમ ઈન્ડિયાની નજર ફરી ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવવાની રહેશે. 2 ઓક્ટોબરથી અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણાની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ભારતના પ્લેયર્સ આવતીકાલે દુબઈથી સીધા અમદાવાદ આવશે.

એશિયન ચેમ્પિયન્સ દુબઈથી સીધી અમદાવાદ આવશે એશિયા કપ જીતવાના મોડમાં રહેલા પ્લેયર્સ ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ હવે આવતીકાલે વહેલી સવારે દુબઈથી સીધી અમદાવાદ એરપોર્ટે ઉતરશે. જેમાં ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ, લોકલ બોય જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ આવશે. સાથે કુલદીપ યાદવ પણ તેમની સાથે હશે. તો હેડ કોચ ગૌતમ ગંભીર અને અન્ય સપોર્ટ સ્ટાફ પણ જોડાઈ જશે. તેઓ ટેસ્ટ ટીમમાં સિલેક્ટ થયેલા ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ માટે જોડાશે.

ટીમ ઈન્ડિયા ITC નર્મદામાં રોકાશે, હોટલ ટીમના વેલકમ માટે કંઈક સરપ્રાઇઝ આપી શકે ભારતીય ટીમ દર વખતની જેમ આ વખતે પણ ITC નર્મદામાં ઉતરી રહી છે. જ્યારે પણ ટીમ ઈન્ડિયા ITC નર્મદામાં ઉતરે છે, ત્યારે હોટલ કંઈકને કંઈક વેલકમ માટે સરપ્રાઇઝ આપે છે. હવે જ્યારે એશિયા કપ જીત્યા પછી ‘ઓપરેશન સિંદૂર’ ટ્રેન્ડિંગમાં છે, ત્યારે હોટલ આ વખતે પણ પ્લેયર્સને કંઈક સરપ્રાઇઝ આપી શકે છે.

કેરેબિટન ટીમની વાત કરવામાં આવે તો તેઓ ઘણા દિવસથી અમદાવાદ આવી ચૂક્યા છે. હાલમાં તેઓનો સ્ટે સિંધુ ભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઇનમાં છે.

આ ફોટો 2023 વર્લ્ડ કપ વખતનો છે, જ્યારે ટીમ ઈન્ડિયાની બસ હોટલની બહાર ઊભી હતી.

આ ફોટો 2023 વર્લ્ડ કપ વખતનો છે, જ્યારે ટીમ ઈન્ડિયાની બસ હોટલની બહાર ઊભી હતી.

શુભમન ગિલ કેપ્ટન, જાડેજા વાઇસ કેપ્ટન વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. રેગ્યુલર વાઇસ-કેપ્ટન રિષભ પંત ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને હજુ સુધી સંપૂર્ણપણે ફિટ નથી. BCCIએ 25 સપ્ટેમ્બરે દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી હતી.

સિરીઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત ત્રીજા નંબરે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27નો ભાગ છે. ભારત હાલમાં પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો કરી હતી. દરમિયાન, વેસ્ટ ઈન્ડિઝ છઠ્ઠા સ્થાને છે, જેણે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ હારી છે.

આ WTC સિરીઝમાં ભારતની પહેલી હોમ સિરીઝ છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ઘરથી બહાર પહેલી સિરીઝ છે.

વેસ્ટ ઈન્ડિઝ 7 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ સિરીઝ રમશે વેસ્ટ ઈન્ડિઝ સાત વર્ષ પછી ટેસ્ટ સિરીઝ રમવા માટે ભારત પરત ફરી રહ્યું છે. તેઓ 2018માં તેમની છેલ્લી સિરીઝ 2-0થી હારી ગયા હતા.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે ટેસ્ટ રમવા છેલ્લે 2018માં આવી હતી. ત્યારે તેમણે પહેલી ટેસ્ટ રાજકોટમાં રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે ટેસ્ટ રમવા છેલ્લે 2018માં આવી હતી. ત્યારે તેમણે પહેલી ટેસ્ટ રાજકોટમાં રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ટીમ રોસ્ટન ચેઝ (કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, બ્રેન્ડન કિંગ, કેવલોન એન્ડરસન, શાઈ હોપ, જોન કેમ્પબેલ, એલિક એથનાસ, ટેવિન ઇમલાક, જસ્ટિન ગ્રીવ્સ, એન્ડરસન ફિલિપ, અલ્ઝારી જોસેફ, જોહાલ લિન, જેડન સીલ્સ, ખૈરી પીયરી અને જોમેલ વારિકન.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *