₹4 Cr Defender for Ex-Wife & Son


27 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની એક્સ વાઇફ નતાશા સ્ટેનકોવિક ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ તેના દીકરા અગસ્ત્ય માટેનો તેનો પ્રેમ અને ‘કો-પેરેન્ટિંગ’ અત્યારે આખા દેશ માટે એક મિસાલ બની ગયું છે. તાજેતરમાં નતાશા અને અગસ્ત્ય એક શાનદાર બ્લેક લક્ઝરી Land Rover Defender સાથે જોવા મળ્યા હતા, જેની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે.

એક્સ વાઈફ અને દીકરા માટે ₹4 કરોડની ગિફ્ટ!

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી તસવીરોમાં નતાશા સ્ટેનકોવિક અને અગસ્ત્ય એક લકઝરી Land Rover Defender સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આ લક્ઝરી કારની કિંમત અંદાજે ₹4 કરોડ હોવાનું મનાય છે.

ગાડીના વિક્રેતાએ શેર કરેલી પોસ્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, હાર્દિક પંડ્યાએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂકીને આ શાનદાર ગાડી ખરીદી છે. આ ગાડી ખાસ કરીને અગસ્ત્ય પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક માટે છે. ફેન્સ આ ગ્રાન્ડ જેસ્ચર હાર્દિક તરફથી તેના દીકરા અને એક્સ વાઇફને ગિફ્ટ કરવામાં આવી છે. ઉપરાંત પાછળ એક પોસ્ટર જોવા મળી રહ્યું છે, જેના પર લખ્યું હતું- ‘Papa to Agastya’ (પપ્પા તરફથી અગસ્ત્ય માટે).

નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી હતી

નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી હતી

મેચ્યોર કો-પેરેન્ટિંગે જીત્યા લોકોના દિલ

જુલાઈ 2024માં સત્તાવાર રીતે અલગ થયા હોવા છતાં, હાર્દિક અને નતાશાએ ક્યારેય પણ અગસ્ત્યની જવાબદારીઓમાં કચાશ રાખી નથી. સોશિયલ મીડિયા યુઝર્સ આ એક્સ કપલના મેચ્યોર અભિગમની પ્રશંસા કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ સાબિત કરી દીધું છે કે ભલે તેના જીવનમાં નવા સંબંધો આવ્યા હોય, પરંતુ તેનો દીકરો અગસ્ત્ય હંમેશા તેની ટોચની પ્રાથમિકતા રહેશે.

હાર્દિક-નતાશાએ લોકડાઉન દરમિયાન 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના ઘરે 30 જુલાઈ 2020ના રોજ દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો.

હાર્દિક-નતાશાએ લોકડાઉન દરમિયાન 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના ઘરે 30 જુલાઈ 2020ના રોજ દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો.

માહીકા શર્માના 25માં બર્થ-ડે પર ઉડાવી લાખોની રેલમછેલ

પિતા તરીકેની જવાબદારીની સાથે હાર્દિક પોતાની નવી જિંદગીને પણ માણી રહ્યો છે. 19 ફેબ્રુઆરીના રોજ હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ માહીકા શર્માનો 25મો જન્મદિવસ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગના વાઇરલ વીડિયોમાં હાર્દિક માહીકાને ચીયર કરતો અને તેની ખુશીમાં સહભાગી થતો જોવા મળ્યો હતો. હાર્દિકે તેને “My Princess” કહીને એક હાર્ટ-ટચિંગ પોસ્ટ પણ શેર કરી હતી, જેણે ઈન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી છે.

હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી.

હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી.

ફેન્સ શું કહી રહ્યા છે?

નેટિઝન્સનું કહેવું છે કે હાર્દિક ભલે ગમે તેટલો વ્યસ્ત હોય કે જીવનમાં કોઈ નવા રિલેશનની શરૂઆત કરી હોય, પણ તેના દીકરા અગસ્ત્ય માટેનો પ્રેમ અડગ છે. લોકો એ વાતની પણ પ્રશંસા કરી રહ્યા છે કે નતાશા અને હાર્દિક પોતાના અંગત મતભેદો બાજુ પર મૂકીને દીકરાના ઉછેર પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે.

ક્રિકેટરના ટેટૂમાં બે ચિત્તા સાથે “M” અક્ષર છે

થોડા દિવસ પહેલાં, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક નવું ટેટૂ જાહેર કર્યું છે, જે ખરેખર અનોખું છે. એલિયન્સ ટેટૂની ટીમે બનાવેલું ટેટૂ, તેની ગર્લફ્રેન્ડ મહિકા સાથે પ્રેમ, ઓળખ અને રિલેશનશિપની ખૂબ જ વ્યક્તિગત વાર્તા દર્શાવે છે. હાર્દિક પંડ્યાએ તેના ગળા પર “M” અક્ષરનો ટેટૂ બનાવ્યો છે, જેમાં બે ચિત્તા પણ છે. આ એક કાયમી ટેટૂ છે. આ ટેટૂ બનાવનાર ટીમે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. એમાં કેપ્શનમાં પણ લખ્યું છે હાર્દિક રાત્રે 2 વાગ્યે માહિકાને સાથે લઈને આવ્યો હતો.

હાર્દિકના ગળા પર આ ખાસ ટેટૂ બનાવનાર ટીમના જણાવ્યા પ્રમાણે, હાર્દિક પંડ્યા માહિકાને એક સરપ્રાઇઝ આપવા માગતો હતો, જેમાં કોઈ અર્થ અને આત્મીયતાની ભાવના હોય, જોકે તેમના સંબંધો અને એકબીજા માટે તેમનો શું અર્થ છે એની ચર્ચા કર્યા પછી ખ્યાલ વધુ સ્તરીય પાત્ર અપનાવે છે. આ ટેટૂમાં બે ચિત્તા દર્શાવવામાં આવ્યા છે, જે ફક્ત પ્રાણીઓની ડિઝાઇન તરીકે જ નહીં, પરંતુ તેમના સંબંધનું પ્રતિનિધિત્વ કરવા માટે રચાયેલી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *