દિલ્હી, કારની ટક્કરથી ડિલિવરી બોયના મોતનો કેસ:પીડિત માતા બોલી- હવે મારી પાસે કોઈ રહ્યું નહીં, તે જ મારો સહારો હતો
![]()
દિલ્હીના સુભાષ નગર વિસ્તારમાં 21 ફેબ્રુઆરીની મોડી રાત્રે 3 વાગ્યે પુરપાટ ઝડપે કારની ટક્કરથી ફૂડ ડિલિવરી બોય હેમ શંકર (25)નું મૃત્યુ થયું હતું. નજરેજોનાર મુજબ, ઘટના સમયે કારની સ્પીડ 150 kmph હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હવે મૃતક હેમ શંકરની માતા રુકમિણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હવે મારી પાસે કોઈ રહ્યું નથી, તે જ મારો સહારો હતો. ઘટનાવાળી રાત્રે દીકરાએ ફોન કરીને કહ્યું હતું કે જમવાનું તૈયાર રાખજો, મને ભૂખ લાગી છે. રુકમિણીએ કહ્યું કે દીકરાએ ઘરે આવીને જમ્યું અને પછી કામ પર નીકળી ગયો. તે ખૂબ ખુશ હતો. તેણે જતી વખતે કહ્યું હતું કે સવારે વહેલો પાછો આવી જશે, પરંતુ તે પાછો ન આવ્યો. સવારે 3-4 વાગ્યે પોલીસનો ફોન આવ્યો હતો. કાર ડ્રાઈવર નશામાં હતો નજરેજોનાર મુજબ, અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ ડિલિવરી બોયની સ્કૂટીના ફુરચા ઉડી ગયા. પ્રત્યક્ષદર્શી નીરજે જણાવ્યું કે હ્યુન્ડાઈ વર્ના કારની સ્પીડ લગભગ 150 કિમી/કલાક હતી. કારનો ડ્રાઈવર નશામાં ધૂત હતો અને તેણે સ્કૂટીને પાછળથી જોરદાર ટક્કર મારી. ટક્કર બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ તેને પકડી લીધો. આરોપી વિરુદ્ધ પહેલાથી 14 મેમા પેન્ડિંગ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ડ્રાઈવર મોહિત કુમાર (27) MCD કોન્ટ્રાક્ટર છે, જે કારથી અકસ્માત થયો હતો તેના પર પહેલાથી જ ઓવરસ્પીડિંગ અને ટ્રાફિક નિયમો તોડવાના 14 મેમા પેન્ડિંગ છે. પોલીસે મોહિતની ધરપકડ કરી લીધી છે અને કાર જપ્ત કરી લીધી છે. ભાઈના અભ્યાસ માટે નાઈટ શિફ્ટ કરતો હતો હેમ શંકર રઘુવીર નગરનો રહેવાસી હતો. છેલ્લા એક વર્ષથી ક્વિક-કોમર્સ કંપની ‘ઝેપ્ટો’માં કામ કરતો હતો. પરિવારજનોએ જણાવ્યું કે 2015માં તેના પિતાને ગુમાવ્યા પછી, તે તેના નાના ભાઈ સમીરના ભણવાનો ખર્ચો કાઢવા માટે રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીની નાઈટ શિફ્ટમાં કામ કરતો હતો જેથી વધારાના 3 હજારથી 4 હજાર રૂપિયા કમાઈ શકે. તપાસમાં નશામાં હોવાની પુષ્ટિ વેસ્ટ દિલ્હી ડીસીપી શરદે જણાવ્યું કે આરોપી કાર ડ્રાઈવર વિરુદ્ધ બીએનએસની કલમ 106 (બેદરકારીથી મૃત્યુ) અને કલમ 281 (ઝડપી ડ્રાઇવિંગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મેડિકલ તપાસમાં આરોપી દારૂના નશામાં હોવાની પુષ્ટિ થઈ છે. ……………… આ સમાચાર પણ વાંચો… દિલ્હીમાં કારની ટક્કરથી ડિલિવરી બોયનું મોત: દાવો- કાર 150kmphની સ્પીડમાં હતી; શકરપુર વિસ્તારમાં કારની ટક્કરથી 3 ઘાયલ દિલ્હીમાં શુક્રવારે મોડી રાત્રે પુરપાટ ઝડપે કારની ટક્કરથી ડિલિવરી બોયનું મોત થયું. આ અકસ્માત રાત્રે 3.26 વાગ્યે સુભાષ નગર મેટ્રો રેડ લાઇટ પાસે રાજૌરી ગાર્ડન તરફ જતા રસ્તા પર થયો હતો.
Source link