રાજસ્થાનમાં લગ્ન પતાવી અમદાવાદ પરત ફરતાં પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોનાં મોત |
આ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે પિતા, પુત્ર, મહિલા સહિત એક બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત નીપજ્યું હતું. આમ, આ દુર્ઘટનામાં કુલ 5 લોકોના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
