Divya Bhaskar Morning News Brief UK Prince andrew arrested in epstein case


.

ગઈકાલના મોટા સમાચાર રાહુલ ગાંધીને ગોળી મારવાની ધમકી મળવા અંગેના રહ્યા. બીજા મોટા સમાચાર રાજસ્થાનમાં ટ્રેનોમાં વેચાઈ રહેલા દારૂના ખુલાસા અંગેના રહ્યા.

⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. રાહુલ ગાંધી સુલતાનપુરની MP/MLA કોર્ટમાં અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે નિવેદન નોંધાવશે.

2. ગુગલના CEO સુંદર પિચાઈ AI ઈમ્પેક્ટ સમિટને સંબોધિત કરશે.

3. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસ પર રહેશે.

📰 કાલના મોટા સમાચારો

1. કોંગ્રેસનો દાવો- રાહુલને ગોળી મારવાની ધમકી મળી:ખેડાએ કરણી સેનાના કાર્યકરનો વીડિયો શેર કર્યો; કહ્યું- બીજો ગોડસે તૈયાર કરવામાં આવી રહ્યો છે

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ દાવો કર્યો છે કે કરણી સેનાના એક કાર્યકર્તાએ વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ગોળી મારવાની ધમકી આપી છે. પવને ગુરુવારે ધમકીભર્યો વીડિયો પણ સોશિયલ મીડિયા X પર શેર કર્યો છે.

પવન ખેડાએ લખ્યું કે સમગ્ર RSS-ભાજપ તંત્ર એક ‘ગોડસે ફેક્ટરી’ છે. કથિત કરણી સેના દ્વારા રાહુલ ગાંધી અને ’25 સાંસદો’ વિરુદ્ધ આપવામાં આવેલી ધમકી કોઈ અલગ-અલગ ઘટના નથી. આ એક સુનિયોજિત અને કપટપૂર્ણ ષડયંત્રનો ભાગ છે.

કટ્ટરવાદ આ રીતે જ કામ કરે છે. તેઓ પહેલા એક જૂઠ બનાવે છે, રાજકીય સત્તા તેને આગળ વધારે છે અને ત્યાં સુધી ફેલાવે છે જ્યાં સુધી તેમના અનુયાયીઓના મનમાં નફરત અને હિંસા ભરાઈ ન જાય. ત્યારે પણ ગોડસે બનાવવામાં આવ્યો હતો. આજે ફરી એક અન્ય ગોડસેને તૈયાર કરવામાં આવી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર

2. બ્રિટનમાં કિંગના ભાઈ એન્ડ્રુની જન્મદિવસે ધરપકડ:એપસ્ટીન કેસમાં નામ સામે આવ્યું હતું, 17 વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ; શાહી ઘર પણ છીનવી લેવાયું

બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુની જન્મદિવસે જ ધરપકડ કરવામાં આવી છે. જાહેર પદ પર રહેતા ગેરવર્તણૂકની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, ગુરુવારે સવારે 8 વાગ્યે ઘરેથી તેમને પકડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ તેમને ધરપકડ કરવા માટે સાદાં કપડાંમાં પહોંચ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે તમામ તથ્યોની સંપૂર્ણ તપાસ કર્યા પછી ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તપાસની નિષ્પક્ષતા અને અખંડિતતા જાળવવી મહત્ત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં નોંધપાત્ર જાહેર હિત છે અને યોગ્ય સમયે માહિતી પૂરી પાડવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર

3. લોકોને સવાર-સાંજ મફત જમવાનું આપશો તો કામ શા માટે કરશે?:મફતની રેવડીઓ પર રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટેની ટકોર, કહ્યું- લોકોને રોજગાર આપો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફ્રીબીઝ કલ્ચર (મફતની રેવડીઓ) પર કહ્યું હતું કે જો સરકાર લોકોને સવારથી સાંજ સુધી મફત ભોજન, ગેસ અને વીજળી આપતી રહેશે તો લોકો કામ શા માટે કરશે. આ રીતે તો આપણે વર્કકલ્ચરને ખતમ કરી રહ્યા છીએ. દેશમાં આ શું થઈ રહ્યું છે.

કોર્ટે કહ્યું હતું કે ગરીબોને મદદ કરવી સમજમાં આવે છે, પરંતુ ભેદભાવ વગર બધાને મફત સુવિધા આપવી યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી તામિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડની અરજી પર સુનાવણી કરતા કરી, જેમાં ગ્રાહકોની નાણાકીય સ્થિતિની પરવા કર્યા વિના બધાને મફત વીજળી આપવાનો પ્રસ્તાવ હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

4. PM મોદીએ કહ્યું, ડીપફેક રોકવા માટે AI કન્ટેન્ટ પર લેબલ:મુકેશ અંબાણીએ કહ્યું, AI નોકરીઓ છીનવશે નહીં, નવી તકો આપશે; રિલાયન્સ 10 લાખ કરોડનું રોકાણ કરશે

દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ના ચોથા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AIના સુરક્ષિત ઉપયોગ માટે નવી ફોર્મ્યુલા આપ્યું. પીએમએ કહ્યું કે જેમ ખાવાના પેકેટ પર ‘ન્યુટ્રિશન લેબલ’ હોય છે, તેમ જ ડિજિટલ કન્ટેન્ટ પર પણ ‘ઓથેન્ટિસિટી લેબલ’ હોવું જોઈએ જેથી ફરક જાણી શકાય.

જ્યારે, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતને ‘ઇન્ટેલિજન્સ યુગ’માં લઈ જવા માટે 10 લાખ કરોડ રૂપિયાના રોકાણની મોટી જાહેરાત કરી છે. સમિટને આજે નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણી ઉપરાંત ગૂગલના CEO સુંદર પિચાઈ અને ઓપન AIના સેમ ઓલ્ટમેન જેવા નેતાઓએ સંબોધિત કર્યા. વાંચો સંપૂર્ણ સમાચાર

5. આ અઠવાડિયે ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા:22 વર્ષ પછી અમેરિકાએ એરફોર્સનો સૌથી મોટો કાફલો તહેનાત કર્યો, મહિનાઓ સુધી ચાલી શકે છે યુદ્ધ

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. સીએનએનના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશની રાહ જોવાઈ રહી છે. અમેરિકા આ ​​અઠવાડિયે ઈરાન પર હુમલો કરી શકે છે. અમેરિકાએ 2003ના ઇરાક યુદ્ધ પછી એટલે કે 22 વર્ષ પછી મીડલ ઈસ્ટમાં સૌથી મોટી એરફોર્સ તહેનાત કરી છે. અમેરિકાએ F-35, F-22, F-15 અને F-16 સહિત અદ્યતન ફાઇટર જેટના અનેક સ્ક્વોડ્રન તહેનાત કર્યા છે.

મોટા પાયે હવાઈ કામગીરી માટે જરૂરી કમાન્ડ અને કંટ્રોલ એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે. તાજેતરના અઠવાડિયામાં આ પ્રદેશમાં એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. અમેરિકન સમાચાર એજન્સી એક્સિઓસના અહેવાલ મુજબ, જો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરે છે, તો તે ઘણા મહિનાઓ સુધી ચાલનારું મોટું યુદ્ધ હશે. વાંચો સંપૂર્ણ સમાચાર

6. ‘મારામાં ક્યાંય પટેલવાદ નથી’:’આપણે ક્યાં સુધી લેઉવા-કડવાના નામે વહેંચાયેલા રહીશું?’, દીકરી અનારની હાજરીમાં સુરતમાં આનંદીબેનનું સૂચક નિવેદન

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરતમાં યોજાયેલા ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં ગુજરાતના વર્તમાન સામાજિક માળખામાં પ્રસરી રહેલા પટેલવાદ પર આકરા પ્રહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ આનંદીબેનની દીકરી અનાર પટેલ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે જ્ઞાતિના નામે થતા રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. આ નિવેદન હાલના રાજકીય માહોલમાં ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

વાંચો સંપૂર્ણ સમાચાર

7. જૂનાગઢમાં ‘એપસ્ટીન ફાઇલ’ ખૂલી?:’સાધુના વેશમાં કુકર્મ કરે તેમના કપડાં ઉતારો’, અમરગિરીના ઈન્દ્રાભારતી પર ચાબખાં

જૂનાગઢના પવિત્ર ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ થયા બાદ પણ વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદે જોર પકડ્યું છે, ત્યાં જ રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત અને અગ્રણી સંત ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કરતી એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયુવેગ વાઇરલ થઈ રહી છે.

પત્રિકા વિવાદ વચ્ચે ગઈકાલે ભાલકા તીર્થ નજીક શ્રી નિરાલી ખોડિયા ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના ગંભીર આક્ષેપોને સમર્થન આપતા અમરગિરી બાપુએ પણ ઇન્દ્રભારતી બાપુ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, રૂદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એપસ્ટીનની ફાઈલ ખુલી એના કરતા પણ વધારે શોભાયમાન નથી. વાંચો સંપૂર્ણ સમાચાર

🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : દિલ્હી-મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન:ચેક-ઈન કાઉન્ટર્સ પર લાંબી લાઈનો લાગી, અનેક મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : એપસ્ટીન ફાઇલ્સ- 1999થી હયાત હોટેલ્સના ચેરમેનનું રાજીનામું:2008થી જાતીય અપરાધીના સંપર્કમાં હતા; 10 દેશોમાં લોકોએ પદ છોડ્યા વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : અજિત પવારના પુત્ર બોલ્યા-VSRની ઉડાન પર પ્રતિબંધ મૂકો:ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અકસ્માત પર સવાલ ઉઠાવ્યો, ઇમોશનલ મેસેજ શેર કરીને લખ્યું- મિસ યુ ડેડ વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : ગાઝામાં નિયંત્રણ વધારી રહ્યું છે હમાસ:પ્રભાવિત વિસ્તારોમાં 90% હાજરી; આજે ટ્રમ્પ પીસ બોર્ડની બેઠક, તેના દસ્તાવેજોમાં ગાઝાનો ઉલ્લેખ જ નથી વાંચો સંપૂર્ણ સમાચાર

5.બિઝનેસ : સોનું આજે ₹3151 મોંઘું થયું, ₹1.55 લાખ પર પહોંચ્યું:આ વર્ષે સોનું 21 હજાર રૂપિયા વધ્યું; ચાંદી એક જ દિવસમાં ₹8,432 મોંઘી થઈ, ₹2.45 લાખ પ્રતિ કિલો પહોંચી વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : બાંગ્લાદેશમાં સરકાર બદલાતાં જ સૂર પણ બદલાયા:T-20 વર્લ્ડકપ વિવાદ પછી નવા સ્પોર્ટ્સ મિનિસ્ટરે ભારત-BCCI સાથે સંબંધો સુધારવાની વાત કરી વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર જ્યોતિષ : ફાગણ મહિનાનો પ્રારંભ:ધૂળેટી પર ચન્દ્રગ્રહણનો સંયોગ, 23 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી હોળાષ્ટક; આખો માસ બુધ-ગુરુ ગ્રહનું વર્ચસ વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ

ચાલતી ટ્રેન પર ઉતાર્યું હવાઈ જહાજ

ઈટાલીના પાયલટ ડારિયો કોસ્ટાએ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનની છત પર હવાઈ જહાજ ઉતાર્યું. કોકપિટમાંથી છેલ્લો ડબ્બો દેખાતો ન હતો, તેમ છતાં તેમણે બ્લાઈન્ડ લેન્ડિંગ કર્યું. આ સ્ટંટ માટે તેમણે અંદાજે 2 વર્ષ સુધી પ્લાનિંગ કર્યું હતું.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. પારકી પંચાત : ‘હોશિયારી કર્યા વગર જતા રહો ને’:પાછળથી સળી કરતાં ચાલુ ઇન્ટરવ્યૂમાં નેતાજી વીફર્યા; જિજ્ઞેશ મેવાણી મલકાતાં સિક્રેટ ઘેરાયું, ભાજપના દિગ્ગજો મૂંઝાયા

2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : કેમેરા સામે એજન્ટે કહ્યું, “આન્સર કી આપવાના પૈસા લઈએ છીએ”:ધોરણ 10-12ની પરીક્ષામાં 80-90 માર્ક્સનો દાવો, સ્ક્વોડ સુધી સેટિંગ

3. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ તુનિષાની આત્મહત્યા પાછળ ‘મિસ્ટ્રી બોય’નો ખેલ?:15 દિ’ અગાઉ રિલેશન તૂટ્યું, મોત પહેલાં એક્સ સાથે 15 મિનિટની વાતચીત; CCTVએ શંકાના ઘેરામાં અનેક રાઝ ખોલ્યા

4. આસામમાં મહિલાઓ BJPને જિતાડશે?:મુસ્લિમ મહિલાઓ બોલી, CM હિમંતાએ ઘેરબેઠાં પૈસા અને સામાન આપ્યો, તેને જ વોટ આપીશું

5. પેકેટની પાછળના ઝીણા અક્ષરોનો ખેલ ખતમ!:ચિપ્સ સહિતની વસ્તુઓ પર લખેલું હશે- ફૂડ હેલ્ધી કે અનહેલ્ધી, ‘ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ’ લગાવવાનો SCનો આદેશ

6. બ્લેકબોર્ડ: સરકારે 5 કરોડ આપ્યા, વેડફી નાખ્યા:3 કરોડની જમીન ખરીદી, 1 કરોડનું મકાન; 80-80 લાખમાં લગ્ન કરાવ્યા; ખેડૂત બોલ્યા, પૈસા બચાવતા ન આવડ્યા

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊​​​​​​​ માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

શુક્રવારનું રાશિફળ: મિથુન રાશિના મિલકત સંબંધિત અટકેલા કામ ગતિ પકડશે, કર્ક જાતકોએ મિલકતની લે-વેચમાં ઉતાવળ ટાળવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *