દિલ્હીમાં અરુણાચલની 3 મહિલાઓ પર વંશીય ટિપ્પણી:પડોશીઓએ ધંધાવાળી કહી, આરોપી મહિલા બોલી- મારા પતિ સાથે બેડરૂમમાં સૂઈ જા
![]()
દિલ્હીના માલવિયાનગરમાં ભાડે રહેતી અરુણાચલ પ્રદેશની 3 મહિલાઓ પર જાતિવાદી ટિપ્પણીઓ અને ગાળાગાળી કરવામાં આવી. ઘટના 20 ફેબ્રુઆરીની છે, માહિતી હવે સામે આવી છે. ખરેખર, આખો વિવાદ ગંદકી ફેલાવવાને લઈને થયો હતો. જે પછી પડોશીઓએ નોર્થઈસ્ટની મહિલાઓને ‘મોમો’ કહી. એટલું જ નહીં, એક આરોપી મહિલાએ પીડિતાઓને ‘ધંધાવાળી’ પણ કહી અને મસાજ પાર્લર ચલાવવાનો આરોપ લગાવ્યો. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આરોપી મહિલા કહે છે કે, તેનો પતિ કેટલો યુવાન છે તે જાણવું હોય તો મારા પતિ સાથે બેડરૂમમાં જતી રહે. પીડિતાઓની ફરિયાદ પર પોલીસે FIR નોંધી લીધી છે. બીજી તરફ, મેઘાલયના સીએમ કે. સંગમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે નોર્થઈસ્ટના લોકો સાથે ભેદભાવ બંધ થવો જોઈએ. ઘટના સંબંધિત બે તસવીરો… આખો મામલો શું છે ખરેખર, અરુણાચલ પ્રદેશની ત્રણ મહિલાઓ દિલ્હીના માલવીય નગરમાં ભાડે રહે છે. તેમનો ફ્લેટ ચોથા માળે છે. 20 ફેબ્રુઆરીના રોજ, મહિલાઓએ બપોરે લગભગ 3.30 વાગ્યે તેમના ફ્લેટમાં એર કંડિશનર લગાવવા માટે એક ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો હતો. આ દરમિયાન, બહારની દીવાલ પર ડ્રિલિંગ કરતી વખતે, ધૂળ અને કાટમાળ નીચે પહેલા માળે રહેતા હર્ષ સિંહ અને તેમની પત્ની રૂબીની બાલ્કનીમાં પડ્યો. કાટમાળ પડવાને લઈને શરૂ થયેલી દલીલ જલ્દી જ વણસી ગઈ. મહિલાઓએ આરોપ લગાવ્યો કે દંપતીએ ગાળો આપી અને તેમને તથા નોર્થઈસ્ટ સમુદાયને નિશાન બનાવતા અપમાનજનક અને જાતિવાદી ટિપ્પણીઓ કરી. આ ઘટનાનો એક કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, આરોપી મહિલા પીડિતાને કહે છે કે તે 500 રૂપિયામાં મસાજ પાર્લરમાં કામ કરતી ધંધાવાળી છે. જ્યારે ઝઘડો થઈ રહ્યો હતો, ત્યારે એક પોલીસ અધિકારી ઘટનાસ્થળે હાજર હતો. વીડિયોમાં, પોલીસકર્મી મધ્યસ્થી કરતા અને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરતા પણ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન આરોપી હર્ષ સિંહ મહિલાઓ સાથે ગાળાગાળી કરવા લાગ્યો. ત્યારે પીડિતાએ કહ્યું કે આ વૃદ્ધને સમજાવી લો. આના પર પત્ની કહે છે કે જે માણસ સાથે તે વાત કરી રહી છે તે એક “મોટા રાજકારણી”નો દીકરો છે. તમે તેને વૃદ્ધ કેવી રીતે કહી શકો છો. પછી આરોપી મહિલા કહે છે કે તમે (પીડિતા) તેની સાથે કેમ સૂતા નથી? મારા બેડરૂમમાં જાઓ. તમને ખબર પડી જશે કે તે કેટલા વર્ષનો છે.” પોલીસે કેસ નોંધ્યો, હજુ સુધી ધરપકડ નહીં પોલીસે જણાવ્યું કે હર્ષ સિંહ અને તેની પત્ની રૂબી જૈન વિરુદ્ધ માલવીય નગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 79 (મહિલાનું અપમાન કરવા માટે ઉપયોગમાં લેવાયેલ શબ્દ), 351(2) (ગુનાહિત ધમકી), 3(5) (સામાન્ય ઇરાદો) અને 196 (ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે દુશ્મની વધારવી) હેઠળ FIR નોંધવામાં આવી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “કોઈપણ પ્રકારની શારીરિક ઈજાના સમાચાર નથી. જોકે, ફરિયાદ કરનારાઓએ માનસિક હેરાનગતિ અને અપમાનનો આરોપ લગાવ્યો છે.” મહિલાઓએ આરોપી પાસેથી ઔપચારિક માફીની માંગ કરી છે, અને કહ્યું છે કે ટિપ્પણીઓ માત્ર વ્યક્તિગત ન હતી પરંતુ ઉત્તરપૂર્વ સમુદાયના સન્માનને નિશાન બનાવતી હતી.
Source link