ICICI બેંકને મળી 50 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ, શું હવે ઘટશે શેરનો ભાવ?- ICICI Bank received a tax notice of Rs 50 crore, will the share price fall now? |
મામલો એવો છે કે, ICICI Bankએ 4 જાન્યુઆરી, 2025ના રોજ માહિતી આપી હતી કે તેને મહારાષ્ટ્ર GST વિભાગ તરફથી 50,38,09,792 રૂપિયાની ટેક્સ ડિમાન્ડ આવી છે. એટલી જ રકમની પેનલ્ટી અને વ્યાજ પણ માંગવામાં આવ્યું છે. આ ઓર્ડર ઇન ઓરિજિનલ (OIO) સામે બેંકે અપીલ દાખલ કરી હતી. જેના જવાબમાં 21 ફેબ્રુઆરી, 2026ના રોજ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ એક્ટ, 2017ના સેક્શન 107 હેઠળ મહારાષ્ટ્ર GST વિભાગ તરફથી OIA મળ્યો છે.
