સુંદર-મિલર વચ્ચે ચાલુ મેચમાં બોલાચાલી થઈ:અમ્પાયરે વચ્ચે પડીને બન્ને છૂટા કર્યા, હાર્દિક આઉટ થયો તો માહિકા તાળીઓ પાડતી રહી; મેચ મોમેન્ટ્સ




T20 વર્લ્ડ કપ 2026માં યજમાન ભારતને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો. રવિવારે સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 76 રનના મોટા અંતરથી હરાવી દીધું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ 187 રન બનાવ્યા. ભારત માત્ર 111 રન જ બનાવી શક્યું. કેશવ મહારાજે એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપી લીધી. ઓવર રેટ પેનલ્ટીના કારણે ભારતને છેલ્લી ઓવરમાં 5 ખેલાડી 30 યાર્ડ સર્કલની અંદર ઊભા રાખવા પડ્યા. હાર્દિક પંડ્યાએ રન આઉટની તક ગુમાવી, જ્યારે ડેવિડ મિલરે શિવમ દુબેને લાઇફ લાઇન આપી. IND vs SA મેચની ટૉપ મોમેન્ટ્સ… 1. ભારત પર ઓવર રેટની પેનલ્ટી લાગી ટૉસ હારીને પહેલા બોલિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 20 ઓવર પૂરી કરવા માટે નિર્ધારિત 85 મિનિટમાં 19 ઓવર પણ ફેંકી શકી નહીં. આ કારણે ટીમને છેલ્લી ઓવર માટે 4 ને બદલે 5 ખેલાડી 30 યાર્ડ સર્કલની અંદર ઊભા રાખવા પડ્યા. આનો ભોગ ભારતને બનવું પડ્યું અને ટીમે 20મી ઓવરમાં 20 રન ખર્ચ કર્યા. 2. હાર્દિકે રન આઉટની તક ગુમાવી 20મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ રન આઉટની તક પણ ગુમાવી દીધી. ઓવરના બીજા બોલે હાર્દિકે યોર્કર ફેંક્યો, સ્ટબ્સે લોંગ ઓન તરફ બોલ ધકેલ્યો અને 2 રન માટે દોડ્યા. સ્ટબ્સ તો સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચી ગયા, પરંતુ કાગીસો રબાડા નોન-સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચી શક્યો નહીં. ફિલ્ડરે બોલ થ્રો કર્યો, પરંતુ હાર્દિક બોલ પકડી શક્યો નહીં. જો તે બોલ પકડીને સ્ટમ્પને મારત તો રબાડા આઉટ થઈ જાત. 3. સ્ટબ્સે 2 છગ્ગા ફટકારીને ઇનિંગ્સ પૂરી કરી સાઉથ આફ્રિકાની બેટિંગ દરમિયાન હાર્દિક પંડ્યા બોલિંગ કરવા 20મી ઓવર ફેંકવા આવ્યો. સ્ટબ્સે શરૂઆતની 2 બોલ પર 2 ડબલ લીધા, પછી ત્રીજી બોલ પર ચોગ્ગો ફટકાર્યો. પછીના બોલ લોંગ ઓફ તરફ ગયો, પરંતુ સ્ટબ્સે રન લીધો નહીં. તેણે પછીના 2 બોલ પર છગ્ગા ફટકાર્યા અને ટીમના સ્કોરને 187 રન સુધી પહોંચાડી દીધો. સ્ટબ્સે 24 બોલમાં 44 રન બનાવ્યા. 4. સુંદર અને મિલર વચ્ચે બોલાચાલી થઈ સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની 14મી ઓવરના છેલ્લો બોલ વોશિંગ્ટન સુંદરે નાખ્યો. અગાઉ, નોન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલા ડેવિડ મિલરને માંકડેડ આઉટ કરવાની વોર્નિંગ આપી હતી. ઓવર પૂરી થયા પછી સુંદરે અમ્પાયર સાથે વાત કરી. ત્યારે મિલર પણ રન પૂરો કરીને અમ્પાયર પાસે પહોંચ્યો. ત્યારે તેના અને સુંદર વચ્ચે બોલાચાલી થઈ. આ પછી અમ્પાયર અને ઈશાન કિશન વચ્ચે પડ્યા અને બન્નેને છૂટા પાડ્યા. 5. કેશવ મહારાજને એક ઓવરમાં 3 વિકેટ સાઉથ આફ્રિકાના લેફ્ટ આર્મ સ્પિનર ​​કેશવ મહારાજે ઇનિંગની 15મી ઓવરમાં 3 વિકેટ ઝડપી લીધી. ત્રણેય વિકેટ કેચના રૂપમાં રહી અને દર વખતે કેચ ટ્રિસ્ટન સ્ટબ્સે જ પકડ્યો. 6. હાર્દિક આઉટ થયો તો માહિકાએ તાળીઓ પાડી! કેશવ મહારાજ જ્યારે ભારતીય ઇનિંગની 15મી ઓવર નાખતો હતો, ત્યારે તેણે હાર્દિક પંડ્યાને આઉટ કર્યો. એ વખતે બાઉન્ડરી પર ટ્રિસ્ટન સ્ટબ્સે જગલિંગ કેચ કર્યો. પંડ્યા 17 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો. પણ બ્રોડકાસ્ટર્સે તરત જ હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને બતાવી હતી. ત્યારે માહિકા તાળીઓ પાડતી હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. 7. ડેવિડ મિલરે શિવમ દુબેનો કેચ છોડ્યો ભારતની બેટિંગની 16મી ઓવરમાં શિવમ દુબેને જીવનદાન મળ્યું. ઓવરના પાંચમા બોલ પર કગિસો રબાડાએ ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ પર બોલ ફેંક્યો. દુબે મોટો શોટ મારવા ગયો, પરંતુ બોલ કવર્સની દિશામાં ઊંચો ઉછળ્યો. મિલરે બોલ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી છૂટી ગયો. લાઇફ લાઇન મળી ત્યારે દુબે 32 રનના સ્કોર પર હતો, તેણે 42 રન બનાવ્યા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *