ગણેશ શાળાની ઐતિહાસિક સિદ્ધિ, 389 વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષય પસંદ કર્યો
રાજ્યમાં સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અમલમાં મૂકાયેલી સંસ્કૃત પ્રોત્સાહન યોજનાના અંતર્ગત ટીમાણા ગણેશ શાળાને રાજ્યસ્તરીય સન્માન પ્રાપ્ત થયું છે. ધોરણ 10માં તમામ 389 વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષય પસંદ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને ઉત્તમ શૈક્ષણિક કામગીરી બદલ શાળાના આચાર્ય હરેશભાઈ લાધવાને પ્રશંસા પત્ર અને રોકડ પુરસ્કાર સાથે ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું છે.
Source link