સુપર-8 મેચમાં ઇંગ્લેન્ડ 51 રનથી જીત્યું:શ્રીલંકા 95 રનમાં ઓલઆઉટ, વિલ જેક્સને 3 વિકેટ, સોલ્ટની ફિફ્ટી




ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપની બીજી સુપર-8 મેચમાં શ્રીલંકાને 51 રનથી હરાવ્યું. રવિવારે કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા. ઓપનર ફિલ સોલ્ટે 40 બોલમાં 62 રનની ઝડપી ઇનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. વિલ જેક્સે 21 રનનું યોગદાન આપ્યું, પરંતુ બાકીના બેટર 20 રનનો આંકડો પાર કરી શક્યા નહીં. જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને ટીમ 16.4 ઓવરમાં 95 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 30 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ માટે વિલ જેક્સે 3 વિકેટ લીધી. જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને લિયમ ડોસને 2-2 વિકેટ ઝડપી. જેક્સ પ્લેયર ઓફ ધ મેચ બન્યો ઓલરાઉન્ડર વિલ જેક્સે 3 વિકેટ લઈને મેચ શ્રીલંકા તરફ વાળી દીધી. તેણે બેટિંગમાં 94 રન પર 5 વિકેટ પડ્યા પછી 14 બોલમાં 21 રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડને 140 રન પાર પહોંચાડ્યું. બંને ટીમની પ્લેઇંગ-11 શ્રીલંકા: પથુમ નિસાંકા, કામિલ મિશારા, કુસલ મેન્ડિસ, પવન રત્નાયકે, દાસુન શનાકા (કેપ્ટન), કમિન્ડુ મેન્ડિસ, દુનિથ વેલ્લાલાગે, દુષન હેમંથા, મહીશ થિક્સાના, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા. ઇંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર અને આદિલ રશીદ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *