Gurugram Student Brutally Tortured by Live-in Partner


નિરંજન કુમાર, ગુરુગ્રામ2 મિનિટ પેહલા

  • કૉપી લિંક
ત્રિપુરાની વિદ્યાર્થિનીએ તેની માતાને ફોન કરીને તેના લિવ-ઇન પાર્ટનરના ત્રાસમાંથી બચાવી લેવા કહ્યું હતું. ફોટો AI-જનરેટેડ - Divya Bhaskar

ત્રિપુરાની વિદ્યાર્થિનીએ તેની માતાને ફોન કરીને તેના લિવ-ઇન પાર્ટનરના ત્રાસમાંથી બચાવી લેવા કહ્યું હતું. ફોટો AI-જનરેટેડ

હરિયાણાના ગુરુગ્રામમાં ત્રિપુરાની રહેવાસી 19 વર્ષની વિદ્યાર્થિનીએ ત્રણ દિવસ સુધી અસહ્ય ત્રાસ સહન કર્યો. લગ્નની લાલચ આપીને લિવ-ઇનમાં રાખનાર શિવમે તેને માત્ર બંધક જ બનાવી નહોતી, પરંતુ ક્રૂર યાતનાઓ પણ આપી. પ્રાઇવેટ પાર્ટના ભાગે સેનિટાઈઝર નાખીને લાઈટરથી આગ ચાંપી, છરીની ઘા માર્યા, યુરીન પીવડાવ્યું અને ન્યૂડ વીડિયો પણ બનાવ્યો હતો.

આ દરમિયાન તેણે પીડિતાને લઈને ત્રણ ઠેકાણા પણ બદલ્યા હતા. હાલમાં હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહેલી બીએસસીની આ વિદ્યાર્થિનીના કાનોમાં હજુ પણ આ શબ્દો ગુંજી રહ્યા છે, જ્યારે શિવમ તેને યાતનાઓ આપતી વખતે બોલ્યો હતો, “તને એટલી મારીશ કે ક્યારેય ચાલી નહીં શકે, ના તો મા બની શકીશ.”

બીજી તરફ, આ મામલે ગુરુગ્રામ પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલાને સંભાળી રહેલી દિલ્હી પોલીસ ઇમ્પૅનલ્ડ એડવોકેટ રીના રાયે જણાવ્યું કે ગુરુગ્રામ પોલીસે તેમને પીડિતાને મળતા રોક્યા. આ ક્રૂરતા પીડિતાના જીવને જોખમી હતી, છતાં તેને હત્યાનો પ્રયાસ માનવામાં આવ્યો નહીં.

જોકે ગુરુગ્રામ પોલીસે હવે આ મામલે આરોપી શિવમને પકડી લીધો છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ, હજુ પણ ઘણી એવી વાતો છે, જેના પરથી પડદો ઉઠાવવાનો બાકી છે. લગભગ છ મહિના પહેલા ડેટિંગ એપથી શરૂ થયેલી આ પ્રેમ કહાની આ હેવાનિયતભર્યા અંજામ સુધી કેવી રીતે પહોંચી, વાંચો સમગ્ર કહાની…

વિદ્યાર્થિની ત્રિપુરાની રહેવાસી છે, જેણે અહીં એક પ્રખ્યાત યુનિવર્સિટીમાં બીએસસી માટે ઓગસ્ટ મહિનામાં એડમિશન લીધું હતું. લિવ-ઇન પાર્ટનરના ટોર્ચર બાદ તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે.

વિદ્યાર્થિની ત્રિપુરાની રહેવાસી છે, જેણે અહીં એક પ્રખ્યાત યુનિવર્સિટીમાં બીએસસી માટે ઓગસ્ટ મહિનામાં એડમિશન લીધું હતું. લિવ-ઇન પાર્ટનરના ટોર્ચર બાદ તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે.

પહેલી એફઆઈઆરમાં નોંધાયેલી વિદ્યાર્થિની સાથેની હેવાનિયતની કહાની…

  • 18 ઑગસ્ટે એડમિશન, 6 સપ્ટેમ્બરે એપ પર મુલાકાત : પીડિતા દ્વારા નોંધાવવામાં આવેલી FIR અનુસાર, 18 ઑગસ્ટ 2025ના રોજ તેણે ગુરુગ્રામની એક મોટી પ્રાઈવેટ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. 6 સપ્ટેમ્બર 2025ના રોજ ઑનલાઈન ડેટિંગ એપ દ્વારા તેની પહેલીવાર શિવમ સાથે વાતચીત થઈ.
  • સપ્ટેમ્બરના અંતમાં સંબંધ બાંધ્યા, સોસાયટીમાં ફ્લેટમાં રાખ્યો: પીડિતા મુજબ, સપ્ટેમ્બર 2025ના છેલ્લા અઠવાડિયામાં તેની શિવમના ઘરે નરેલા દિલ્હીમાં પહેલી મુલાકાત થઈ. અહીં શિવમે લગ્નની લાલચ આપીને પહેલીવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. આ પછી તેમની વાતચીત ગાઢ બની અને બંને સપ્ટેમ્બર પછી Sec 33 ઓવર હોમ્સ સોસાયટી ગુરુગ્રામના ફ્લેટમાં સાથે રહેવા લાગ્યા.
  • જાન્યુઆરીમાં ઠેકાણું બદલ્યું, શંકા કરતા મારપીટ શરૂ કરી : ત્યારબાદ શિવમ જાન્યુઆરી, 2026માં તેને ધુનેલાની ગ્લોબલ હાઈટ્સ લઈ ગયો. ચારિત્ર્ય પર શંકા કરતા પહેલી વાર મારપીટ કરી. તેણે મારપીટ વિશે ઘરે ન જણાવવા માટે મજબૂર કરી. તેણે વિરોધ કર્યો તો ઘણી વાર મારપીટ કરી.
લિવ-ઇન પાર્ટનર શિવમ સાથે વિદ્યાર્થિની ગુરુગ્રામના આ જ પીજીમાં રહેતી હતી.

લિવ-ઇન પાર્ટનર શિવમ સાથે વિદ્યાર્થિની ગુરુગ્રામના આ જ પીજીમાં રહેતી હતી.

  • 13 ફેબ્રુઆરીએ ફરી ઠેકાણું બદલ્યું, સેક્ટર 69ના પીજી પહોંચ્યા: પીડિતાના કહેવા મુજબ, થોડા દિવસ બધું બરાબર ચાલ્યું, પરંતુ, ફરીથી ત્રાસ આપવાનું શરૂ થઈ ગયું. વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા એટલે કે 13 ફેબ્રુઆરીએ શિવમ તેને સેક્ટર 69ના એક પીજીમાં લઈ ગયો. અહીં શિવમે પોતાના નામે રૂમ લીધો હતો.
  • 16 ફેબ્રુઆરીએ મારપીટ, સ્ટીલ બોટલથી માથું ફોડ્યું : 16 ફેબ્રુઆરીની રાતથી શિવમે ફરીથી તેની સાથે મારપીટ શરૂ કરી દીધી. તેણે સ્ટીલની બોટલથી માથા પર હુમલો કર્યો, માથાને વારંવાર બેડ, કબાટ અને દીવાલ સાથે અથડાવ્યું, માટીનું માટલું માથા પર ફોડ્યું. આ ત્રાસ બે દિવસ સુધી ચાલ્યો.
  • પ્રાઈવેટ પાર્ટ પર સેનિટાઈઝર નાખીને આગ ચાંપી: પીડિતાના કહેવા મુજબ, 18 ફેબ્રુઆરીએ શિવમે તેની સાથે સૌથી ક્રૂર કૃત્ય કર્યું. તેના પ્રાઈવેટ પાર્ટ પર સેનિટાઈઝર નાખ્યું અને લાઈટરથી આગ લગાડી દીધી. આ યાતના ત્રણ વાર પુનરાવર્તિત થઈ, જેનાથી ગંભીર બળતરા અને ઘા થયા. તેણે ચીસો પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું મોં દબાવી દીધું.
  • છરી મારી, યુરીન પીવડાવ્યો, ન્યૂડ વીડિયો બનાવ્યો: પીડિતાનો આરોપ છે કે શિવમ આટલું બધું કર્યા પછી પણ અટક્યો નહીં. તેના પગ અને શરીર પર છરી વડે હુમલો કર્યો, યુરીન પણ પીવડાવ્યું અને ન્યૂડ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાની ધમકી આપી. ત્રણ દિવસ સુધી ત્રાસ સહન કર્યા પછી તેણે 18 ફેબ્રુઆરી રાત્રે 10 વાગ્યે હિંમત કરીને શિવમના મોબાઈલથી પોતાની માતાને ફોન કરીને જાણ કરી.
રવિવારે ગુરુગ્રામ પહોંચેલી વિદ્યાર્થીનીની માતાએ મીડિયાને દીકરી સાથે થયેલી હેવાનિયતની જાણકારી આપી હતી.

રવિવારે ગુરુગ્રામ પહોંચેલી વિદ્યાર્થીનીની માતાએ મીડિયાને દીકરી સાથે થયેલી હેવાનિયતની જાણકારી આપી હતી.

વિદ્યાર્થિની સુધી પોલીસ કેવી રીતે પહોંચી, માતાએ જણાવી આખી કહાની…

દીકરીએ ફોન કરીને કહ્યું- મને જાનથી મારી નાખશે : પીડિતાની માતાના જણાવ્યા અનુસાર, 18 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 10 વાગ્યે દીકરીનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે- “મારી પાસે સમય નથી, મને મારી નાખશે…. શિવમ છેલ્લા 3 દિવસથી મને મારી રહ્યો છે, દઝાડી દીધી છે, આજે જાનથી મારી નાખશે”. આ બધી વાતો તેણે પોતાની સ્થાનિક ભાષામાં જણાવી, જેથી શિવમને ખબર ન પડે.

યુરીન પીવડાવ્યું, ઘણી વાર પ્રાઈવેટ પાર્ટના ભાગે દઝાડ્યા : પીડિતાની માતાએ આગળ જણાવ્યું કે દીકરીએ કોલ પર જણાવ્યું કે શિવમે તેને ત્રણ દિવસ સુધી રૂમમાં બંધ રાખી, તેની સાથે અમાનવીય કૃત્ય કર્યુ. યુરીન પણ પીવડાવ્યું. રોજ ઘણી વાર તેના પ્રાઈવેટ પાર્ટના ભાગે દઝાડતો. માતાએ કહ્યું કે આરોપીએ છરીથી શરીરના ઘણા ભાગો પર હુમલો કર્યો.

ગુરુગ્રામ પોલીસની પકડમાં લિવ-ઇન પાર્ટનર સાથે મારપીટ કરવાનો આરોપી શિવમ. તે દિલ્હીના નરેલાનો રહેવાસી છે.

ગુરુગ્રામ પોલીસની પકડમાં લિવ-ઇન પાર્ટનર સાથે મારપીટ કરવાનો આરોપી શિવમ. તે દિલ્હીના નરેલાનો રહેવાસી છે.

માતાની સૂચના પર પોલીસે વિદ્યાર્થિનીને બચાવી : દીકરીનો ફોન કટ થયા પછી તેની માતાએ તરત જ તેની જાણ ગુરુગ્રામ પોલીસને કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિદ્યાર્થિનીને શોધી કાઢીને આરોપી શિવમને પકડી લીધો. વિદ્યાર્થિનીની ગંભીર હાલત જોતા તેને સેક્ટર-10ની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાંથી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી.

હવે જાણો પોલીસે આ મામલે શું-શું કર્યું…

પોલીસે દિલ્હી જઈને પીડિતાના નિવેદનો નોંધ્યા

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે પહેલા સેક્ટર-10ની સરકારી હોસ્પિટલના ડોકટરોએ તેને નિવેદન આપવા માટે અનફિટ ગણાવી હતી. બાદમાં તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી, ત્યાં ડોકટરોએ તેને નિવેદન આપવા માટે ફિટ જાહેર કરી. આ પછી પોલીસે તેના વિસ્તૃત નિવેદનો નોંધ્યા. ASI બીના કુમારીને આ મામલે તપાસ અધિકારી બનાવવામાં આવ્યા છે.

પોલીસે શિવમ વિરુદ્ધ કેસ નોંધ્યો

પોલીસ પ્રવક્તા સંદીપ કુમારે જણાવ્યું કે ગુરુગ્રામ પોલીસે આરોપી શિવમને અરેસ્ટ કરી લીધો છે. 19 ફેબ્રુઆરીના રોજ તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 118(1), 118(2), 127(2), 69 અને 351 (2) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પીડિતાના નિવેદનના આધારે જ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે કેસને ખતરનાક ગુનાની કેટેગરીમાં રાખ્યો

પોલીસ પ્રવક્તા સંદીપ કુમારે જણાવ્યું કે આ મામલામાં બળાત્કાર અને મારપીટની કલમો પહેલાથી જ લગાવવામાં આવી છે. આરોપી શિવમને જેલમાં ધકેલવામાં આવ્યો છે. ગુરુગ્રામ પોલીસે તેને ખતરનાક ગુનાની કેટેગરીમાં રાખ્યો છે, જેની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે.

————

આ સમાચાર પણ વાંચો….

યુવતીનાં પ્રાઈવેટ પાર્ટ પર સેનિટાઈઝર લગાવી દઝાડી:મારઝૂડ કરીને ન્યૂડ વીડિયો બનાવ્યો, સ્ટીલની બોટલથી માથું ફોડ્યું; ગુરુગ્રામમાં લિવ-ઈન પાર્ટનરે યુવતીને નરક જેવી યાતના આપી

ગુરુગ્રામમાં 19 વર્ષની લિવ-ઇન પાર્ટનરના ટોર્ચર કેસમાં ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શિવમે લિવ-ઇન પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટના ભાગે સેનિટાઈઝર નાખીને આગ ચાંપી હતી. તેની સાથે મારઝૂડ કરીને વીડિયો પણ બનાવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *