100 રૂપિયાથી પણ સસ્તા શેર પર બ્રોકરેજ બુલિશ, 50 ટકાથી પણ વધારે ઉછળી શકે ભાવ!- Brokerage bullish on shares cheaper than Rs 100, price may rise by more than 50 percent! |
Ajax Engineering- ICICI સિક્યોરિટીઝના 15 ફેબ્રુઆરી 2026ના રિપોર્ટ અનુસાર, Ajax Engineeringને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વ્યાપક નબળાઈને સામનો કરવો પડ્યો છે. કેટલાક રાજ્યોમાં ચૂંટણીના કારણે કારોબાર પર અસર જોવા મળી છે, જ્યારે વેચાણ પર પણ અસર પડી છે અને વોલ્યૂમમાં 31 ટકાનો ઘટાડો આવ્યો છે, જો કે, આ ટ્રેન્ડ પૂરી ઈન્ડસ્ટ્રીમાં જોવા મળ્યો છે. માંગ નબળી રહેવાના કારણે કંપનીઓએ કિંમતોમાં વધારો પણ નથી કર્યો, જેનાથી માર્જિન દબાણમાં રહ્યું છે.
