India Advises Citizens to Leave Iran Amid Tehran Attack Risk


12 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ઈરાન પર મંડરાઈ રહેલા અમેરિકી હુમલાના ખતરા વચ્ચે ભારત સરકારે ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે નાગરિકોને સલાહ આપી છે કે તેઓ કોમર્શિયલ ફ્લાઇટ સહિત ઉપલબ્ધ પરિવહન સાધનોનો ઉપયોગ કરીને તરત જ ઈરાન છોડી દે.

તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે આ એડવાઈઝરી 5 જાન્યુઆરી અને 14 જાન્યુઆરી 2026ના રોજ જારી કરાયેલી નોટિસ સાથે સંબંધિત છે. દૂતાવાસે વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, વેપારીઓ અને પ્રવાસીઓને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક દેશ છોડવા જણાવ્યું છે.

દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો અને PIOને અપીલ કરી છે કે તેઓ વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોથી દૂર રહે, સ્થાનિક મીડિયા પર નજર રાખે અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે. મુસાફરી અને ઓળખ સંબંધિત દસ્તાવેજો, જેમ કે પાસપોર્ટ અને ID, હંમેશા પોતાની પાસે રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

દૂતાવાસે ઇમરજન્સી મોબાઇલ નંબર જાહેર કર્યા છે: +989128109115 +989128109109 +989128109102 +989932179359

તેમજ, જે ભારતીયોએ હજુ સુધી દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને તાત્કાલિક ઓનલાઈન રજીસ્ટર કરવા જણાવાયું છે. ઇન્ટરનેટમાં અવરોધની સ્થિતિમાં ભારતમાં રહેતા સંબંધીઓ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

ભારતીય દૂતાવાસે એડવાઇઝરીમાં શું કહ્યું?

  • દૂતાવાસે જણાવ્યું કે, ભારતીય નાગરિકો અને વ્યક્તિઓએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. નાગરિકોએ વિરોધ પ્રદર્શનો કે રેલીઓવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ.
  • ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો દૂતાવાસના સંપર્કમાં રહે અને કોઈપણ ઘટનાક્રમ માટે સ્થાનિક મીડિયા પર નજર રાખે.
  • ઈરાનમાં હાજર તમામ ભારતીય નાગરિકો તેમના ટ્રાવેલ અને ઇમિગ્રેશન દસ્તાવેજો પોતાની સાથે તૈયાર રાખે.
  • પાસપોર્ટ અથવા ઇમિગ્રેશન સંબંધિત કોઈપણ સહાય માટે ભારતીય દૂતાવાસનો તાત્કાલિક સંપર્ક કરો.
  • દૂતાવાસે ઈરાનમાં હાજર તમામ ભારતીય નાગરિકોને, જેમણે દૂતાવાસ પર ભારતીય સુરક્ષા કાર્યાલયમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને (https://www.meaers.com/request/home) લિંક પર નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવી છે.

ઈરાનમાં કેટલા ભારતીયો રહે છે?

સત્તાવાર આંકડાઓ અને વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ, હાલમાં ઈરાનમાં લગભગ 9,000 થી 10,000 ભારતીય નાગરિકો નિવાસ કરી રહ્યા છે. આમાં મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે, જેઓ ત્યાંની યુનિવર્સિટીઓમાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, હજારો ભારતીય નાગરિકો તીર્થયાત્રા, વેપાર અને ત્યાંના બંદરો પર કામ કરવા માટે પણ રહે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને જોતા આ બધાની સુરક્ષા ભારત સરકાર માટે એક પડકાર છે.

ભારત પાછા ફરવાના આ છે મુખ્ય સાધનો

ઈરાનથી ભારત પાછા ફરવા માટે નાગરિકો પાસે હાલમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે:

સીધી ફ્લાઇટ્સ: જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેહરાનથી દિલ્હી અને મુંબઈ માટે સીધી ફ્લાઇટ્સ કાર્યરત હોય છે. નાગરિક એરલાઇન વેબસાઇટ્સ પર જઈને સીધા આ કોમર્શિયલ ફ્લાઇટ્સની ટિકિટ બુક કરી શકાય છે.

વાયા ફ્લાઇટ્સ: જો બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સ રદ થાય છે, તો મુસાફરો મિડલ ઈસ્ટના અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકે છે. તેઓ દુબઈ (UAE), મસ્કટ (ઓમાન), અથવા દોહા (કતાર) ના રસ્તે ‘વાયા ફ્લાઈટ્સ’ લઈને ભારત પહોંચી શકે છે.

તેહરાન (ઈરાન) થી દિલ્હી માટે સીધી ફ્લાઇટઃ મુખ્યત્વે મહાન એર દ્વારા સંચાલિત થાય છે, જે અઠવાડિયામાં સામાન્ય રીતે મંગળવાર અને શુક્રવારે ચાલે છે.

પાણીના રસ્તે પણ ભારત આવવાનો વિકલ્પ

જો કોઈ કારણસર હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવે, તો દરિયાઈ માર્ગ એક ખૂબ મોટો અને સુરક્ષિત વિકલ્પ સાબિત થશે. ઈરાનના બંદર અબ્બાસ અથવા ચાબહાર પોર્ટથી વ્યાવસાયિક જહાજો અથવા ભવિષ્યમાં ભારત સરકાર દ્વારા મોકલવામાં આવનારા નૌકાદળના બચાવ જહાજો દ્વારા સુરક્ષિત વાપસી કરી શકાય છે.

ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. સીએનએનના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશની રાહ જોવાઈ રહી છે. અમેરિકા આ ​​ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે છે. અમેરિકાએ 2003ના ઇરાક યુદ્ધ પછી એટલે કે 22 વર્ષ પછી મીડલ ઈસ્ટમાં સૌથી મોટી એરફોર્સ તહેનાત કરી છે. અમેરિકાએ F-35, F-22, F-15 અને F-16 સહિત અદ્યતન ફાઇટર જેટના અનેક સ્ક્વોડ્રન તહેનાત કર્યા છે. મોટા પાયે હવાઈ કામગીરી માટે જરૂરી કમાન્ડ અને કંટ્રોલ એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે. તાજેતરના અઠવાડિયામાં આ પ્રદેશમાં એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…

અમેરિકન સમાચાર એજન્સી એક્સિઓસના અહેવાલ મુજબ, જો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરે છે, તો તે ઘણા મહિનાઓ સુધી ચાલનારું મોટું યુદ્ધ હશે..



Source link