અમદાવાદ સિવિલ હેલ્થમાં દારૂબંધી વચ્ચે 1248 પરમિશન અરજીઓ | ગાંધીનગર


Last Updated:

સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, 21/1/2024 થી 20/1/2025 દરમિયાન 293 નવી અરજીઓ મળી છે. તેમજ 21/1/2025 થી 20/01/2026 સુધી 956 એમ કુલ બે વર્ષમાં 1248 જેટલી અરજીઓ મળી હતી.

News18
News18

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના રાજ્યમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. 15મી વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહમાં દારૂબંધીનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાના ગૃહમાં લિકર માટેની કેટલી પરમિશન સરકારને મળી છે, તે મુદ્દો ઉઠાવ્યો હતો.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરી 2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલ હેલ્થ પરમિટ માટેની કેટલી ભલામણો આવી છે. તે અંગે સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, 21/1/2024 થી 20/1/2025 દરમિયાન 293 નવી અરજીઓ મળી છે. તેમજ 21/1/2025 થી 20/01/2026 સુધી 956 એમ કુલ બે વર્ષમાં 1248 જેટલી અરજીઓ મળી હતી. જ્યારે રિન્યુ માટે પ્રથમ વર્ષ 2967 અરજીઓ રિન્યુ માટે મળી હતી. તેમજ 2955 જેટલી અરજીઓ રિન્યુ માટેની હેલ્થ વિભાગને મળી હતી. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હેલ્થ માટેની પરમિશનની બે વર્ષમાં 1161 જેટલી ભલામણો મંજૂર કરવામાં આવી છે.

જ્યારે રિન્યુ માટેની ભલામણ અરજીઓની વાત કરીએ તો 5884 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જોકે સરકારે સ્વીકાર કર્યો છે કે, 29 જેટલી અરજીઓ છેલ્લા બે વર્ષમાં નામંજૂર કરવામાં આવી છે. જે માટે બે વર્ષમાં લિકર પરમિટ માટે સરકારને અધધ કમાણી થઈ હતી. જે મુજબ પરમિટ માટેની ફીની 16 કરોડ 51 લાખ 83 હજાર આવક થઈ છે.

આમ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અમદાવાદ સિવિલના હેલ્થ વિભાગને લિકર માટેની પરમિશન માટેની કેટલી અરજીઓ આવે છે. જે પૈકી અધધ અરજીઓ લિકર પરમિશન માટેની પાસ કરી હોવાનું ગૃહમાં આરોગ્ય મંત્રી દ્વારા કબૂલાત કરવામાં આવી હતી. જોકે દારૂબંધી વચ્ચે પરમિશન માટેની હોડ પણ મોખરે હોય એવું લાગે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *