ગેનીબેનની હાજરીમાં જ ઠાકોર સમાજના આગેવાને જ પુત્રના લગ્ન પ્રસંગે બંધારણ તોડ્યાનો વીડિયો વાયરલ – Video of Thakor community leader breaking constitution at son’s wedding in presence of Geniben goes viral |


Last Updated:

હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાનો વિડિઓ વાયરલ થયો છે, જેમાં પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે VIP વ્યવસ્થાઓ સાથે બંધારણનો ઉલંઘન થયો. આ મુદ્દે સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા થઈ રહી છે.

હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું, વિડિઓ થયો વાયરલ
હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું, વિડિઓ થયો વાયરલ

પાટણ : હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાનો વિડિઓ વાયરલ થયો છે. આ ઘટના સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં બની છે, જ્યાં પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલંઘન થયું છે. આ પ્રસંગે VIP રિસેપ્શન અને VIP ભોજનની વિશેષ વ્યવસ્થા કરી, VIP કંકોત્રી છપાવીને બંધારણ તોડવામાં આવ્યું હતું.

લગ્ન પ્રસંગમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાની મર્યાદા હતી. એન્ટ્રી મારવાની પ્રથાનો પણ ઉલંઘન થયો. ઠાકોર સમાજના આગેવાનો વારંવાર બંધારણ તોડતા રહેતા હોવાથી સમાજમાં આ વિષય પર ચર્ચા વધી ગઈ છે. કેટલાક લોકોનું માનવું છે કે આ બંધારણ માત્ર ગરીબ લોકો માટે જ છે અને આગેવાનો તેના પાલન કરતા નથી.

સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ

સોશિયલ મીડિયામાં આ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ કરીને આ મુદ્દા પર પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે બંધારણ માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બનાવાયું છે. સામાન્ય લોકો માટેનું આ બંધારણ આગેવાનો માટે કેમ લાગુ નથી એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.

ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું

પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાનું સામે આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતમાં જ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંગન કરાયું છે. બંધારણમાં VIP રિસેપ્શન અને VIP ભોજન, VIP કંકોત્રી છપાવીને બંધારણ તોડ્યું છે. લગ્ન પ્રસંગે બંધારણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનો ઉલ્લેખ કરાયો છે. બંધારણમાં હલ્દી રસમ,એન્ટ્રી મારવાની પ્રથા સહિત અન્ય કોઈ રસમોના પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *