ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ:રાંચીથી દિલ્હી જઈ રહી હતી, ઉડાન ભર્યાના મિનિટોમાં જ અદૃશ્ય થઈ; દર્દી-ડોક્ટર સહિત 7 લોકો સવાર હતા
![]()
ઝારખંડના રાંચીથી દિલ્હી જઈ રહેલી એક એર એમ્બ્યુલન્સ રસ્તામાં ક્રેશ થઈ ગઈ છે. ચતરા જિલ્લાના સિમરિયામાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એર એમ્બ્યુલન્સમાં સાત લોકો સવાર હતા. સ્થાનિક નાગરિકો પાસેથી માહિતી મળ્યા બાદ, ચતરા જિલ્લાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. માહિતી અનુસાર, રાંચીથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર એમ્બ્યુલન્સનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો. થોડા સમય પછી, ચતરા જિલ્લા પોલીસને માહિતી મળી કે સિમરિયાના ઝુમરી બાગીના કસીયાતુમાં એક એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ હતી. ફ્લાઈટે સોમવાર સાંજ 7:11 વાગ્યે રાંચીથી ઉડાન ભરી હતી, 7:34 વાગ્યે એરક્રાફ્ટનો સંપર્ક તૂટી ગયો હતો. થોડીવાર પછી પ્લેન ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયાના જંગલોમાં ક્રેશ થઈ ગયું. પ્લેનમાં કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલટ), કેપ્ટન સબરાજદીપ સિંહ (કો-પાયલટ), સંજય કુમાર (દર્દી), અર્ચના દેવી (પરિજન), ધૂરુ કુમાર (પરિજન), વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર) અને સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ) સવાર હતા. પહેલા જુઓ તસવીરો… પોલીસે કહ્યું- અકસ્માત જંગલની અંદર થયો, ક્રેશ સાઈટ પર પહોંચવામાં મુશ્કેલી ચતરાના SP સુમિત કુમાર અગ્રવાલે જણાવ્યું કે ક્રેશ સાઈટ જંગલમાં ખૂબ અંદર છે. પોલીસ ટીમ હજુ ઘટનાસ્થળે પહોંચી નથી, તેથી અકસ્માતમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તેની માહિતી આપી શકાશે નહીં. રાંચીની દેવકમલ હોસ્પિટલના CEO અનંત સિંહાએ PTIને જણાવ્યું કે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા એક દર્દી માટે થઈ હતી. તેમણે કહ્યું, “લાતેહાર જિલ્લાના ચંદવાના રહેવાસી દર્દી સંજય કુમાર (41)ને 16 ફેબ્રુઆરીએ 65 ટકા દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.” સિંહાએ વધુમાં જણાવ્યું કે પરિવારના સભ્યોએ તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો હતો. દર્દી લગભગ 4.30 વાગ્યે હોસ્પિટલથી દિલ્હી જવા રવાના થયા હતા.
Source link