આ 5 કારણોને લીધે શેરબજારનો માહોલ બગડ્યો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીની હાલત પણ ખરાબ – why share market crash today 5 big reasons sensex fall | સ્ટોક માર્કેટ સમાચાર
Last Updated:
Share Market Crash: ભારતીય શેરબજારમાં આજે મંગળવારે 24 ફેબ્રુઆરીએ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 25,450ની સપાટીથી નીચે સરકી ગયો હતો.
Share Market Crash: ભારતીય શેરબજારમાં આજે મંગળવારે 24 ફેબ્રુઆરીએ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 25,450ની સપાટીથી નીચે સરકી ગયો હતો. મંગળવારે શેરબજારમાં ઘટાડો થતાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી ગઈ હતી. આજે IT કંપનીઓના શેરમાં ભારે વેચાણ જોવા મળ્યું, તો નબળા ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં ચારેકોર દબાણ જોવા મળ્યું. આ ઉપરાંત રૂપિયો નબળો થતાં રોકાણકારોના મનોબળ પર અસર પડી.
બપોરે આશરે 12:30 વાગ્યે, BSE સેન્સેક્સ 1,011.88 પોઈન્ટ એટલે કે 1.21% ઘટીને 82,285.60ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ આ સમયે 280.90 પોઈન્ટ એટલે કે 1.09% તૂટીને 25,432.10ની સપાટી પર પહોંચી ગયો હતો. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં પણ 0.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
શેર બજારમાં આજે કેમ થયો ઘટાડો?
IT સેક્ટરના શેરોમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો. તેનું કારણ એ છે કે વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લઈને ચિંતાઓ વધી ગઈ છે. અમેરિકન AI કંપની એન્થ્રોપિકે દાવો કર્યો છે કે, તેનું ક્લોડ કોડ ટૂલ જૂની સોફ્ટવેર સિસ્ટમને અપડેટ કરવાની કિંમત અને જટિલતાને ઘણી ઘટાડી શકે છે. આનાથી પરંપરાગત આઈટી કંપનીઓના બિઝનેસ પર અસર પડવાની આશંકા વધી ગઈ છે. સવારે આશરે 9:30 વાગ્યે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3 ટકા સુધી ઘટી ગયો અને બજારમાં સૌથી વધુ તૂટનાર સેક્ટર બની ગયું.
મંગળવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો 7 પૈસા ઘટીને 90.96 પ્રતિ ડોલર પર પહોંચી ગયો. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો અને ડોલરની મજબૂતીએ રૂપિયા પર દબાણ બનાવ્યું. શેર બજારની નબળી શરૂઆતની અસર પણ કરન્સી પર પડી. જોકે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની ખરીદીથી ઘટાડો અમુક અંશે મર્યાદિત રહ્યો. ઈન્ટરબેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો 90.91 પર ખુલ્યો અને પછી 90.96 સુધી તૂટ્યો.
એશિયાના મોટાભાગના શેરબજારોમાં આજે સુસ્તી જોવા મળી. જ્યારે અમેરિકાનુ વોલ સ્ટ્રીટ બજાર પણ રાત્રે ઘટાડા સાથે બંધ થયું. આ ઘટાડો ત્યારે આવ્યો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના નિર્ણય પછી દેશોને નવી ટ્રેડ ડીલથી પાછા ન હટવાની ચેતવણી આપી. તેમણે એ પણ કહ્યું કે જરૂર પડે તો તેઓ અન્ય વેપાર કાયદાઓ હેઠળ વધુ ટેરિફ લગાવી શકે છે. આ નિવેદનથી વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી ગઈ.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ આજે 1 ટકા વધીને 72.13 ડોલર પ્રતિ બેરલ થઈ પહોંચી ગયો. ક્રૂડ ઓઈળની કિંમતોમાં વધારો ભારત માટે ચિંતાનું કારણ છે, કારણ કે આનાથી વેપાર ખાધ વધી શકે છે અને મોંઘવારીનું દબાણ વધી શકે છે, જે રોકાણકારોના વિશ્વાસને અસર કરે છે.
નિફ્ટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સની આજે મંગળવારે વીકલી એક્સપાયરી છે, જેનાથી બજારમાં ઉતાર-ચઢાવ વધી ગયો. એક્સપાયરીના દિવસે ટ્રેડર્સ પોતાની ફ્યુચર્સ અને ઓપ્શન્સ પોઝિશન્સને બંધ કરે છે અથવા આગલા અઠવાડિયા માટે આગળ ધકેલે છે, જેનાથી દિવસ દરમિયાન શેરોની કિંમતોમાં ભારે ફેરફાર જોવા મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Mumbai,Maharashtra
