Run Rate & Win Margin Crucial


સ્પોર્ટ્સ ડેસ્કઅમુક પળો પેહલા

  • કૉપી લિંક

વેસ્ટ ઇન્ડીઝે સોમવારે T20 વર્લ્ડ કપમાં સુપર-8ની પોતાની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું. આ જીતે ભારતની મુશ્કેલી વધારી દીધી છે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની પોતાની પ્રથમ મેચમાં 76 રનથી હારી ગઈ હતી. ગ્રુપની ટોપ-2 ટીમને જ સેમિફાઈનલમાં સ્થાન મળશે. સમજો, ભારતને સેમિફાઈનલમાં એન્ટ્રી કેવી રીતે મળશે…

ભારતનું સેમિફાઈનલ સમીકરણ

1. જો ભારત બંને મેચ જીતે તો…

  • જો ભારત વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે બંનેને હરાવી દે છે, તો તેના 4 પોઇન્ટ્સ થઈ જશે. જો સાઉથ આફ્રિકા તેની બાકીની બંને મેચ જીતી જાય છે, તો ભારત અને સાઉથ આફ્રિકા બંને સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે.
  • જો ભારત બંને મેચ જીતી જાય છે અને સાઉથ આફ્રિકા તેની એક મેચ હારી જાય છે, તો ત્રણ ટીમ 4 પોઇન્ટ્સ પર બરાબર થઈ શકે છે. તે કિસ્સામાં ક્વોલિફિકેશન નેટ રન રેટથી નક્કી થશે.
  • જો ભારત તેની બંને મેચ જીતી જાય છે અને સાઉથ આફ્રિકા તેની બંને મેચ હારી જાય છે, તો ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી જશે.

2. જો ભારત માત્ર એક મેચ જીતે તો…

  • માત્ર એક જીતથી ભારત માટે સેમિફાઈનલમાં પહોંચવાની તકો નહિવત્ થઈ જશે, ભલે બાકીની પરિસ્થિતિઓ ગમે તેવી હોય.

વેસ્ટ ઇન્ડીઝને હરાવવું સરળ નહીં હોય

ઈન્ડિયન ટીમને આ T20 વર્લ્ડ કપમાં પોતાનો આગામી મુકાબલો 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે રમવાનો છે. છેલ્લી મેચમાં 1 માર્ચે ટીમ વેસ્ટ ઇન્ડીઝનો સામનો કરશે. વેસ્ટ ઇન્ડીઝના બોલરો અને બેટર્સ બંને શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ટીમ અત્યાર સુધી રમેલી પોતાની તમામ 5 મેચ જીતી છે.

સાઉથ આફ્રિકાની આગામી મેચ વેસ્ટ ઇન્ડીઝ સામે

સાઉથ આફ્રિકાએ ભારતને હરાવીને મજબૂત શરૂઆત કરી છે. હવે તેને વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સામે રમવાનું છે. જો ટીમ બાકીની બંને મેચ જીતી લે છે, તો સેમિફાઈનલમાં તેની સ્થિતિ લગભગ પાક્કી થઈ જશે.

સુપર-8માં 12માંથી 4 મેચ રમાઈ ગઈ

સુપર-8 સ્ટેજમાં 4-4 ટીમના 2 ગ્રુપ બન્યા છે. દરેક ટીમ પોતાના ગ્રુપમાં એકબીજા સામે 3-3 મેચ રમશે. એટલે કે એક ગ્રુપમાં 6 મેચ થશે. આ રીતે બંને ગ્રુપને મળીને 12 મેચ રમાશે. તેમાંથી 4 મેચ રમાઈ ચૂકી છે. બંને ગ્રુપની 2-2 ટોચની ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.

4 માર્ચે પહેલી સેમિફાઈનલ રમાશે, જ્યારે 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં બીજી સેમિફાઈનલ રમાશે. આ મેચ જીતનારી ટીમ 8 માર્ચે ફાઈનલમાં ટકરાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *