સ્પાઈસજેટની ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ:દિલ્હીથી લેહ જતી હતી, 150 મુસાફરો સવાર હતા; એન્જિનમાં ખામી સર્જાઈ; આંદામાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ
![]()
એરલાઇન કંપની સ્પાઇસજેટના બોઇંગ 737 પ્લેને દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કર્યુ હતું. ફ્લાઇટ SG-121એ મંગળવારે સવારે દિલ્હીના જ IGI એરપોર્ટ પરથી લેહ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા થોડી મિનિટો બાદ પ્લેનના એન્જિન-2માં ખામી સર્જાઈ હતી. આ પછી પાઇલટે પ્લેનને પાછું દિલ્હી તરફ વાળ્યું અને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઇટમાં 150 મુસાફરો-ક્રૂ સવાર હતા. ઘટના અંગે એરલાઇને જણાવ્યું છે કે ફ્લાઇટે સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. કોકપિટમાં કોઈ પણ પ્રકારની આગનું એલર્ટ મળ્યું ન હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે. આંદામાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ, 7 લોકો સવાર હતા મંગળવારે સવારે આંદામાન અને નિકોબારમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ. પોર્ટ બ્લેરથી ઉડાન ભરેલા પવન હંસ હેલિકોપ્ટરને ટેકનિકલ ખામી સર્જાવાના કારણે માયાબંદર નજીક ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સદનસીબે, હેલિકોપ્ટરમાં રહેલા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. સ્થાનિક માછીમારો અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પવન હંસ હેલિકોપ્ટર સવારે 8:45 વાગ્યે પોર્ટ બ્લેરથી માયાબંદર માટે ઉડાન ભરી હતી, પરંતુ લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પરિણામે, હેલિકોપ્ટરને માયાબંદર હેલિપેડથી આશરે 300 મીટર દૂર દરિયામાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. 1 ફેબ્રુઆરી: એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના ફ્યુઅલ સ્વીચમાં ખામી એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામી સર્જાઈ હતી. પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટ પરથી ઉડાન ભરીને 2 ફેબ્રુઆરીની સવારે બેંગલુરુ પહોંચ્યું હતું. પ્લેનમાં 200થી વધુ ક્રૂ હતા. ફ્લાઇટ AI-132ના બેંગલુરુમાં લેન્ડિંગ પછી પાઇલટે વિમાનની ડિફેક્ટ લોગ બુકમાં જણાવ્યું હતું કે ડાબા એન્જિનનો ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘રન’થી ‘કટ ઓફ’ તરફ સરકી રહી હતી. તે લોક થઈ શકતી નહોતી. એર ઇન્ડિયાએ કહ્યું હતું કે પાઇલટનો રિપોર્ટ મળ્યા પછી તરત જ વિમાનને ફ્લાઇટ ઓપરેશનમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. 2 ડિસેમ્બર: મુંબઈ-જયપુર ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી રાજસ્થાનના જયપુરમાં એરપોર્ટ પર મુંબઈથી જયપુર આવી રહેલી સ્પાઈસજેટ એરલાઈન્સની ફ્લાઈટ SG – 649નું ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ફ્લાઈટના લેન્ડિંગ ગિયરના હાઈડ્રોલિક સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનમાં 189 મુસાફરો સવાર હતા.
Source link