CJI Suryakant NCERT Class 8 Judiciary Corruption Chapter; Supreme Court Action Considered


  • Gujarati News
  • National
  • CJI Suryakant NCERT Class 8 Judiciary Corruption Chapter; Supreme Court Action Considered

નવી દિલ્હી8 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે NCERTની ક્લાસ 8ની નવી બુકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’નું ચેપ્ટર સામેલ કરવા પર નિરાશા વ્યક્ત કરી છે. બુધવારે CJIએ કહ્યું- કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કાયદો પોતાનું કામ કશે. કોર્ટ આ મામલે જાતે જ એક્શન લેવાનો વિચાર કરી રહ્યું છે.

જોકે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ(NCERT)એ 8મા ધોરણની નવી સોશિયલ સાયન્સ ટેક્સ્ટબુકમાં જ્યુડિશિયરીમાં કરપ્શન પર એક સેક્શન શરૂ કર્યું છે.

આ ચેપ્ટરમાં સુપ્રીમ કોર્ટના 81 હજાર, હાઈકોર્ટ્સના 62 લાખ 40 હજાર, ડિસ્ટ્રિક્ટ અને સબઓર્ડિનેટ કોર્ટના 4 કરોડ 70 લાખ પેન્ડિંગ કેસની સંખ્યા પણ જણાવવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં મામલો કેવી રીતે પહોંચ્યો

બુધવારે સીનિયર એડવોકેટ કપિલ સિબલે કોર્ટમાં NCERTના આ પગલા વિશે જણાવ્યું. તેમણે કહ્યું- 8માં ધોરણના બાળકોને ન્યાયિક ભ્રષ્ટાચાર વિશે ભણાવવામાં આવી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે. અમે અહીં બારની ચિંતા લઈને આવ્યા છે.

એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, આ મામલે આટલી સિલેક્ટિવિટી આશ્ચર્યની વાત છે, જાણે કોઈ બીજે કશું જ કરપ્શન થઈ જ નથી રહ્યું. બ્યૂરોક્રેસી, પોલિટિક્સ, પબ્લિક લાઇફમાં કરપ્શન વિશે એક શબ્દ પણ નહીં. આ અંગે જસ્ટિસ બાગચીએ કહ્યું કે આ પુસ્તક બેસિક સ્ટ્રક્ચર વિરુદ્ધ લાગે છે.

CJI સૂર્યકાંતે કહ્યું- પ્લીઝ થોડાં દિવસો રાહ જુઓ. બાર અને બેન્ચ બધા પરેશાન છે. સિસ્ટમનાં દરેક સ્ટેકહોલ્ડર પરેશાન છે, મને અનેક કોલ અને મેસજ આવી રહ્યા છે. બધા જ હાઈકોર્ટના જજ પરેશાન છે. હું આ કેસને જાતે જ જોઈશ. કાયદો પોતાનું કામ કરશે.

પુસ્તકના પ્રકરણનો એક ભાગ જેમાં પેન્ડિંગ કેસનો ઉલ્લેખ છે…

નવા સેક્શનમાં ન્યાયતંત્ર સાથે જોડાયેલા મુદ્દા

  • આમાં કોર્ટના વંશવેલા અને ન્યાય સુધી પહોંચને સમજાવવા કરતાં વધુ ન્યાયિક પ્રણાલી સામે આવતા પડકારો જેમ કે ભ્રષ્ટાચાર અને કેસના બેકલોગને દર્શાવવામાં આવ્યું છે.
  • ભ્રષ્ટાચાર સંબંધિત વિભાગમાં જણાવવામાં આવ્યું છે કે ન્યાયાધીશો આચારસંહિતાથી બંધાયેલા હોય છે જે ફક્ત કોર્ટમાં જ નહીં પરંતુ કોર્ટની બહાર પણ તેમના વર્તનને નિયંત્રિત કરે છે.
  • ન્યાયતંત્રની આંતરિક જવાબદારી પ્રણાલીને પણ સમજાવવામાં આવી છે. સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવાન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) દ્વારા ફરિયાદો લેવાની નિર્ધારિત પદ્ધતિઓ પણ જણાવવામાં આવી છે.
  • પુસ્તક મુજબ CPGRAMS સિસ્ટમ દ્વારા 2017 અને 2021ની વચ્ચે 1,600થી વધુ ફરિયાદો મળી હતી.
  • પુસ્તકમાં ગંભીર કિસ્સાઓમાં ન્યાયાધીશોને હટાવવાના બંધારણીય નિયમ વિશે પણ જણાવવામાં આવ્યું છે કે સંસદ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરીને ન્યાયાધીશને હટાવી શકે છે.
  • બાળકો વાંચશે કે આવા પ્રસ્તાવ પર યોગ્ય તપાસ પછી જ વિચારણા કરવામાં આવે છે. આ દરમિયાન ન્યાયાધીશને કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવે છે.
  • પ્રકરણમાં લખ્યું છે- લોકો ન્યાયતંત્રના અલગ-અલગ સ્તરે ભ્રષ્ટાચારનો સામનો કરે છે. ગરીબો અને જરૂરિયાતમંદોની ન્યાય સુધી પહોંચવાની સમસ્યા વધુ વણસી શકે છે.
  • એ પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર પારદર્શિતા અને જાહેર વિશ્વાસને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આમાં ટેકનોલોજીનો ઉપયોગ અને ભ્રષ્ટાચારના કેસો સામે ઝડપી કાર્યવાહી કરવી શામેલ છે.

પુસ્તકમાં પૂર્વ CJI બીઆર ગવઈનો પણ ઉલ્લેખ

પુસ્તકમાં ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ બીઆર ગવઈનો પણ ઉલ્લેખ છે, જેમણે જુલાઈ 2025માં કહ્યું હતું કે ન્યાયતંત્રની અંદર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેસોની પબ્લિક ટ્રસ્ટ પર ખરાબ અસર પડે છે. તેમણે કહ્યું હતું, “જોકે, આ વિશ્વાસને ફરીથી બનાવવાનો માર્ગ આ મુદ્દાઓને ઉકેલવા માટે લેવાયેલા ઝડપી, નિર્ણાયક અને પારદર્શક પગલાંમાં છે… પારદર્શિતા અને જવાબદારી લોકતાંત્રિક ગુણ છે.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *