ગુજરાતમાં ખેતીની આડમાં ધમધમતું નશાનું નેટવર્ક! રાજકોટ-કચ્છમાં લાખોના પોષડોડા અને ગાંજાના છોડ જપ્ત- Drug network flourishing under guise of agriculture in Gujara Poshdoda and ganja plants worth lakhs seized in Rajkot-Kutch | કચ્છ


Last Updated:

કચ્છના ભીમાસર અને રાજકોટના પાટણવાવમાં પોલીસની દરોડા કાર્યવાહીથી લાખોની કિંમતના નશીલા પદાર્થો ઝડપાયા છે અને આ મામલે NDPS એક્ટ હેઠળ 3-4 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Rapid Read
News18
News18

કચ્છ/રાજકોટ: ગુજરાતમાં નશાબંધી વચ્ચે ડ્રગ્સ માફિયાઓ હવે ખેતરની આડમાં માદક પદાર્થોનું વાવેતર કરી રહ્યા હોવાની તાજેતરમાં બે ઘટનાઓ સામે આવી છે. ગુજરાત પોલીસે કચ્છ અને રાજકોટ એમ બે અલગ-અલગ જિલ્લામાં દરોડા પાડીને લાખોની કિંમતનો નશીલો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ બે જુદા જુદા મામલે પોલીસે 3-4 આરોપીઓની ધરપકડ કરી બંને કેસમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બંને કેસની વિગતે વાત કરીએ તો, પહેલો કેસ કચ્છના ભીમાસર ગામેથી સામે આવ્યો છે. જ્યાં ભીમાસરમાં નશાના નેટવર્ક પર બોર્ડર રેન્જ પોલીસ અને સાયબર સેલની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને મોટી સફળતા મેળવી છે. આઈજી ચિરાગ કોરડિયાની સૂચના હેઠળ સાયબર સેલે બાતમીના આધારે ભીમાસરની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ખેતરની આડમાં ગેરકાયદેસર રીતે પોષડોડાની ખેતી કરવામાં આવી રહી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા 2 એકર જેટલી વિશાળ જમીનમાં 1 લાખથી વધુ પોષડોડાના છોડ લહેરાતા જોવા મળ્યા હતા.

ભીમાસરમાં ચાલતી આ ગેરકાયદે પોષડોડાની ખેતી મામલે સાયબર સેલની ટીમે કડક કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ છોડનો જથ્થો જપ્ત કરી લીધો છે અને પકડાયેલા શખ્સો વિરુદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તથા આ માલ ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ તરફ, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ નશીલા પદાર્થો વિરુદ્ધ એસ.ઓ.જી. (SOG) બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ SOGની ટીમે  ચોક્કસ માહિતીને આધારે પાટણવાવ પંથકમાં ઓરીયા ગામની સીમમાં દરોડા પાડી ત્યારે ખેતરમાં લહેરાતો  ગેરકાયદેસર લીલો ગાંજો પકડી પાડ્યો હતો. જે મામલે ખેતર માલિક 65 વર્ષીય વૃદ્ધ કાંતિલાલ સોજીત્રાની રૂ. 8.64 લાખના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી છે.

આ મામલે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની તપાસ દરમિયાન ખેતરમાંથી અંદાજે 17 કિલો 297 ગ્રામ વજનના ગાંજાના બે મોટા છોડ મળી આવ્યા હતા. બજારમાં આ માદક પદાર્થની કિંમત આશરે રૂ. 8,64,850 જેટલી આંકવામાં આવી છે. ત્યારે પોલીસે આ 8.64 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો છે અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આમ, રાજ્યમાં એક જ દિવસમાં બે અલગ-અલગ જિલ્લાઓમાં થયેલી આ કાર્યવાહીથી ખેતરમાં નશીલા પદાર્થોનું વાવેતર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતીની આડમાં થતા આ પ્રકારના ગેરકાયદેસર કૃત્યોને ડામવા માટે પોલીસ સઘન કાર્યવાહી કરી  રહી છે. ત્યારે આ બંને કિસ્સાઓમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *