Divya Bhaskar Morning News Brief PM Modi Israel CJI NCERT Book judiciary corruption


.

ગઈકાલના મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસ સાથે જોડાયેલા રહ્યા. પીએમ નેતન્યાહુએ તેમને એશિયાનો સિંહ ગણાવ્યા. બીજા મોટા સમાચાર NCERTના એક પુસ્તક પર CJIની નારાજગીને લઈને રહ્યા.

આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. કેનેડાના વડાપ્રધાન માર્ક કર્ની ભારત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ PM મોદી સાથે મુલાકાત કરશે.

2. ગૃહ મંત્રી અમિત શાહ બિહાર પ્રવાસે રહેશે. અહીં તેઓ ભારત-નેપાળ સરહદ સુરક્ષાની સમીક્ષા કરશે.

📰 કાલના મોટા સમાચારો

1. ઇઝરાયલી સંસદમાં મોદીએ હમાસ હુમલાની નિંદા કરી:કહ્યું- અમે તમારું દુઃખ સમજીએ છીએ, ભારત પણ લાંબા સમયથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે

PM નરેન્દ્ર મોદી બે દિવસના ઇઝરાયલ પ્રવાસે છે. ઇઝરાયલી સંસદને સંબોધતા તેમણે ઇઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરી. મોદીએ કહ્યું, ‘અમે તમારું દુઃખ સમજીએ છીએ, ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડાય છે.’ તેમણે કહ્યું કે ભારત હવે અને ભવિષ્યમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે ઇઝરાયલ સાથે ઉભું છે.

મોદીએ કહ્યું કે કોઈપણ કારણોસર નાગરિકોની હત્યાને વાજબી ઠેરવી શકાય નહીં, અને આતંકવાદને કોઈપણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં. મોદી નેસેટને સંબોધન કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. સંસદમાં પહોંચ્યા પછી સાંસદોએ ઉભા થઈને તાળીઓ પાડીને મોદીનું સ્વાગત કર્યું અને “મોદી, મોદી!”ના નારા લગાવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર

2. ‘જ્યુડિશિયલ કરપ્શન’ ચેપ્ટરવાળી NCERT બુકના વેચાણ પર પ્રતિબંધ:CJIએ કહ્યું હતું, કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નથી; હું પોતે આ કેસની તપાસ કરીશ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના ભારે વાંધાને પગલે “જ્યુડિશિયલ કરપ્શન” ચેપ્ટરવાળી NCERT બુક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. NCERTનાં સૂત્રોએ સમાચાર એજન્સી ANIને આ વાતની પુષ્ટિ કરી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિભાગ લખવો જોઈતો ન હતો અને આવાં પાસાને પ્રકાશિત કરવાં અયોગ્ય છે. સરકારનો દાવો છે કે બાળકોનાં પુસ્તકોમાં પ્રેરણાદાયી વસ્તુ હોવી જોઈએ.

CJI સૂર્યકાંતે બુધવારે આ મુદ્દા પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, “દુનિયામાં કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ એક સારી રીતે વિચારીને લેવાયેલો નિર્ણય લાગે છે. હું આ કેસ જાતે જ સંભાળીશ.” વાંચો સંપૂર્ણ સમાચાર

3. ‘હું વચ્ચે પડ્યો ન હોત તો પાકિસ્તાની PM માર્યા જાત’:ભારત-પાક યુદ્ધ પર ટ્રમ્પનો ઘટસ્ફોટ, કહ્યું- મેં પરમાણુ યુદ્ધ રોકાવ્યું અને કરોડો લોકોના જીવ બચાવ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં પોતાના બીજા કાર્યકાળનું બીજું ‘સ્ટેટ ઑફ ધ યુનિયન’ સંબોધન આપ્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો છે કે 2025ના ભારત-પાકિસ્તાન લશ્કરી તણાવ દરમિયાન તેમના રાજદ્વારી હસ્તક્ષેપથી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનો જીવ બચ્યો હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમણે દરમિયાનગીરી ન કરી હોત તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત. તેમનો દાવો છે કે એ સમયે પરિસ્થિતિ પરમાણુ સંઘર્ષ તરફ આગળ વધી રહી હતી અને તેમની વાટાઘાટોથી 35 મિલિયન લોકોના જીવ બચી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર

4. અમેરિકામાં બરફીલા તોફાનને કારણે 11 હજાર ફ્લાઇટ્સ રદ:5 લાખ ઘરોમાં વીજળી ગુલ, 153 વર્ષમાં પહેલીવાર ન્યૂઝપેપર છપાયા નહીં

અમેરિકામાં ભયંકર તેજ પવનો અને ભારે હિમવર્ષાને કારણે એરપોર્ટ પર રનવે બંધ કરવા પડ્યા અને ઘણી જગ્યાએ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. અહીં રવિવારથી મંગળવારની વચ્ચે 11,055થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. માત્ર સોમવારે જ લગભગ 5,600 થી 5,700 ફ્લાઇટ્સ રદ થઈ, જે દેશભરની ફ્લાઇટ્સના લગભગ 20% હતી.

આ માહિતી ફ્લાઇટ ટ્રેકિંગ કંપની ફ્લાઇટઅવેર દ્વારા આપવામાં આવી. નેશનલ વેધર સર્વિસ અનુસાર, રોડ આઇલેન્ડ અને મેસેચ્યુસેટ્સના કેટલાક ભાગોમાં લગભગ 37 ઇંચ સુધી બરફ પડ્યો. હિમવર્ષાને કારણે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 6 લાખથી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ. સોમવાર સાંજ સુધીમાં 5 લાખ 19 હજાર 232 ઘર અને ઓફિસો વીજળી વગરના હતા. વાંચો સંપૂર્ણ સમાચાર

5. VIROSH વેડિંગ: હલ્દી સેરેમનીનો PHOTO સામે આવ્યો:મ્યૂઝિક પાર્ટીમાં કપલે હાથમાં હાથ નાખી એન્ટ્રી કરી, કપલ ડાન્સની પણ ચર્ચા; કાલે એક દિ’માં બે પરંપરાથી લગ્ન

ઉદયપુરમાં એક્ટર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાની આજે મહેંદીની વિધિ થશે. સાંજે સંગીતનો કાર્યક્રમ યોજાશે. આ ખાસ અવસર માટે ‘મોમેન્ટોસ એકાયા’ હોટલને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી છે. બંને 26 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે.

લગ્નમાં બંને પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મહેમાનો જ હાજર રહેશે. લગ્ન કરાવવા માટે પંડિતો પણ આજે ઉદયપુર પહોંચી ગયા છે. જ્યારે ફિલ્મ-પ્રોડ્યુસર-ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા પણ પહોંચ્યા છે. તેમની તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માં વિજય દેવરાકોંડા મુખ્ય ભૂમિકામાં હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

6. મે મહિનામાં વાગશે ચૂંટણીના ઢોલ!:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ તેજ, મતદાન મથક, કર્મચારી નિમણૂંક અને EVMની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી હવે મે મહિનાના મધ્યકાળમાં યોજાઈ શકે છે તેવી શકયતા પ્રબળ બની રહી છે. અંતિમ મતદાર યાદી તૈયાર થઈ જતાં ચૂંટણી યોજવા માટેનો માર્ગ હવે લગભગ મોકળો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે મતદાન પ્રક્રિયા મે મહિનાના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મતદાન મથકોની યાદી, કર્મચારીઓની નિમણૂંક તથા ઈવીએમ મશીનોની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર

7. એલર્ટ! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં:નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, અકસ્માતોની સંખ્યા વધતાં આજથી 10 માર્ચ સુધી રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ

જો આજથી તમે હેલ્મેટ વિના, નંબરપ્લેટ વિનાની ગાડી, કાળા કાચવાળી ગાડી અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરશે, કારણ કે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી રાજ્યમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવા માટે રાજ્ય પોલીસવડા કે.એલ.એન.રાવ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસવડાને સૂચના આપવામાં આવી છે.

જેથી આજથી ટ્રાફિક-પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો રોડ ઉપર ઊતરી ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર

🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : બોયફ્રેન્ડની સામે 7 લોકોએ મહિલા પર બળાત્કાર કર્યો:10 હજાર ટ્રાન્સફર કરાવ્યા, આસામમાં 2ની ધરપકડ; એક આરોપીના પરિવારે પત્રકાર પર હુમલો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : ભારતીય સોલર પેનલ પર અમેરિકાએ 126% ડ્યુટી લગાવી:કહ્યું- ચીન ભારત દ્વાર સસ્તા ઉત્પાદનો મોકલી રહ્યું છે, ઇન્ડોનેશિયા પર 143% ટેક્સ લગાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : 30 હજારની લાંચે કરોડોના કૌભાંડનો ભાંડો ફોડ્યો:ડેપ્યુટી ડાયરેક્ટરના ઘરેથી 4.27 કરોડ રોકડા મળ્યા, સૂટકેસ-ટ્રોલી બેગ અને કબાટમાં રૂપિયા જ રૂપિયા વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : અમેરિકાના ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયરના શૌચાલય જામ:45 મિનિટ લાઈનમાં ઊભા રહેવું પડે છે, સમારકામ મુદ્દે ટેકનિશિયન અને સૈનિકો વચ્ચે ઝપાઝપી વાંચો સંપૂર્ણ સમાચાર

5.બિઝનેસ : અનિલ અંબાણીને બે દિવસમાં બીજો ઝટકો:EDએ 17 માળનું ઘર જપ્ત કર્યું, કિંમત 3716 કરોડ રૂપિયા; 40,000 કરોડના ફ્રોડ કેસમાં કાર્યવાહી વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા સાવ ધૂંધળી:ક્વોલિફિકેશન માટે બીજાની હાર-જીતની પ્રાર્થના કરવી પડશે, જાણો બાકીની ટીમનાં સમીકરણો શું છે? વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર જ્યોતિષ : મંગળનું ગોચર, કુંભ રાશિમાં પંચગ્રહી યોગ:મેષ રાશિના લોકો પર ધનવર્ષા, તુલાના જાતકોને સફળતા; વૃષભ-કર્કના જાતકોએ 2 એપ્રિલ સુધી સાવધ રહેવું વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ

ગાય ચરાવવા માટે મળશે 10 હજાર રૂપિયા

તસવીર AI જનરેટેડ છે

તસવીર AI જનરેટેડ છે

રાજસ્થાનમાં શિક્ષણ મંત્રી મદન દિલાવરે ‘ગામ ગ્વાલા યોજના’ની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ એક ગોવાળને આશરે 70 ગાયો ચરાવવાની રહેશે. તેના બદલામાં તેને દર મહિને 10 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. આજનું એક્સપ્લેનર: ઈરાન પર હુમલો કરવા ગયેલા USS જેરાલ્ડ ફોર્ડનું ટોયલેટ જામ; દુનિયાનું સૌથી મોંઘુ યુદ્ધજહાજ નકામું થઈ જશે?

2. જે રસોડામાં રસોઈ બનતી ત્યાં જ પતિની લાશ દાટી દીધી: પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરું ઘડ્યું, એક ફોન આવ્યો ને ભાંડો ફૂટી ગયો

3. ભાસ્કર એક્સક્લૂસિવ : કેવું છે દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર: દલાલને 6-6 હજાર આપીને ભારત આવ્યા, 34 હજારમાં વેચાઈ બાંગ્લાદેશની સૂફી

4. પારકી પંચાત : ‘કંઈ ના થાય’ બોલ્યા ને પથ્થરનો ઘા આવ્યો: જિગીષા પટેલ પર હુમલો પોલિટિકલ સ્ટંટ હતો?; બોઇલ્ડ ભાજી ખાઈ CM બોલ્યા, ‘ટેસ્ટ જાળવી રાખ્યો છે હોં’

5. Editor’s View: કોંગ્રેસના ટીશર્ટ પર ‘દેશદ્રોહ’નું ટેગ: વિરોધને દબાવ્યો તો વિસ્ફોટ થયો, એપસ્ટીન મુદ્દે સરકારનું મૌન; લોકશાહીને લાંછન લગાવતી ઘટનાનું ઈનડેપ્થ એનાલિસિસ

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊​​​​​​​ માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

ગુરુવારનું રાશિફળ:મેષ અને કુંભ જાતકોની મહેનત સફળતાના દ્વાર ખોલશે, વૃષભ અને મીન જાતકોનું દાંપત્ય જીવન સુખી રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *