મહેસાણા માર્કેટિંગ યાર્ડના ભાવ યાદી – Mehsana Marketing Yard Price List | મહેસાણા


Last Updated:

મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે રાયડા, એરંડા, ગુવાર અને અજમાની નોંધપાત્ર આવક નોંધાઈ હતી. ખાસ કરીને રાયડાની આવકમાં વધારો થવાની સાથે તેના ભાવ 1283 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચ્યા છે. એરંડાની 1721 બોરી આવક સાથે ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં આજે કુલ વાતાવરણ વ્યસ્ત રહ્યું અને વેપારીઓ તરફથી ખરીદી પણ સામાન્ય કરતાં વધુ રહી હતી.

+

મહેસાણા

મહેસાણા માર્કેટિંગ યાર્ડના ભાવ યાદી

મહેસાણા: મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને એરંડા, રાયડો, ગુવાર અને અજમાની નોંધપાત્ર આવક જોવા મળી હતી. એરંડાના ભાવમાં ગઈકાલની સરખામણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવા છતાં, કુલ ભાવ હજી પણ ખેડૂતોને ફાયદાકારક જ કહી શકાય. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની 1721 બોરીની આવક નોંધાઈ છે, ગયા અઠવાડિયા કરતા આજે આવકમાં વધારો છે. આજે માર્કેટ યાર્ડમાં ગુવારની પણ સારી આવક જોવા મળી છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં હવે રાયડાની સિઝન શરૂ થતા રાયડાની પણ આવક મોટા પ્રમાણમાં આવી રહી છે.

આજે માર્કેટ યાર્ડમાં એરંડાની કુલ 1721 બોરી આવક નોંધાઈ. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની આવકમાં અઠવાડિયાની સરખામણીએ વધારો જોવા મળ્યો છે. આજે તેના ઊંચા ભાવ 1300 રૂપિયા પ્રતિ 20 kg અને નીચા 1180 રૂપિયા પ્રતિ 20 kg નો ભાવ મળ્યો હતો. ગઈકાલની સરખામણીમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. જોકે પાછલા અઠવાડિયે એરંડાનો ભાવ 1290 રૂપિયા જેવો પ્રતિ 20 kg સુધી ગયો હતો, એટલે આ અઠવાડિયે એરંડામાં તેના ભાવ ગયા અઠવાડિયા કરતા વધ્યા જોવા મળી રહ્યા છે. વર્તમાન ભાવ ખેડૂતોને સંતુષ્ટિકારક મળી રહ્યા છે કારણ કે સિઝનની શરૂઆતથી જ એરંડા ભાવ સ્થિર અને વધતા જ રહ્યા છે.

અત્યારે ઉત્તર ગુજરાતમાં રાયડાની કાપણીનો સમય હોવાના કારણે માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં રાયડાની આવક આવી રહી છે. માર્કેટ યાર્ડમાં આજે રાયડાની આવક 2000 બોરીની નોંધાઈ છે, જેના ભાવ 1283 રૂપિયા પ્રતિ મણ મળ્યો છે. આવકના વધારાની સાથે તેના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. દસ રૂપિયાનો ઘટાડો ગયા અઠવાડિયા કરતા નોંધાયો છે, ગઈકાલ કરતા 10 રૂપિયાનો ઘટાડો છે. ગુવારની આજે 64 બોરી આવક માર્કેટ યાર્ડમાં પહોંચી હતી. ગુવારની આવકમાં આ અઠવાડિયે સામાન્ય ઘટાડો નોંધાયો છે, તેનો ભાવ 994 રૂપિયા પ્રતિ મણ બોલાવવામાં આવ્યો. ગુવારનો ભાવ આ અઠવાડિયે 10 થી 20 રૂપિયા ગયા અઠવાડિયાની સરખામણીમાં ઘટ્યો છે, ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં સામાન્ય વધારો આજે નોંધાયો છે. ગુવારના મુખ્ય ખરીદદારો પશુઆહાર અને ઔદ્યોગિક યુનિટો હોવાથી સ્થાનિક બજારમાં ગુવારની માંગ સદાય સ્થિર રહેતી હોય છે. ખેડૂતોને ઉત્પાદન અનુરૂપ સારું વળતર મળી રહે છે, તે છતાં ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયે ગુવારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

અજમાની તરફ જોઈએ તો આજે 28 બોરી આવક થઈ હતી. આજે અજમાની આવકમાં ઘટાડો થયો છે. અજમાની આવકમાં આજે ગયા અઠવાડિયાની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. બજારમાં અજમાનો ઊંચા ભાવ 1800 રૂપિયા પ્રતિ 20 kg અને નીચો ભાવ 500 રૂપિયા પ્રતિ 20 kg રહ્યો. ગુણવત્તા પ્રમાણે મોટો ભાવફેર જોવા મળ્યો. ગયા અઠવાડિયા કરતા તેના ભાવમાં ઘણો ઘટાડો નોંધાયો છે. સારી ક્વોલિટીના અજમાને ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યો જ્યારે મિશ્ર અને મધ્યમ ગુણવત્તાનો ભાવ તુલનાત્મક રીતે ઓછો રહ્યો. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં આજે ઘઉં, બાજરી, અડદ, તલ, મેથી જેવા ધાન્ય અને મહત્ત્વના પાકની પણ વિવિધ સ્તરે આવક નોંધાઈ હતી. મોટા ભાગની જણસોના ભાવ સામાન્ય સ્તરે સ્થિર રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *