PM Modi Instagram Followers Cross 100 Million; World Leader Milestone


નવી દિલ્હી3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

PM નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, એટલે કે 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા અને રાજકારણી બન્યા છે. PM મોદી 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા.

ઇન્સ્ટાગ્રામ પર તેમના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ છે. વિશ્વના આગામી પાંચ મોટા નેતાઓના કુલ ફોલોઅર્સની સંખ્યા મોદીના એકલા ફોલોઅર્સની સંખ્યા કરતાં ઓછી છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબર પર છે. તેમના પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 15 મિલિયન ફોલોઅર્સનો નંબર આવે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા 14.4 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા નંબર પર છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના 11.6 મિલિયન ફોલોઅર્સ છે.

PM મોદીએ બુધવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો.

PM મોદીએ બુધવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો.

X પર 2 વર્ષ પહેલા 100 મિલિયન, હવે 106.5

સોશિયલ મીડિયા X પર પીએમ મોદીએ 2024માં જ 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો હતો. આ સમયે તેમના X પર 106.2 મિલિયન ફોલોઅર્સ છે. આ વડાપ્રધાનના કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોલોઅર્સની સૌથી વધુ સંખ્યા છે. આ પછી ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, ફેસબુક પર 54 મિલિયન અને વોટ્સએપ પર 11.7 મિલિયન ફોલોઅર્સ છે.

—————-

આ સમાચાર પણ વાંચો…

PM બોલ્યા-ડીપફેક રોકવા માટે AI કન્ટેન્ટ પર લેબલ લાગે: અંબાણીએ કહ્યું- ડેટાની જેમ સસ્તું થશે AI

દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ના ચોથા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AIના સુરક્ષિત ઉપયોગ માટે નવું ફોર્મ્યુલા આપ્યું. પીએમએ કહ્યું કે જેમ ખાવાના પેકેટ પર ‘ન્યુટ્રિશન લેબલ’ હોય છે, તેમ જ ડિજિટલ કન્ટેન્ટ પર પણ ‘ઓથેન્ટિસિટી લેબલ’ હોવું જોઈએ જેથી તફાવત જાણી શકાય. સંપૂર્ણ સમાચાર વાંચો…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *