Hyderabad Youtuber Found Dead; Diary Mentions Fear of Moving On


હૈદરાબાદ2 કલાક પેહલા

  • કૉપી લિંક

તેલંગાણાના હૈદરાબાદમાં 21 વર્ષની યુટ્યુબર પોતાના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃત્યુના થોડા કલાકો પહેલા તેણે તેની માતાને ‘આઈ લવ યુ મમ્મી’નો મેસેજ મોકલ્યો હતો.

મૃતકની ઓળખ બોનુ કોમલી તરીકે થઈ છે. તે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમની રહેવાસી હતી. લગભગ 11 મહિનાથી તે હૈદરાબાદમાં રહીને એક પ્રાઈવેટ કોલેજમાંથી બીએસસીનો અભ્યાસ કરી રહી હતી. સાથે જ તે યુટ્યુબ પર લાઈફસ્ટાઈલ અને પર્સનલ વીડિયો પણ બનાવતી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર કોમલીની માતા કુવૈતમાં કામ કરે છે. સોમવારે સવારે તેણે માતા બી. સત્ય વરલક્ષ્મીને મેસેજ મોકલીને લખ્યું હતું – આઈ લવ યુ મમ્મી, નાના ભાઈનું ધ્યાન રાખજે.

મેસેજના થોડા સમય પછી તેનો ફોન બંધ થઈ ગયો. માતાએ એક મિત્રને ફ્લેટ પર જઈને જોવા કહ્યું. મિત્રએ પહોંચીને દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

બોનુ કોમલી અભ્યાસની સાથે-સાથે યુટ્યુબર પણ હતી.

બોનુ કોમલી અભ્યાસની સાથે-સાથે યુટ્યુબર પણ હતી.

ડાયરીમાં લખ્યું- બ્રેકઅપને કારણે આગળ વધી શકતી નથી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને ફ્લેટમાંથી એક ડાયરી અને કેટલાક કાગળો મળ્યા. ડાયરીમાં 21 ફેબ્રુઆરીની છેલ્લી એન્ટ્રીમાં તેણે તેના બ્રેકઅપનો ઉલ્લેખ કર્યો હતો.

ડાયરીમાં લખ્યું હતું-

QuoteImage

હું આગળ વધવાથી ડરું છું… જો તે પાછો આવી ગયો તો શું થશે… મને ખબર છે કે મારે તેને છોડી દેવો જોઈએ, પણ મારો એક ભાગ હજુ પણ તેની રાહ જુએ છે.

QuoteImage

પોલીસના જણાવ્યા અનુસાર, કોમલીનો 27 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર અને સાથી યુટ્યુબર સાથે લગભગ ત્રણ વર્ષથી સંબંધ હતો. થોડા સમય પહેલા બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે લગભગ છ મહિના પહેલા પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે શંકાસ્પદ મોતનો કેસ નોંધીને મોબાઈલ ફોન, મેસેજ, સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી દીધી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *