પિતા બન્યો કસાઈ, લાકડી ઝીંકી પુત્રનો લીધો જીવ : ‘લગ્નની જીદ’માં પુત્રની હત્યાં  –  Father became a butcher, took his son’s life by throwing a stick: Son’s murder in ‘Lagn ni Jid’ | મહીસાગર


Last Updated:

નરસિંગપુર ગામે પુત્રને લગ્ન કરવાની જીદના ઝઘડામાં પિતાએ પુત્રને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં સન્નાટો છવાયો છે અને કેસની તપાસ ચાલી રહી છે.

પિતાએ પુત્રનો જીવ લીધો
પિતાએ પુત્રનો જીવ લીધો

મહીસાગર: જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામે પારિવારિક ઝઘડામાં પિતાએ પુત્રને લાકડી મારતા સારવાર દરમિયાન મોત નીપજતા પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામમાં પિતા-પુત્રના પવિત્ર સંબંધને કાળિમા ફેરવતી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પિતાએ તેના પુત્રના માથા પર લાકડીના ફટકા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટના બાદ મૃતકના સગા કાકાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

નરસિંગપુર ગામના પારંગી ફળિયામાં રહેતા મોહનભાઇ કચરાભાઈ ભાભોરે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, 16/02/2026ની રાતે તેમના ભાઈ રમેશભાઈ કચરાભાઈ ભાભોરના ઘરે બોલાચાલીનો અવાજ આવ્યો. તપાસ કરતા જાણવા મળ્યું કે રમેશભાઈનો પુત્ર પ્રકાશભાઈ પોતાના પિતાને “તમે મારા લગ્ન કેમ કરાવતા નથી?” એમ કહીને ઝઘડો કરતો હતો. આ જોરદાર તકરારમાં પિતા રમેશભાઈએ આવેશમાં આવીને પુત્રના માથા પર લાકડીનો જીવલેણ ફટકો માર્યો.

આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈને તાત્કાલિક સંતરામપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ સ્થિતિ નાજુક જણાતા, તેમને વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલમાં રિફર કરાયા, જ્યાં આઠ દિવસ સુધી જીવતા રહેવા માટે ઝઝૂમીને તેઓનું કરુણ મોત થયું. કાકા મોહનભાઇએ તેમના જ ભાઈ રમેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંતરામપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *